નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી સત્ય પ્રેમ કહાની વિશે કે જે દરેક વ્યક્તિને ખૂબ ગમશે. આ કહાની છે એક ગામડા મા રહેતી છોકરીની કે જે ભણવા લખવામાં ખૂબ જ હોશિયાર હતી. પરંતુ પોતાના ગામમાં આગળ ભણવાની સુવિધા ન હોવાના કારણે તે ભણવા માટે શહેરમાં જતી રહી. શહેરમાં ભણવા માટે તેણે એક ભાડાનું મકાન રાખ્યું અને તેની અંદર પોતાની સહેલીઓ સાથે રહેવા લાગી.
જે ઘરમાં આ છોકરી રહેતી હતી એ જ ઘરમાં તે ઘરના મકાનમાલિક અને તેમના ધર્મપત્ની રહેતા હતા. જેથી કરીને આ છોકરીઓ ક્યારેય પણ આ ઘરમાં પોતાની જાતને એકલી મહેસુસ કરતી ન હતી. આ છોકરીઓ દરરોજ સાંજે પાર્કમાં ફરવા જતિ અને આખો દિવસ ના કામકાજના થાક ને ત્યાં જઈને દૂર કરતી. આ પાર્કની અંદર સામાન્ય રીતે મોટી ઉંમરના વ્યક્તિઓ સવાર-સાંજ કસરત કરવા આવતા હતા.
પરંતુ એક દિવસ એવી ઘટના બની કે આ છોકરીઓ જ્યારે પોતાના ઘરે પાછી ફરી રહી હતી ત્યારે એક છોકરો સતત તેનો પીછો કર્યા કર્યો, અને પીછો કરતા કરતા તે આ છોકરીઓ ના ઘર સુધી આવી પહોંચ્યો. જ્યારે છોકરીઓને આ વાતની જાણ થઈ ત્યારે છોકરીઓ તો સૌથી પહેલા ડરી ગઈ. ત્યારબાદ બધી છોકરીઓ ને સમજાઈ ગયું કે હકીકતમાં તે છોકરો ગામડામાંથી ભણવા આવેલી આ છોકરીનો પીછો કરી રહ્યો હતો.
આ છોકરો ઘરની બહાર થોડી વખત ઉભો રહ્યો અને ત્યારબાદ કંઈ પણ બોલ્યા વગર પાછો જતો રહ્યો. બે થી ત્રણ દિવસ આ રીતે છોકરો ઘરની બહાર ઊભો રહેતો અને ત્યાંથી જતો રહેતો. ધીમે ધીમે છોકરીઓને ડર લાગવા લાગ્યો જેથી કરીને છોકરીઓએ આ છોકરા સાથે વાત કરવાનું નક્કી કર્યું.
બીજે દિવસે જ્યારે પાર્કમાં બધી છોકરીઓ એકસાથે ગઈ ત્યારે આ છોકરી પેલા છોકરા ની પાસે જઈને ઉભી રહી. તેણે પોતાની એક સહેલીને થોડે દૂર ઊભી રાખી હતી, કે જેથી કરીને છોકરો કોઈ હરકત કરે તો તેના કારણે તેની સહેલી બીજા વ્યક્તિઓને મદદ માટે બોલાવી શકે. આ છોકરીને પાર્કમાં પોતાની સામે ઊભેલી જોઈ છોકરો તે છોકરી તરફ ગયો.
છોકરીએ હિંમત કરીને છોકરાને તેનો પીછો કરવા માટેનું કારણ પૂછ્યું. ત્યારે તે છોકરાએ ખૂબ જ નિર્દોષતાથી કહ્યું કે ચાર દિવસ પહેલાં તે છોકરી પોતાના પગનું એક ઝાંઝર આ પાર્કની અંદર ભૂલી ગઈ હતી. જેથી કરીને આ ઝાંઝર પાછું આપવા માટે તે છોકરો તેનો પીછો કરી રહ્યો હતો. પરંતુ છોકરા ની અંદર તે છોકરી સાથે વાત કરી આ ઝાંઝર પાછું આપવાની હિંમત ન હતી, અને આથી જ તે ત્યાંથી પાછો જતો રહેતો હતો.
જ્યારે છોકરી ને પેલા છોકરાને આ નિર્દોષતાને ખબર પડી ત્યારે તે બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ, અને આ મિત્રતા આગળ જતા ગાઢ પ્રેમ ની અંદર પરિવર્તિત થઈ ગઈ.
અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો..