જાણો ટાઈટેનિક કેવી રીતે ડૂબ્યું : ટાઈટેનિકનો રોમાંચિત કરી દે તેવો ઈતિહાસ (એક વાર જરૂર વાંચજો મજા આવશે)

0
1778
ટાઈટેનિક ડૂબ્યું
ટાઈટેનિક ડૂબ્યું

વર્ષ :ઈ. સ.૧૯૧૨

ઘટના:ટાઈટેનિક ડૂબી ગયું

છેલ્લા સો-એકસો પાંચ વર્ષમાં જગતના દરિયામાં દસેક હજાર કરતાં વધારે જહાજો અકસ્માતગ્રસ્ત થયાં છે. ડૂબી ગયાં છે. પરંતુ એ પૈકી એક જ નામ પોણા ભાગની વસ્તીને યાદ છે અને એ છે : ટાઈટેનિક.

કારણ ? ટાઈટેનિક પહેલાં ઘણાં જહાજોએ યુરોપથી અમેરિકાની સફર ખેડી હતી. અનેક જહાજો તેનાથી પણ મોટાં હતાં. છતાં ટાઇટેનિક જેવી પ્રસિદ્ધિ પામ્યાં ન હતાં.ટાઇટેનિકની વાહવાહી થવાનું કારણ તેની ભવ્યતા અને તેમાં સવાર થયેલા સેલિબ્રિટી મુસાફરો હતા. માટે એ જહાજે ભારે નામના મેળવી હતી. વળી ટાઇટેનિક ક્યારેય ડૂબે નહીં એવું તેનું બાંધકામ છે, એવી ગેરમાન્યતા પણ ફેલાઈ હતી. જોકે ટાઇટેનિકનું તળિયું વિવિધ ૧૬ ભાગોમાં વહેચાયેલું હતું એટલે સરળતાથી ડૂબે એમ ન હતું એ વાત પણ થોડે અંશે તો સાચી હતી.

  • આ જહાજ પોતે જ સેલિબ્રિટી બની ચૂક્યું હતું.

ઈંગ્લેન્ડે યુરોપથી અમેરિકાની ખેપ મારવા માટે વ્હાઇટ-સ્ટાર લાઈન કંપની પાસે વૈભવશાળી જહાજ તૈયાર કરાવ્યું. ટાઇટેનિક નામ આપ્યું અને તેમાં કોઈ જહાજમાં ન હોય તેવી સુવિધાઓ હોવાથી ઇંગ્લેન્ડના ભદ્ર સમાજે ટિકિટો નોંધાવી. ટિકિટો મોંઘી હતી એટલે આમ મુસાફરોને પોસાય એમ પણ ન હતી.

