હવે આ રીતે ઘરે જ બનાવો કેમિકલ વગરનો નાહવાનો સાબુ જાણી લો તેની રીત

0
575

સામાન્ય રીતે વ્યક્તિ પોતાના શરીર ને પ્રદૂષણયુક્ત વાતાવરણથી બચાવવા માટે સવારમાં સાબુથી નાહતો હોય છે. જેથી કરીને તેની ત્વચા મુલાયમ રહે અને સાથે સાથે વાતાવરણના પ્રદૂષણથી બચી શકાય. આજે બજારની અંદર અનેક એવા સાબુ મળે છે કે જે તમારી ત્વચા માટે સારી રીતે કાર્ય કરતા હોય છે. પરંતુ બજારની અંદર મળતા દરેક સાબુ કેમિકલ માંથી બનાવવામાં આવતા હોય છે. જો તમે પણ કેમિકલયુક્ત સાબુના વિરોધી હોય તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે બનાવી શકો છો કેમિકલ વગરનો એકદમ હાઇજેનિક અને નેચરલ સાબુ તો ચાલો જાણીએ તેની રીત.

જરૂરી સામગ્રી

  • 1 કિલો નારિયેળનું તેલ
  • 250 ગ્રામ કાસ્ટીક પોટાસ
  • 250 ગ્રામ ચણાનો લોટ
  • એક લીટર પાણી
  • એક ચપટી રંગ
  • જરૂર મુજબનું એસેન્સ ઓઇલ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણ ની અંદર એક લિટર પાણીની અંદર ૨૫૦ ગ્રામ જેટલા કાસ્ટીક પોટાસ ઉમેરી તેને બરાબર હલાવી લો. ત્યાર પછી જ્યારે પાણી અને પોટાશ બંને એક મિશ્રણ થઈ જાય ત્યારે તેને ૫ થી ૬ કલાક સુધી રાખી મૂકો. જેથી કરીને બંને વસ્તુ એકબીજા સાથે બરાબર રીતે ભળી જાય.

ત્યાર પછી બીજા એક વાસણની અંદર એક કિલો જેટલા તેલની અંદર 250 ગ્રામ જેટલો ચણાનો લોટ ઉમેરી તેને બરાબર હલાવી લો. જેથી કરીને તેની અંદર લોટ ના ગઠ્ઠા ન રહે. ત્યાર પછી તેમાં ઉપરથી એસેન્સ ઓઇલ ના થોડા ટીપાં ઉમેરી દો જેથી કરીને તેમાં સુગંધ ભડી જાય.

પાંચથી છ કલાક સુધી ઠંડા થયેલા પ્લાસ્ટિક પોટાસ ના મિશ્રણને ધીમે-ધીમે તેલના મિશ્રણ ની અંદર ઉમેરતા જાવ. અને લાકડીના ડંડાથી તેને હલાવતા જાવ જેથી કરીને મિશ્રણ બરાબર રીતે ભડતુ જાય. જેમ જેમ આ બંને બેસ્ટ એકબીજા સાથે મળતી જશે તેમ તેમ આ મિશ્રણ એકદમ ઘટ્ટ થતું જશે.

આ મિશ્રણને એક લાકડી વડે સતત હલાવતા રહો જેથી કરીને બધી વસ્તુઓ એકબીજા સાથે મળી જાય. આમ કરવા માટે તમે અંદાજે ૪ થી ૫ મિનીટ સુધી આ મિશ્રણને હલાવતા રહો. જેથી કરીને સાબુ એકદમ સુંદર બની રહે. ત્યાર પછી આ મિત્રોને રબર અથવા તો લાકડાના ઢાંચાની અંદર ઢાળી દો. અને તેને દસ થી બાર કલાક સુધી રાખી મુકો જેથી કરીને સાબુ એકદમ જામી છે.

ત્યાર પછી તેને યોગ્ય આકાર ની અંદર કાપી લો અને તેને એરટાઇટ ડબાની અંદર પેક કરી દો. બસ આ રીતે તૈયાર છે એકદમ સુગંધીદાર અને નેચરલ કેમિકલ વગર નો નાહવાનો સાબુ.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here