ઉત્તરાખંડનું લાખા મંડળ ગામ કે જ્યાં દુર્યોધનને પાંડવોને મારવા બનાવ્યો હતો લાક્ષાગ્રહ.

0
197

મહાભારત ની અંદર જ્યારે યુધિષ્ઠિરે યુવરાજ ઘોષિત કરી દેવામાં આવ્યા ત્યારે દુર્યોધનને આ વાત જરા પણ પસંદ આવી ન હતી. અને તેને પાંડવો ઉપર ઈર્ષ્યા થવા લાગી હતી. જેથી કરીને તે પાંડવોને મારવા માટે કોઇપણ હદ સુધી જઇ શકે તેમ હતો. આ માટે દુર્યોધન એ એક લાક્ષાગૃહ બનાવ્યો. જેની અંદર છળકપટથી તેણે પાંડવો તથા માતા કુંતીને નગરના પરિભ્રમણ માટે મોકલ્યા અને આ મહેલની અંદર વિસ્તાર કરવા માટે કહ્યું.

દુર્યોધન દ્વારા બનાવવામાં આવેલો લાક્ષાગૃહ લાખ, મીણ અને ઘાસ વગેરે જેવી વસ્તુઓમાંથી જ બનેલો હતો. દુર્યોધને એવી યોજના બનાવી હતી કે તે પાંડવોને આ મહેલની અંદર સળગાવીને ભસ્મ કરી દેશે. પરંતુ જ્યારે દુર્યોધને આ મહેલની અંદર આગ લગાવી ત્યારે પાંડવોએ સમય સુધી ના કારણે તે મહેલમાંથી બહાર નીકળવામાં સક્ષમ રહી ગયા અને પોતાનો જીવ બચાવી લીધો.

ઉત્તરાખંડમાં છે આ જગ્યા કે જ્યાં બનાવવામાં આવ્યો હતો લાક્ષાગૃહ

આમ તો જે સમયે લાક્ષાગૃહ બનાવવામાં આવ્યો હતો ત્યારથી તેને સળગાવીને ભસ્મ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આજે પણ એ જગ્યા મોજુદ છે કે જે જગ્યાએ દુર્યોધનને આ મહેલ બનાવ્યો હતો. દુર્યોધને આ મહેલ ઉત્તરાખંડના લાખા મંડળની એક પ્રાચીન ગુફામાં બનાવેલો છે. માન્યતા છે કે આ જગ્યાએ દુર્યોધનને લાક્ષાગૃહ નું નિર્માણ કર્યું હતું અને આથી જ જગ્યાએ દેવભૂમિ ના નામથી ઓળખવામાં આવે છે.

ઉત્તરાખંડના દહેરાદુન જિલ્લાના જૈનસર વિસ્તારમાં આ ગામ આવેલું છે. જે દેહરાદૂનથી અંદાજે 130 કિમી દૂર આવેલું છે. લાખા મંડળ ગામ કુદરતી સુંદરતા ની વચ્ચે જમના નદીના કાંઠે વસેલું એક ગામ છે. જે જગ્યાએ અનેક શંકર ભગવાનની પ્રાચીન ગુફાઓ તથા અવશેષો મળી આવે છે.

એક એવી પણ માન્યતા છે કે જ્યારે  લાક્ષાગ્રહને સળગાવી દેવામાં આવ્યો હતો. ત્યારે પાંડવોએ ત્યાંથી પોતાનો જીવ બચાવવા માટે એક ગુફાનું મદદ લીધી હતી. અને આજે પણ એ ગુફા તે જગ્યાએ આવેલી છે.

ભગવાન શંકરનું એક પ્રાચીન મંદિર

આ જગ્યાએ ભગવાન શંકરનું એક પ્રાચીન મંદિર પણ આવેલું છે જે આ જગ્યાની એક આકર્ષણ છે. આ મંદિર ભગવાન શંકરની ખૂબ જ આકર્ષક ગ્રેફાઈટ માંથી બનેલી શિવલિંગ છે. અને આ જગ્યાએ ખોદકામ કરતાં ભગવાન શંકરની વિભિન્ન આકારની અને પૌરાણિક સમયથી શિવલિંગો મળે છે. આ ક્ષેત્રની અંદર એક એવી માન્યતા પ્રચલિત છે કે આ જગ્યાએ પાંડવો દ્વારા અજ્ઞાતવાસ સમયે ભગવાન શંકર ની સ્થાપના કરવામાં આવી હતી.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here