રતન તાતા વિશ્વનાં સૌથી ધનવાનોની યાદીમાં કેમ નથી?

0
8311
રતન તાતા કેમ ધનવાનોની યાદીમાં નથી?

• એકવાર ઇન્ટરવ્યુમાં રતન તાતાને સવાલ કરવામાં આવ્યો કે, અંબાણી દુનિયાનાં સૌથી ધનવાનોનાં લિસ્ટમાં છે,અને તમે કેમ નથી? ત્યારે રતન તાતાએ નમ્રતાથી જવાબ આપ્યો કે, “અંબાણી વેપારી છે, અને ટાટા સન્સ ઉદ્યોગપતિઓ છે.” રતન તાતાનું સપનું ભારતને સુપરપાવર બનવાનું નહિ પરંતુ ભારતને સુખી પરિવાર બનવાનું છે.

• ભારતની કોઈ ટોપ MBA કોલેજનાં પ્રોફેસરે એક બહુ જ મોટી વાત કહેલી છે, “રોકાણ રિલાયન્સમાં કરો,અને કામ ટાટામાં કરો.”  કારણકે રિલાયન્સ કંપની સંપત્તિની વૃદ્ધિ કરી રહી છે. જયારે ટાટા કંપની પોતાનાં કર્મચારીઓનું ધ્યાન રાખી રહી છે, સેવા કરી રહી છે. પણ એવું કેમ કે, રિલાયન્સનાં મુકેશ અંબાણી દુનિયાનાં સૌથી ધનવાનોનાં લિસ્ટમાં છે, પણ રતન તાતા નથી.

રતન તાતા કેમ ધનવાનોની યાદીમાં નથી?• કેમ કે ટાટા કંપની દર વર્ષે પોતાનાં વાર્ષિક નફાની 66% રકમ દાનમાં આપે છે. 2015માં રિલાયન્સની વાર્ષિક આવક 44 બિલિયન ડોલર્સ(4400 કરોડ ડોલર્સ,હાલનાં ડોલરનાં ભાવ પ્રમાણે 2,972,497,000,000 રૂપિયા) હતી. જેની સામે ટાટા કંપનીની વાર્ષિક આવક 108 બિલિયન ડોલર્સ(10800 કરોડ ડોલર્સ, હાલનાં ડોલરનાં ભાવ પ્રમાણે 7,296,129,000,000 રૂપિયા) હતી.

• ટાટા ગ્રુપની 96 કંપનીઓનું સંચાલન ટાટા ગ્રુપની મુખ્ય કંપની ટાટા સન્સ કરે છે. ટાટા સન્સનાં મલિક,રતન તાતા કે હાલનાં ચેરમેન ઇશાત હુસૈન નહિ પરંતુ ટાટા ગ્રુપની અલગ અલગ ચેરીટેબલ સંસ્થાઓ છે. જેમાંની મુખ્ય સંસ્થાઓ સર દોરાબજી તાતા ટ્રસ્ટ, જે.આર.ડી ટાટા ટ્રસ્ટ અને રતન ટાટા ટ્રસ્ટ છે. ટાટા સન્સનાં 66% ચેરીટેબલ સંસ્થાઓને મળતાં હોવાથી રતન તાતાનાં વ્યક્તિગત સરવૈયાં પર તેની અસર થતી નથી. બસ આજ કારણોસર રતન તાતા દુનિયાનાં સૌથી ધનવાનોનાં લિસ્ટમાં નથી.

• 2015માં ટાટા કંપનીનું મૂડીરોકાણ 100 બિલિયન ડોલર્સ હતું. જો તે પ્રમાણે રતન તાતાની વાસ્તવિક મૂલ્યનો અંદાજો લગાવીએ તો $830 મિલિયન ડોલર્સ થાય, જે બિલ ગેટ્સ અને વૉરેન બફેટ કરતાં પણ વધારે છે. જો ટાટા કંપની તેના નફાની 66% રકમ દાનમાં ના આપતી હોય તો રતન તાતા દુનિયાનાં સૌથી ધનવાન વ્યક્તિ હોત ! ટાટા કંપનીની સૌથી સારી વાત, તેઓ તેમનો નફો દાનમાં આપે છે,અને તે જ કારણોસર ટાટા કંપનીની પાઘડીનું મૂલ્ય છેલ્લી પાંચ પેઢીઓથી વધતું જ જાય છે.

