જો તમારે પણ ઘટાડવો છે વજન, તો ડાયટમાં સામેલ કરો કોબીનું સૂપ.

0
467

વજન ઘટાડવા માટે એક્સરસાઇઝની સાથે સાથે ખાવા-પીવાની આદતોમાં પણ ધ્યાન રાખવું જોઈએ, કે જેથી કરીને તમારું વજન ખૂબ ઝડપથી ઘટી શકે. જો તમે પણ તમારું વજન ઘટાડવા ઈચ્છતા હોય તો તમારા સાંજના નાસ્તામાં જો કોબીના સુપને સામેલ કરવામાં આવે તો તે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. તેની અંદર રહેલા ફાઈબર લાંબો સમય સુધી ભૂખ લાગવા દેતા નથી. અને સાથે સાથે તમારા શરીરમાં કેલરીની માત્રા પણ ઘટી જાય છે. જે તમારો વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

1 કપ જેટલી પાકેલી કોપીમાં માત્ર 33 જ હોય છે, જે તમારા શરીરના વજનને વધારતી નથી. કોબીના શૂપના કારણે તમારા શરીરને ઊર્જા મળી રહે છે. પરંતુ તેની અંદર ફેટની માત્રા સાવ નહિવત માત્રામાં હોય છે. અને આથી જ તમારા શરીરની અંદર ફેટ જમા થતો નથી. અને સાથે સાથે શરીરની અંદર જમા થયેલ વધારાનું ફેટ પણ ઓગળી જતો હોય છે. તમારું વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

તેની અંદર રહેલ વિટામિન સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ તમારા મેટાબોલિઝમ સિસ્ટમ ને વધારે છે. અને સાથે-સાથે તમારા પાચનતંત્રને પણ મજબૂત કરે છે. જેથી કરીને તમારા શરીરની અંદર જમા થયેલ વધારાને કોલેસ્ટ્રોલ દૂર થઈ જાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કોબીના આ સૂપ બનાવવાની વિધિ કે જેના દ્વારા તમે પણ ઘટાડી શકો છો તમારો વજન.

બનાવવા માટેની સામગ્રી

 

એક કોબી

બે ઝીણી સમારેલી ડુંગળી

4 ઝીણા સમારેલા ટમેટા

1 ઝીણી સમારેલી સિમલા મિર્ચ

સ્વાદાનુસાર મીઠું

એક ચપટી કાળા મરીનો પાઉડર

સ્વાદ અનુસાર લીંબુ

સુપ બનાવવાની રીત

સૌપ્રથમ કોબી સીમલા મિર્ચી ટામેટા અને ડુંગળી ના નાના નાના ટુકડા કરી લો. અને ત્યારબાદ તેને પાણીથી બરાબર સાફ કરી લો.

હવે એક નોન સ્ટિક પેન ની અંદર થોડું એવું કુકિંગ ઓઇલ ઉમેરી, તેની અંદર ડુંગળીને ૨ થી ૩ મિનિટ સુધી આછા સોનેરી રંગની થાય ત્યાં સુધી પાકવા દો.

ત્યારબાદ તેની અંદર કોબી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ઉપરથી ચાર કપ જેટલું પાણી ઉમેરી દો.

હવે વાસણનું ઢાંકણું બંધ કરી ૨ થી ૩ મિનિટ સુધી પાકવા દો. અને ત્યારબાદ તેમાં ટામેટા અને કાળા મરીનો પાઉડર ઉમેરી બરાબર હલાવી લો.

ત્યારબાદ તેની અંદર કાપેલી સિમલા મિર્ચ ઉમેરી ઉપરથી ઢાંકણું બંધ કરી, આઠ થી 10 મિનીટ સુધી પાકવા દો.

ત્યારબાદ તેમાં ઉપરથી સ્વાદ વધારવા માટે લીંબુનો રસ ભેળવી દો. અને ગેસને બંધ કરી દો બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ગરમાગરમ કોબીનો સૂપ જે તમારા વજનને ઘટાડવા માટે રામબાણ ઈલાજ સાબિત થશે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here