ઉનાળાની ઋતુમાં અનેક પ્રકારનાં વ્રત આવતા હોય છે. લોકો વ્રત રાખતી વખતે ફરાળી વાનગી ખાવાનું પસંદ કરતા હોય છે.આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે બનાવી શકો છો રાજગરાના પરોઠા તો ચાલો જાણીએ તેની રેસિપી.
જરૂરી સામગ્રી
1 કપ રાજગરો
ચાર બટેટા
1 ચમચી આદુની પેસ્ટ
૧ લીલું મરચું
દોઢ ચમચી તેલ
2 ચમચી મીઠું
બનાવવાની રીત
સૌપ્રથમ બટાટાને બાફી લો અને ત્યાર બાદ તેને ઠંડા થવા દો અને ઉપરથી બધી જ છાલ કાઢી લોત્યારબાદ તેને મસળીને માવો બનાવી લો.
હવે એક વાસણની અંદર રાજગરાનો લોટ લઇ તેની અંદર બાફેલા બટેટાનો છુંદો ઉમેરી દો.ત્યારબાદ તેની અંદર આદુની પેસ્ટ, ઝીણી સમારેલી ધાણા ભાજી, લીલા મરચા ની પેસ્ટ, સિંધવ નમક અને તેલ ઉમેરી તેને બરાબર મિક્સ કરી દો.ત્યારબાદ તેની અંદર જરૂર મુજબનું પાણી ઉમેરી એકદમ કડક લોટ બાંધી લો. જેથી કરીને પરોઠા બનાવવામાં આસાની રહે.ત્યારબાદ ગેસ ઉપરતવો ગરમ કરવા માટે રાખી દો અને જ્યારે તે બરાબર ગરમ થઈ જાયત્યારબાદ તેની અંદર પરોઠા ને બંને બાજુ બરાબર રીતે શેકી લો.
બસ તૈયાર છે એકદમ ગરમાગરમ સ્વાદિષ્ટ પરોઠા જેને તમે બટેટાના શાક સાથે ખાઈ શકો છો.
રાજગરાના પરોઠા ના ફાયદા
રાજીગરો એકમાત્ર એવું અનાજ છેજેની અંદર ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે સાથે સાથે તેની અંદર દૂધ કરતાં પણ વધુ માત્રામાં કેલ્શિયમ હોય છે. આ ઉપરાંત તેની અંદર અનેક પ્રકારના પોષક તત્વો અને ખનીજ તત્વો હોય છે.તેનું સેવન કરવાના કારણે તમારા શરીરને અનેક પ્રકારના પોષક તત્વો મળે છે. સાથે સાથે તમે અને પ્રકારના રોગ જેવા કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ત્વચા સંબંધી સમસ્યા, કોલેસ્ટ્રોલ, મોટાપો, વધતું જતું વજન વગેરે માંથી છુટકારો મેળવી શકો છો.
આ ઉપરાંત તેનું સેવન કરવાના કારણે તમે માઈગ્રેનની સમસ્યા માંથી અને કાયમી માટે માથાના દુખાવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો. આમ ઉનાળાની ઋતુમાં જો તમે પણ એકદમ હળવું ફરાળ ખાવાનું પસંદ કરતા હોય તો, તમારા માટે રાજગરાના પરોઠા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અને સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે.
અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા મે આજે જ JBTL Media પેજ લાઇક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.