ચમકી ઉઠશે તમારું કિસ્મત, જો તુલસીમાતા ની પૂજા માં બોલવામાં આવશે આ બે શબ્દ નો મંત્ર.

0
698

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર તુલસીને એક માતાના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. દરેક વ્યક્તિ સવારે નાહી ધોઈ ને પૂજા પાઠ કરીને તુલસીની પૂજા કરતા હોય છે. આયુર્વેદની દૃષ્ટિએ પણ જોવામાં આવે તો દુનિયાની અંદર તુલસી એક સૌથી પવિત્ર ને સ્વાસ્થ્ય પ્રદાન કરવાવાળો છોડ છે. તેથી હિન્દુ શાસ્ત્રોની અંદર માતા તુલસીનું એક અલગ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
તૂલસીનો છોડ દિવ્ય ગુણોથી ભરપૂર હોય છે. હિન્દુ શાસ્ત્રો ની એક કથા અનુસાર તૂલસી ની ડાળી દ્વારા વીષ્ણુ ભગવાન નું મનસન્તાપ દુર થઇ ગયું હતું તેથી પુરુષને હરિપ્રિયા નામ થી પણ ઓળખવામાં આવે છે. તૂલસી ના છોડ ની અંદર દરેક તીર્થધામ રહેલા છે. તૂલસીના મધ્ય ભાગની અંદર દેવી-દેવતાઓનો વાસ હોય છે. જ્યારે તેના ઉપરના ભાગની અંદર વેદોનો વાસ હોય છે. તૂલસીના દર્શન માત્રથી તમારા દરેક પાપ દૂર થાય છે.

જો નીયમિત રીતે માતા તૂલસીની આરતી કરવામાં આવે તો તમારા જીવનના દરેક દુઃખો પણ દૂર થતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ભગવાનની પૂજા નહીં થાળી ની અંદર માતા તુલસીના પાન મૂકવામાં આવે છે. ખાસ કરીને વિષ્ણુ પૂજા ની અંદર આ પાનનું ખૂબ મોટું મહત્વ હોય છે. માતા તુલસીની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થતા હોય છે. આ ઉપરાંત તુલસી પાન થી વ્રત, યજ્ઞ, જપ, હોમ, હવન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.મિત્રો આજે તમને તુલસિ થી જોડાયેલી એક એવી વાત જણાવીશું કે જેના દ્વારા તમારા જીવનના દરેક કષ્ટો અને પાપો માંથી મનુષ્યને મુક્તિ મળશે. આપણે સવારે નાહી ને તુલસિની અર્ચના કરતા હોઈએ છીએ તથા તેને જળ ચડાવતા હોઈએ છીએ. પરંતુ જો તમે પૂજાની સાથે-સાથે અમે જણાવેલા બે અક્ષરના મંત્રનું ઉચ્ચારણ કરશો તો તમને ખૂબ મોટો ફાયદો જોવા મળશે. જ્યારે તમે કોઈ કાર્ય માટે તુલસિ નું પાન દોડો છો ત્યારે આ મંત્ર અચૂક બોલો જોઈએ. આ મંત્ર નીચે પ્રમાણે છે.
ૐ सुभद्राय नमः
ૐ सुप्रभाय नमः

ત્યારબાદ તમારે તુલસી માતા માટેનો બીજો મંત્ર બોલવાનો રહેશે. જે આ પ્રમાણે છે ” मातास्तुलसी गोविन्द हृदयानन्द कारिणी नारायणस्य पूजार्थे चिनोमि त्वा नमोस्तुते ” જો તમે આ મંત્રનો ઉચ્ચારણ તમારી ભાષામાં ન કરી શકતા હોય તો તમારે આ બોલવાનું રહેશે. “તુલસી માતા ચાલો તમને ગોવિંદ બોલાવે છે તેમે અમારી જોડે ચાલો અને તેમના પ્રસાદ માં તમારે બિરાજવાનું છે.” આજે તમારે મંત્રોચાર કરીને જ તુલસીના પાનને તોડવા જોઈએ. આ ઉપરાંત જ્યારે તમે તુલસીમાતા ને જળ અર્પણ કરતા હોય ત્યારે તમારે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. “महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी आधी व्याधि हरा नित्य, तुलसी तंव नमोस्तुते”.

મિત્રો તમારે તુલસીના પાન તોડતી વખતે અને તેને જળ ચડાવતી વખતે ઉપર જણાવેલા મંત્રનો ઉચ્ચારણ જરૂરથી કરવું જોઈએ. આમ કરવાથી તમારી દરેક મુશ્કેલીઓ અને કષ્ટો દૂર થાય છે. તમારું કિસ્મત તમારો સાથ આપશે. તુલસીમાતા ખુશ થઈને તમારા ઘરમાં રહેલી દરેક પરેશાનીઓને દૂર કરશે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુના પણ આશીર્વાદ તમારા ઘરની અંદર બની રહેશે. જ્યારે પણ તમે ભગવાન કૃષ્ણ અને પ્રસાદ કરો ત્યારે તેની સાથે તુલસીનાં બે પાન પણ ધરવા જોઈએ જેથી કૃષ્ણ ભગવાનના આશીર્વાદ પણ તમને મળી રહે.

તુલસી ને જળ સાથે આ વસ્તુ પણ ચડાવવી છે લાભદાયક.

મિત્રો માતા તુલસીની પૂજા કરતી વખતે તમારે સિંદૂર કે પછી હળદર પણ ચડાવવું જોઈએ. આ ઉપરાંત અમે તુલસીને ગાયનું કાચું દૂધ પણ જણાવી શકો છો. ત્યારબાદ તમારે ઘીનો દીવો કરી ને માતા તુલસીની પૂજા કરવી જોઈએ. સવારે અને સાંજના સમયે તુલસી ની પૂજા કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત તમારા આંગણામાં રહેલો તુલસી નો છોડ નકારાત્મક શક્તિઓને પણ તમારા ઘરથી દૂર રાખે છે. અને તમારા ઘરની પવિત્રતા જળવાઈ રહે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here