વાઇટ બ્લડ સેલ ને પ્રાકૃતિક રૂપે વધારે છે આ 5 ખોરાક, રોજ કરો સેવન.

0
225

શું તમે જાણો છો વાઇટ બ્લડ સેલ આપણા શરીર માટે શા માટે જરૂરી છે? વાઇટ બ્લડ સેલ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જ્યારે આપણા શરીરમાં કોઈપણ પ્રકારના રોગનું સંક્રમણ થાય છે ત્યારે વાઇટ બ્લડ સેલ તેને વધતો અટકાવે છે. અને આવા કોઇપણ પ્રકારના ઈંફેક્શનથી બચાવે છે. જે લોકોના શરીરમાં વાઇટ બ્લડ સેલ ની સંખ્યામાં ઘટાડો થઇ જાય છે તેવા લોકો ખૂબ આસાનીથી કોઈપણ બીમારીની ચપેટમાં આવી જાય છે. પરંતુ અમુક કુદરતી ખોરાક ના કારણે તમારા સંખ્યામાં વધારો કરી શકાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા 5 ખોરાક વિશે કે જેના દ્વારા તમે પણ વધારી શકો છો તમારા શરીરની અંદર રહેલા વાઇટ બ્લડ સેલ.

ગ્રીન ટી

ગ્રીન ટી માં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. જે તમારા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાના કારણે તમારું મેટાબોલિઝમ સારું રહે છે, અને સાથે સાથે તમારી ઇમ્યુનીટી પણ વધે છે. ગ્રીન ટી ની અંદર નહિવત માત્રામાં કેલરી હોય છે જે તમારું વજન ઘટાડવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. આથી ગ્રીન-ટીનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે અને તમારા શરીરમાં વાઇટ બ્લડ સેલ માં વધારો થાય છે.

લસણ

લસણને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. કેમકે, તેની અંદર એન્ટીબેક્ટેરિયલ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી વાયરલ ગુણ હોય છે. જે તમારા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને વધારે છે, અને અનેક પ્રકારની બીમારીઓથી લડવામાં મદદરૂપ સાબિત થાય છે. તેની અંદર રહેલ એલિસિન નામનું તત્વ તમારા શરીરને કોઈ પણ પ્રકારના બૅક્ટેરિયલ ઇન્ફેક્શનથી લડવામાં મદદરૂપ સાબિત થાય છે. આથી જ નિયમિત રૂપે લસણનું સેવન તમારા શરીરની અંદર વાઇટ બ્લડ સેલ માં વધારો કરે છે જે ગંભીર બિમારીઓથી બચી શકાય છે.

દહીં

દહીની અંદર પણ અનેક પ્રકારના પોષક તત્વો હોય છે, જે તમારા પેટ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો નિયમિત રૂપે દહીનુ સેવન કરવામાં આવે તો તેના કારણે અનેક પ્રકારની બીમારીઓથી લઈ શકો છો. સાથે સાથે તમારા શરીરના વાઇટ બ્લડ સેલ માં પણ વધારો થાય છે.

ઝીંક યુક્ત આહાર

જો તમારા ભોજનની અંદર ઝીંક યુક્ત ખોરાક નો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરમાં વાઇટ બ્લડ સેલ ની સંખ્યામાં વધારો થાય છે. જેથી કરીને તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

વિટામીન સી યુક્ત આહાર

વિટામીન સી લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલની માત્રાને ઘટાડે છે. આ ઉપરાંત શરીરની અંદર રહેલા વાઇટ બ્લડ સેલ ને યોગ્ય રીતે કાર્ય કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. વિટામીન સી યુક્ત આહારનું સેવન કરવાના કારણે શરીરમાં વાઇટ બ્લડ સેલ ની સંખ્યામાં વધારો થાય છે. આથી ભોજનની અંદર હંમેશાને માટે વિટામીન સી યુક્ત આહાર જેવા કે શાકભાજી, ટમેટા, સિમલા મિર્ચ અને ખાટા ફળોનો ઉપયોગ વધારવો જોઈ

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here