ફાંસી કેમ વહેલી સવારે એટલે કે સૂર્યોદય પહેલાં જ આપવામાં આવે છે?

0
2613
અપરાધીઓને ફાંસીની સજા કેમ અવ્હેલી સવારે આપવામાં આવે છે?

સૂર્યોદય થતાં પહેલાં કેમ ફાંસી આપવામાં આવે છે?

ભારતીય હોવાને નાતે આ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં અપરાધીઓને મોટા અપરાધ માટે ફાંસીની સજા આપવામાં આવે છે. પરંતુ આપણે આજે જાણીશું કે આ ફાંસી વહેલી સવારે એટલે કે સૂર્યોદય પહેલાં જ કેમ આપવામાં આવે છે. જયારે કોઈ પણ અપરાધીને ફાંસી આપવામાં આવે છે ત્યારે જે માણસ ફાંસીના માંચડા પર અપરાધીને ચડાવે તેને જલ્લાદ કહે છે તે હાજર હોય છે. તેની સાથે એક ડોક્ટર હોય છે અને ન્યાયાધીશ એક પત્ર મોકલતા હોય છે. તે પત્ર મળતાં જ અધિકારી ફાંસીની પ્રક્રિયા શરુ કરી દે છે. આમ તો નિયમ હોય છે કે ખુલ્લામાં ફાંસીની સજા ન આપવી. દીવાલોની અંદર જ ફાંસીની સજા આપવી. તે દરમિયાન અમુક સ્પેશિયલ લોકો સિવાય બીજા કોઈને હાજર રહેવાની પરમિશન નથી હોતી. પણ આપણો પ્રશ્ન એ છે કે સૂર્યોદય પહેલાં જ કેમ ફાંસી આપવામાં આવે છે. ચાલો જાણીએ તે વિષે..

પ્રશાસનિક કારણ

ફાંસીની સજા આપવી તે ન્યાયાધીશ અને દરેક અધિકારીઓ માટે ખુબ જ મોટું કામ હોય છે. આ કામ વહેલી સવારે એટલા માટે કરવામાં આવે છે કારણકે તેનાથી બીજા કેડી અને અન્ય કોઈ સરકારી કામોમાં દખલ ન પહોંચે. ફાંસી આપતા પહેલાં ઘણી બધી પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં મેડીકલ ટેસ્ટ અને બીજા અગત્યનાં દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે. તેની સાથે દરેક સમયની નોંધ લેવામાં આવે છે. ફાંસી બાદ લાશને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવે છે. આ એક કારણ છે કે ફાંસી વહેલી સવારે આપવામાં આવે છે. આ કારણ એક અધિકારીક કારણ હતું હવે આપણે નૈતિક કારણ જોઈશું જે અપરાધીને હિતમાં લઈને છે.

અપરાધીઓને ફાંસીની સજા કેમ અવ્હેલી સવારે આપવામાં આવે છે?

નૈતિક કારણ

એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિને ફાંસીની સજા સંભળાવવામાં આવે છે તેના માટે આખા દિવસ દરમિયાન રાહ જોવી ઉચિત નથી. તેનાથી તેના મગજ પર ખરાબ અસર થાય છે. તેથી તેને ફાંસીના દિવસે સવારે વહેલો ઉઠાડવામાં આવે છે અને સૂર્યોદયથી પહેલાં નિત્યક્રિયાથી પરવારીને ફાંસી આપવામાં આવે છે. બીજું એક કારણ એ પણ છે કે તેના પરિવારજનોને લાશ વહેલી સોંપવામાં આવે તો અંતિમ સંસ્કાર માટે પણ પુરતો સમય મળી શકે.

સામાજિક કારણ

કોઈ પણ વ્યક્તિને ફાંસીની સજા સંભળાવવી એ એક દુઃખદ ઘટના છે અને આ વાતની અસર ખરાબ અસર સમાજમાં ન પડે એટલા માટે ફાંસીની સજા સૂર્યોદય પહેલાં આપવામાં આવે છે. જ્યાં સુધી સામાન્ય લોકોને ખબર પડે અને લોકો પ્રતિક્રિયા આપે તેની પહેલાં જ પ્રક્રિયા પૂરી થઇ ગઈ હોય તેથી આ સમયે ફાંસી આપવામાં આવે છે.

જેલ મેન્યુઅલ પ્રમાણે ફાંસીની સજા આપવાની તમામ કાર્યવાહી જેલ સુપરિન્ટેન્ડેન્ટે કરવાની હોય છે. આ માટે તે ચાહે તેની મદદ લઇ શકે છે. મૃત્યુદંડ આપતાં કેદીનું મોત ૧૫૦થી ૩૦૦ સેકન્ડમાં થઇ જવું જોઇએ. નિયમ પ્રમાણે ફાંસીગર મજબૂત કાઠીનો હોવો જોઇએ. જે દોરડાથી ફાંસી આપવાની હોય તેને તેલ પીવડાવી નરમ કરેલું હોવું જોઇએ.

કેવી રીતે થાય છે મોત?

કેદીને દોરડા પર લટકાવવામાં આવે ત્યારે શ્વાસનળી પર દબાણ આવે છે. રક્ત પરિવહનમાં અડચણ થતાં ચેતાતંત્રમાં ભંગાણ સર્જાય છે. આ બધાં કારણોથી મોત થાય છે.

અપરાધીઓને ફાંસીની સજા કેમ અવ્હેલી સવારે આપવામાં આવે છે?

બીજો ભવ સુધારવા પ્રાયશ્ચિત્ત

મૃત્યુદંડની સજા સામાન્ય રીતે એવા લોકોને જ થાય જેમણે જઘન્ય, અતિકઠોર ગુનો આચર્યો હોય. આવું કૃત્ય આચરનારા લોકો નિર્દયી જ હોય એવો એક સર્વસામાન્ય મત છે, પણ દરેક અપરાધી આવા નથી હોતા. તેમણે પોતાનું જીવતર તો રગદોળી નાખ્યું હોય છે, પરંતુ મૃત્યુને સુધારી પછીનો ભવ સુધારી લેવા માગતા હોય એમ મંગળભાવ જગાડતા હોય છે.

ફાંસીના માંચડે લટકતાં પહેલાં અપરાધીઓ કેવા પ્રકારની અંતિમ ઇચ્છા વ્યક્ત કરતા હોય છે એ અંગે ગુજરાત હાઈ કોર્ટના એડ્વોકેટ મુકેશ બી. દવેએ તેમના પુસ્તક ‘કારાગૃહના કાંકરેથી’માં લખ્યું છે કે ‘વડોદરા જેલમાં અમરા કાનજી, રાજકોટ જેલમાં ચુનીલાલ ઠક્કર અને સાબરમતી જેલમાં ડાયગો એન્થની ફાંસીએ ચડતાં અગાઉ ચક્ષુદાનનો સંકલ્પ કરતા ગયા જેનાથી અંધજનોની આંખમાં રોશની પ્રગટી. રાજકોટ જેલમાં બટુક રાઘવ નામનો કેદી પોતાના હાથે જેનું ખૂન થયેલું તે સરોજબાળાના આત્માની તેમ જ તેના પિતાની અંતઃકરણપૂર્વક જાહેર માફી માગીને ભજન ગાતો ગાતો ફાંસીએ ચડ્યો હતો.

