માતાજીનું અદભુત મંદિર જ્યાં અખંડ જ્યોતમાંથી બીજું કાંઈ નહીં પરંતુ નીકળે છે કેસર!

0
459

ભારત દેશ વિવિધતામાં એકતાનો દેશ છે અને ભારત દેશની અંદર હજારો લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. ભારત દેશની અંદર અનેક એવા પ્રાચીન મંદિરો આવેલા છે જેની અંદર અનેક પ્રકારના એવા રહસ્યમય વસ્તુઓ છે જેના વિશે કોઈ પણ મનુષ્ય વિચારી પણ ન શકે. ભારત દેશની અંદર આવેલા મોટા ભાગના મંદિરો પાછળ અમુક વિશેષ પ્રકારના રહસ્યો છુપાયેલા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મધ્યપ્રદેશની અંદર આવેલા એવા જ એક મંદિર વિશે કે જેના દીવાની જ્યોત માંથી નીકળે છે કેસર.

આઈ જી માતાનું મંદિર

જી હા, મિત્રો મધ્યપ્રદેશની અંદર આઈજી માતાજીનું મંદિર આવેલું છે કે જેની અંદર છેલ્લા 550 વર્ષથી ઘીની અખંડ જ્યોત જલી રહી છે. આ જ્યોતની ખાસ વાત એ છે કે તે જ્યોત માંથી કેસર ટપકે છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈપણ દીવાને સળગાવવામાં આવે છે ત્યારે તેની ઉપર કાળા રંગનો પદાર્થ નીકળે છે. પરંતુ આ મંદિરની વિશેષતા એ છે કે તેમાં અંદરથી કેસર નીકળે છે.

કહેવાય છે કે માતાનું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. અને અહીંયા ભક્તોના દરેક દુઃખને દૂર કરવા માટે સ્વયં માતાજી આવ્યા હતા. અને આથી જ આ મંદિરનું નામ આઈજી માતા રાખવામાં આવ્યું છે. ત્યાંના લોકોની એવી શ્રદ્ધા છે કે આ જ્યોતના દર્શન કરવાથી લોકોની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. અંદાજે વર્ષ 1456 માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અને ત્યારથી લઈને અત્યાર સુધી ભક્તો આ મંદિરની અંદર પૂજા-અર્ચના કરે છે તથા ભક્તિભાવથી ત્યાં દર્શન કરવા આવે છે. આ મંદિરની અંદર માતાજીની એક ગાદીની સ્થાપના કરવામાં આવી છે. અને લોકો તેના દર્શન કરવા માટે દૂર-દૂરથી વધારે છે.

અહીંયાના લોકોની એવી માન્યતા છે કે આ મંદિરની અંદર ચાલી રહેલી અખંડ જ્યોત માંથી જે કેસર નીકળે છે. તે કેસર જો કોઈ પણ વ્યક્તિ પોતાના આંખમાં લગાવી લે તો તેના કારણે આંખને લગતા દરેક રોગ દૂર થઈ જાય છે. ખાસ કરીને નવરાત્રીના સમયે આ જગ્યાએ ભક્તોની ભીડ વધુ હોય છે.

આ છે પૌરાણિક કથા

એક પૌરાણિક કથા ની માન્યતા અનુસાર દિવાન વંશના રાજા માધવ જ્યારે અચાનક ગાયબ થઈ ગયા હતા. ત્યારે માતા તેને ગોતવા માટે નીકળી હતી અને રાજા માધવ માતાને આ જગ્યાએ મળ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી હજી આ જગ્યાએ માતા બિરાજમાન છે. અને આ જગ્યાએ માતાજીની અંદાજે 550 વર્ષથી એક અખંડ જ્યોત શરૂ કરવામાં આવી છે. લોકોની માન્યતા એવી છે કે આ અખંડ દિપક માંથી નીકળતી જ્યોત માંથી કેસર નીકળે છે. અને આ કેસર લોકોની આંખોની દરેક સમસ્યાને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

આ ઉપરાંત લોકોની એવી માન્યતા પણ છે કે જો કોઈપણ વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી માતાના મંદિરે દર્શન કરવા આવે તો તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. અને સાથે સાથે આંખોને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા ધરાવતા વ્યક્તિઓ દૂરથી આ જગ્યાએ માતાના આશીર્વાદ મેળવવા માટે અને તેની આ અખંડ જ્યોત માંથી કેસર મેળવી તેને પોતાની આંખોમાં લગાવવા માટે તથા પોતાની આંખોના દરેક રોગોને દૂર કરવા માટે આવતા હોય છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here