આ છે દુનિયાના ૧૦ સૌથી મોંઘા ઘર, અંબાણીનું એન્ટિલિયા છે બીજા નંબર ઉપર.

0
943

સમગ્ર દુનિયાની અંદર એવા હજારો-લાખો ઘર હશે જેની કિંમત કોઈપણ સામાન્ય વ્યક્તિ વિચારી પણ ન શકે. આવા ઘરોના બનાવટના સામાન થી લઈ અને ઘરની ડિઝાઇન સુધીની દરેક વસ્તુ યુનિક હોય છે. આ ઘરો ની ડિઝાઇન કઈક એવી રીતે બનાવવામાં આવેલી હોય છે કે જેથી કરીને તે સમગ્ર વિશ્વના સૌથી મોંઘા ઘરો બની રહે છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે ભારત દેશની અંદર મુકેશ અંબાણી હાલમાં દેશના સૌથી મોંઘા ઘર એન્ટિલિયા ની અંદર રહે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ દુનિયાના ૧૦ સૌથી મોંઘા ઘરો અને તેની કિંમત વિશે.

1. બકિંગહામ પેલેસ

બ્રિટનના બકિંગહામ પેલેસ ની કિંમત અંદાજે 156 કરોડ ડોલર છે.(1.5 અરબ ડોલર) આ મકાનની અંદર અંદાજે 775 જેટલા રૂમ આવેલા છે. જેની અંદર બાગ 52 શાહી બેડરૂમ અને ૧૮૮ સ્ટાફરૂમ છે. આ મહેલની અંદર 92 ઓફિસ આવેલી છે અને તમને જણાવી દઈએ કે 77000 વર્ગ મીટરની અંદર ફેલાયેલા આ પેલેસની અંદર રાણી એલિઝાબેથ રહે છે. જે હાલમાં લન્ડન ની અંદર આવેલ છે.

2. એન્ટિલિયા

મુકેશ અંબાણી નું ઘર એંટીલિયા 27 માળનું છે, જે મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ ઉપર આવેલ છે. જેની અંદર 168 કાર પાર્ક કરી શકવાની વ્યવસ્થા છે. સાથે સાથે તેની છત ઉપર એક સાથે ત્રણ હેલિપેડ પણ બનાવવામાં આવેલા છે. ૧ અરબ ડોલરની કિંમતમાં બનાવવામાં આવેલું આ મકાન ૨૭  માળનું છે. જેની અંદર આલીશાન બંગલા, મંદિર, બગીચો, હોમ થિયેટર, હેલ્થ સેન્ટર વગેરે જેવી આધુનિક સુવિધાઓ રાખવામાં આવેલી છે. આ બંગલો અંદાજે ૪૦ હજાર સ્ક્વેર ફીટ ની અંદર બનાવવામાં આવેલો છે.

 3. વિક્ટોરિયન  હાઉસ

વિક્ટોરિયન હાઉસ ની કિંમત અંદાજે 980 મિલિયન ડોલર છે. આ ઘરની અંદર જીમ થી લઈ સિનેમાઘર સુધીની દરેક સુવિધાઓ મોજુદ છે. આ ઘરની અંદર એક સાથે પાંચ માળ આવેલા છે. અને દરેક માળ ઉપર અલગ-અલગ ટેકનોલોજીવાળા ઇફેક્ટ લગાવવામાં આવેલી છે. આ ઘર યુક્રેનના કારોબારી મહિલા એલેના નું છે.

4. સેવન ધ પેનિકલ

અમેરિકાના બર્ફીલા વિસ્તારની અંદર આવેલા આ ઘરની કિંમત અંદાજે 944 મિલિયન ડોલર છે. જેની અંદર 123 રૂમ આવેલા છે. 56 હજાર સ્ક્વેર ફીટ ની અંદર ફેલાયેલા આ ઘરની અંદર સ્કી રિસોર્ટ પણ આવેલો છે. સાથે-સાથે તેની અંદર 10 શાહી બેડરૂમ અને એક્ઝિમ તથા મસાજ રૂમ પણ આવેલો છે.

5. મૈસન એમિટી

આ ઘરને ડોનાલ્ડ ટ્રમ્પે 2008માં ખરીદ્યું હતું. આગળ અમેરિકાના પાન બીચ પર બનેલું છે. જેને ફ્રેન્ડશીપ હાઉસના નામે પણ ઓળખવામાં આવે છે. આ ઘરની અંદર બુલેટ-પ્રૂફ વિન્ડો લગાડવામાં આવેલી છે. આ ઘર અંદાજે ૬૦ હજાર સ્ક્વેર ફીટ ની અંદર ફેલાયેલું છે. જેની અંદાજિત કિંમત 913 મિલિયન ડોલર છે.

6. અમેરિકાનું હાલા રેંજ

અમેરિકાના કોલોરોડો માં બનેલા આ ઘરને 2006માં સાઉદી અરબના સુલતાને વેચ્યું હતું. જેની અંદર 15 સાહિબ બેડરૂમ આવેલા છે. આ ઘરની કિંમત 821 મિલિયન ડોલર છે.

7. વિલા લિયોપોલ્ડા

ફ્રાન્સ ની અંદર બનેલા આ કારના માલિક અરબપતિ મીખાયેલ છે. આ ઘરની કિંમત 457 મિલિયન ડોલર છે. અને તે 27000 સ્ક્વેરફુટ ની અંદર ફેલાયેલું છે. જેની અંદર 11 બેડરૂમ અને બાથરૂમ જેવી સુવિધાઓ રાખવામાં આવેલી છે.

8. એલિસન એસ્ટેટ

આ ઘરની કિંમત અંદાજે ૨૦૦ મિલિયન ડોલર છે અને તે કેલિફોર્નિયાની અંદર આવેલ છે. આ ઘરની અંદર ટી હાઉસ, બાદ હાઉસ, એક સ્વિમિંગ પુલ, તથા જીમ જેવી દરેક સુવિધાઓ રાખવામાં આવેલી છે.

9. પેન્ટહાઉસ

છ હજાર સ્ક્વેર ફીટ ની અંદર ફેલાયેલા આ ઘર ના દરેક ફ્લેટ ખૂબ જ મોંઘા છે. આ ઘરની દરેક બારીઓ બુલેટ-પ્રૂફ કાર બનાવવામાં આવેલી છે. અને આ ઘરની કિંમત 137 મિલિયન ડોલર છે.

10. બિલ ગેટ્સનું અનુડા

આ ઘર કેટલાય વર્ષો સુધી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ના લિસ્ટની અંદર આવેલા બિલગેટ્સનું છે. જે વોશિંગ્ટન ની અંદર આવેલું છે. અને તેની અંદર 60 ફૂટ નો પુલ બનાવવામાં આવેલો છે. તેની અંદર અન્ડરવોટર મ્યુઝિયમ પણ આવેલુ સાથે સાથે આ ઘરની કિંમત ૧૨૫ મિલિયન ડોલર જેટલી છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here