અમદાવાદની સાબરમતી જેલમાં ઈશાક અહમદ નામનો કેદી ફાંસીના દિવસે જેલમાં મૌલવીને બોલાવી પોતાના પાપની કબૂલાત કરી અલ્લાહની ઇબાદત સાથે ફાંસીએ ચડ્યો. આ જ જેલમાં માંચડે લટકેલો કાના પરબત પટેલ નામનો કેદી પોતાના હાથે જેનું ખૂન થયું હતું તે બે પોલીસ કર્મચારીઓનાં બાળકોને નામે પોતાની મિલકતનું વિલ કરી પાપના ભારથી હળવા થવાના ભાવ સાથે ‘હું તો જાઉં છું મારે ગામ, સૌને છેલ્લા રામ-રામ’ એવું ભજન ગાતાં ગાતાં ફાંસીએ ચડ્યો હતો. રાજકોટના બહુચર્ચિત ત્રિપલ હત્યાકાંડના ગુનેગાર શશિકાંત માળીએ કિડનીદાન, ચક્ષુદાન અને દેહદાન કરી પોતાનો હવે પછીનો ભવ બગડે નહીં તેવો મંગળભાવ જગાડ્યો હતો.’

 

બીજા લેખ વાંચવા નીચે ક્લિક કરો :

આ પટેલે રૂ. 400થી શરુ કરેલા ધંધાને પહોંચાડ્યો 8000 કરોડ રૂ. સુધી

હનુમાનજીના બ્રહ્મચારી રૂપથી તો બધા પરિચિત છે.
પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે હનુમાનજીના લગ્ન થયા હતા અને તેમનું પત્નીની સાથે એક મંદિર પણ છે!

ડાયમંડ બિઝનેસ સાથે જોડાયેલા પાટીદાર પરિવાર પાસે રોલ્સ રોય્સ, ફેરારી, લેમ્બોર્ગિની, મર્સિડીઝ જેવી કાર્સનો કાફલો. જાણો એમના સફળતાની કહાની.

જીવનમાં સુખી થવા માટે અપનાવો પ્રમુખસ્વામી મહારાજના આ 10 સૂત્રો..

ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જીવનના 5 અદભૂત પ્રસંગો એક વાર અવશ્ય વાંચવા જોઈએ..

સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જાણો સફળતાના ૧૦ સુત્રો

પત્નીનું એકસીડન્ટ થયું પરંતુ ગામમાંથી જવા માટે પર્વત ઓળંગવો પડે એવું હતું. એમ્બ્યુલન્સ ન આવવાને કારણે તેની પત્નીનું મોત થયું. સાથે સાથે દશરથ માંઝીને પણ મન માં ગાંઠ બંધાઈ ગઈ અને તેણે પર્વત વચ્ચેથી રસ્તો કાપવાનું શરુ કર્યું. 22 વર્ષની મહેનત બાદ તેણે રસ્તો બનાવ્યો..વાંચો આખી કહાની..

શા માટે દરેક હિન્દુઓએ તિલક અને ચાંદલો કરવો જોઈએ?

વિદેશી કંપનીઓને હંફાવતા BALAJI વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણીની સફળતાના રહસ્યો.

પ્રાચીન ગ્રીક અને રોમ સંસ્કૃતિ વાંચતા એમ થાય કે આપણી સંસ્કૃતિ સારી છે.. પત્નીનું વેચાણ, જાહેરમાં શૌચ..

ગામ અને સરપંચ હોય તો આવા..

અપરાધીઓને ફાંસીની સજા કેમ અવ્હેલી સવારે આપવામાં આવે છે?

મિત્રો આ લેખ વાંચીને જ્ઞાનમાં થોડો વધારો તો થયો હશે. જો આ વાત બીજાને પણ મોકલવા માંગતા હોય તો તે અમારા માટે સારું રહેશે. અમારી વેબસાઈટમાં અલગ અલગ વિષયમાં લેખ મુકેલા છે તો આપ એ પણ વાંચી શકો છો. જો આપ લેખ લખતા હોય તો અમને મોકલી શકો છો અમારા મેઈલ પર : bornpedia@gmail.com

કોઈ પ્રતિભાવ અથવા સૂચન હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો.

આ લેખ વાંચવા બદલ આભાર.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here