• 2012માં જેગુઆર જેવી ખીણમાં જઈ રહેલી કંપનીનો હાથ પકડી ફરી સફળતાનાં શિખરે પહોંચાડનારા રતન તાતા જ છે. ત્યાર બાદ તેમણે મધ્યમ વર્ગનાં લોકો પણ ખરીદી શકે તેવી નેનો કાર લોકો સમક્ષ લાવ્યાં. રતન તાતા દર વર્ષે ભારત અને અન્ય દેશોનાં સ્ટાર્ટઅપમાં રોકાણ કરી યુવાઓને હોંસલો આપે છે. તેઓ હમણાં જ, જયારે સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવાયા,અને ઇશાત હુસૈનને ચેરમેન બનાવાયા તેની વચ્ચેનાં દિવસોમાં ટાટાનાં કાર્યકારી ચેરમેન રહ્યાં.

રતન તાતા કેમ ધનવાનોની યાદીમાં નથી?

• દુનિયાની કોઈ તાકાત રતન તાતાને દુનિયાનાં સૌથી ધનવાન વ્યક્તિ બનતાં રોકી શકે તેમ નથી. પણ આ તો પારિવારિક પરંપરાને જાળવી રાખી છે એટલે. ભારતમાં કોઈનું આટલું જીગર નહીં હોય કે પોતાની કંપનીનાં ભાગમાં આવતી રકમમાંથી 66% રકમ દાનમાં આપી દે? – કોઇએ આ મેસેજ મને મોકલ્યો ! આ મેસેજ વાંચ્યા પછી તો 100℅ એમ કહેવું સાચું છે કે દુનિયાના સૌથી ખરા ધનવાન તો ટાટા જ છે. તેને ટા..ટા.. કેમ કહેવું?

►જાણો ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ વિષે◄

TATA STEEL એ એશિયાની સૌથી પહેલી અને ભારતની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની છે.

તાજ હોટેલ એ ભારતની સૌથી પહેલી એવી હોટેલ છે જેમાં ઈલેક્ટ્રીસીટી હોય.

TATA STEEL એ દુનિયાની 10 સૌથી શ્રેષ્ઠ સ્ટીલ ઉત્પાદક કંપનીઓમાંની એક છે.

TATA POWER એ ભારતની સૌથી મોટી ખાનગી વીજઉત્પાદક કંપની છે.

TATA COMMUNICATION એ દુનિયાની સૌથી મોટી Whole Sale Voice Carrier કંપની છે.

TATA MOTORS એ દુનિયાની 5 શ્રેષ્ઠ કોમર્શિયલ વિહિકલ્સ બનાવતી કંપનીઓમાંની એક છે.

TCS (Tata Consultancy Service) એ દુનિયાની 10 સૌથી શ્રેષ્ઠ IT સર્વિસ પુરી પાડતી કંપનીઓમાંની એક છે.

Tata Global Beverages એ દુનિયાની બીજા નંબરની સૌથી મોટી ચા ઉત્પાદક કંપની છે.

Tata Chemicals એ દુનિયાની બીજા નંબરની સૌથી મોટી સોડા ઍશ બનાવતી કંપની છે.

■ (1917 થી) ટાટા કંપની દુનિયાની પહેલી એવી કંપની છે,જે તેનાં કર્મચારીઓને મેડિકલ બેનિફિટ્સ આપતી હોય.

■ (1912 થી) ટાટા કંપની એ દુનિયાની પહેલી એવી કંપની છે જેણે 8 કલાક પ્રતિ દિવસની નીતિ શરુ કરી હોય.

રતન તાતા કેમ ધનવાનોની યાદીમાં નથી?મિત્રો રતન તાતા વિશેનો આ લેખ તમને સૌને ગમ્યો હશે એવી આશા રાખીએ છીએ. બીજા આવા લેખ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઈક કરો અને વેબસાઈટની મુલાકાત લો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here