શું વાહન પર તમારી કાસ્ટ કે વ્યવસાય ને લગતા સૂત્રો લખવા લીગલ છે? જાણી લેજો સાચી હકીકત નહિ તો પસ્તાશો.

0
324

મિત્રો તમે જોયું હશે કે ઘણા લોકો પોતાની બાઇક કે પછી કારની પાછળ અમુક વસ્તુઓ લખાવતા હોય છે. ઉદાહરણ તરીકે લઈએ તો ઘણા લોકો તેની બાઈક એ પછી કાર માં પોલીસ, પ્રેસ, લોયર, આર્મી, કે પછી ડોક્ટર જેવા શબ્દો લખાવતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આ શબ્દો અલગ અલગ વ્યવસાય અને સર્વિસ દર્શાવતા હોય છે. તમે જોયું હશે કે પોલીસ માં કામ કરતા લોકો તેની કાર કે બાઈક માં POLICE લખાવતા હોય છે. તમને પ્રશ્ન થતો હશે કે શું આ પ્રકારના શબ્દો લખાવા કાયદેસર છે? તો ચાલો જાણીએ સાચી હકીકત.

મિત્રો તમે પણ કોઈ વ્યવસાય કે પછી કોઈ નોકરી સાથે સંકળાયેલા હશો. દાખલા તરીકે જો કોઈ વ્યક્તિ પોલીસ, આર, એન્જિન કે પછી વકીલ માહોલ તેના વ્યવસાય પ્રમાણે તે પોતાના વાહન ની પાછળ ઇંગ્લીશ કે પછી ગુજરાતીની અંદર શબ્દો લખાવતા હોય છે. પરંતુ આપ કોઈ લોકો જાણતા નથી કે આ વસ્તુ લીગલ છે કે નહીં? પોતાના શોખ માટે તે પોતાની કાર કે બાઈક માં આ પ્રકારના શબ્દો લખાવતા હોય છે.

એ વાત સાચી છે કે તમે તમારા વ્યવસાય પ્રમાણે તમારી કાર કે પછી બાઈક ની પાછળ તમારા વ્યવસાય મુજબ કોઈ શબ્દો લખાવી શકો છો પરંતુ એક વાતનું ધ્યાન રાખવું પડશે, નહીં તો તમે કોઈ મોટી મુશ્કેલીમાં મુકાઈ જશો. એ વાત એ છે કે તમે તમારો ફેશન ગમે ત્યાં લખી શકો છો પણ તમારે આ શબ્દો કાર કે બાઈક ની નંબર પ્લેટ ઉપર ભૂલથી પણ લખવા જોઈએ નહીં.

જો તમે તમારી કાર અને બાઈક ના નંબર પ્લેટ ઉપર કોઈ પણ શબ્દ લખો છો તો તે કાયદેસરનો ગુનો ગણાય છે.આમ કરવાથી તમારે જેલ કે પછી કોઈ દંડ ભોગવવો પડે છે. તમારા ઉપર કાયદેસરનું ગુનો બની શકે છે. સરકારનો નિયમ છે કે તમારી બાઈક કે કારના નંબર પ્લેટ ઉપર નંબર સિવાય બીજું કંઇ પણ લખેલું હોવું જોઈએ નહી. એટલે કે તમારી નંબર પ્લેટ સાથે કોઈપણ છેડછાડ કરવી એ ગુનો ગણવામાં આવે છે.

એનો મતલબ એ થાય કે તમે તમારો વ્યવસાય તમારી કાર કે બાઈક માં લખી શકો છો પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું થશે કે એ વસ્તુ તમારા નંબર પ્લેટ પર હોવી જોઈએ નહીં. તમે તમારા વ્યવસાય કાચ ઉપર કે પછી કાર કે બાઈક ના બીજા કોઈ પણ ભાગ ઉપર લખી શકો છો. આમ કરવાથી કોઈ ગુનો બનશે નહીં. પરંતુ નંબર પ્લેટ સાથે ભુલથી પણ છેડછાડ કરવામાં આવશે તો તમે કાયદેસરના ગુનેગાર ગણાશો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here