an image from titanic movie
  • ૧૦૪ ફીટ ઊંચી અને ૮૮૨ ફીટ લાંબી ટાઇટેનિકનું વજન ૪૬ હજાર ટન હતું. એમાંય પેસેન્જરો અને માલસામાન ગોઠવાય પછી એ વજનમાં બિન વીસેક હજાર ટન વજન ઉમેરાતું હતું. સ્ટીમર ફાઈવ સ્ટાર હતી એટલે તેના મુસાફરો માટે જહાજમાં બે સ્વિમિંગ પુલ, એક જીમ્નેશીયમ, એક મોટી રેસ્ટોરાં, લાઈબ્રેરી, બગીચાઓ, થિયેટરો, ગીત -સંગીત વગેરે અનેક સવલતો હતી.
  • ૧૯૧૨ની ૧૦મી એપ્રિલે ટાઇટેનિક બ્રિટનના Southampton બંદરેથી રવાના થઈ ત્યારે કોઈ રજવાડાની જાન જોડી હોય એવો ઉત્સાહ અને ભભકો વાતાવરણમાં ફેલાયેલો હતો. જહાજના કેપ્ટન એડવર્ડ સ્મિથ માટે આ સફર રોમાંચક હતી. આ પછી તેણે નિવૃત્તિ લેવાની હતી. વાયા ફ્રાન્સ થઈ કેટલાક પેસેન્જરો ભરી હવે ટાઇટેનિક સીધી અમેરિકા તરફ ડગલાં ભરવા માંડી. એ વખતે જહાજ પર કુલ માણસો ૨૨૦૭ હતાં.
  • ૩ દિવસની સફર આનંદ-મંગલમાં વીતી ત્યાં સુધીમાં પોણા ભાગનું અંતર તો કપાઈ ગયું હતું. ટાઇટેનિક દરિયામાં કેનેડા અને ગ્રીનલેન્ડના દક્ષિણ ભાગે આવી પહોંચી હતી. બર્ફીલો વિસ્તાર હોવાથી અહીં કેટલીક હિમશીલાઓ દરિયામાં સામી મળે તેવી શક્યતા હતી અને કેપ્ટનને એ વાતની ખબર પણ હતી. પણ અકસર આદમી જોશમાં હોશ ખોઈ બેસે છે,એની માફક અહીં કેપ્ટનએ એવું વિચારી લીધું કે હિમટેકરીઓ આવે તો ભલેને આવતી, ટાઇટેનિક થોડી ડૂબે?
  • ૧૪ એપ્રિલ,૧૯૧૨.આખરે એ દિવસ આવી પહોંચ્યો જ્યારે ટાઇટેનિકે સમાધિ લીધી હતી. આખો દિવસ તો કંઈ નવા જૂની ન થઈ પણ સાંજ પડી અને અંધારું ઘેરાયા પછી કાળના ટકોરા શરૂ થયા.
  • કોઈ પાર્ટીમાં બે વ્યક્તિઓ પાસ-પાસેથી પસાર થાય અને એકબીજાની કોણી એકબીજાના શરીર સાથે ઘસાય એમ એક વિશાળ હીમટેકરી ટાઇટેનિકના પડખાને સ્પર્શતી પસાર થઈ ગઈ. જહાજમાં બેઠેલા મુસાફરોએ જરાક હડદોલો અનુભવ્યો. જહાજની ટોચેથી ધ્યાન રાખી રહેલા નાવિકોએ જોયું કે હિમટેકરી તો દૂર નીકળી ગઈ હતી. માટે ચિંતાનું કોઈ કારણ ન હતું. હિમટેકરી જહાજના પડખામાં ૩૦૦ ફીટ લાંબો ઘસરકો પાડતી ગઈ હતી.એટલા ભાગમાં જહાજનું પોલાદ તૂટી ગયું હતું અને થોડીવારમાં આખું જહાજ તૂટવાનું હતું.
  • મુસાફરોને અકસ્માત વિશે ખબર ન હતી. પરંતુ જેમ જેમ રાત વીતતી ગઈ એમ એમ જહાજે એક તરફ નમવાનું શરૂ કર્યું.એ પછી સૌ કોઈને અકસ્માતની ગંભીરતાની ખબર પડી.ટાઇટેનિકે આસપાસના જહાજોને મદદ માટે સંદેશાઓ મોકલ્યા પણ મદદ આવતાં થોડી વાર લાગે ને ! દરમિયાન જહાજમાં ટાંગેલી લાઈફબોટ ઉતારીને શક્ય એટલા મુસાફરોને બચાવી લેવાની કાર્યવાહી આરંભાઈ. લાઈફબોટ ૧૬ જ હતી જેમાં જહાજના કુલ પૈકી અડધા મુસાફરોને બચાવી લેવાની કાર્યવાહી આરંભાઈ. શકય એટલા મુસાફરો જહાજથી દૂર જતા રહ્યા.
  • અકસ્માતનાં બે-એક કલાક પછી સ્ટીમર ખાસ્સી ત્રાંસી થઈ ચૂકી હતી.  રાતના એકાદ વાગવાનો સમય થયો હતો. આ સમયે જ અચાનક ટાઇટેનિકનો એક છેડો પહેલા ઊંચકાયો અને પછી જોરથી તૂટી પડ્યો. જહાજ વચેથી બે ટુકડામાં વહેંચાયું અને બંને ટુકડા ઘૂમરી ખાતાં ખાતાં મહાસાગરના તળિયે પહોંચ્યા. એ દરમિયાન લાઈફબોટમાં વધૂમાં વધૂ 700 મુસાફરો બચાવી શકાયા હતા. બાકીના બધા જ જહાજ સાથે ૧૩ હજાર ફીટ નીચે પહોંચ્યા હતા.

વીસમી સદીની અનેક દુર્ઘટનાઓ ટાઇટેનિકથી મોટી હોવા છતાં ટાઇટેનિક અત્યંત પ્રચલિત છે. ઇંગ્લેન્ડથી રવાના થતી વખતે મુસાફરો એવું વિચારીને ટાઇટેનિકમાં સવાર થયા હશે કે આ રસ્તો તેમને અમેરિકા લઈ જાય છે, પણ હકીકતે એ રસ્તો તેમને મોત તરફ લઈ જતો હતો.

ટાઈટેનિક ડૂબ્યું

આમ, ઇતિહાસની તારીખમાં આ સૌથી મોટી દુર્ઘટના સાબિત થઈ.

તો મિત્રો કેવી લાગી ટાઈટેનિકની રોમાંચક કહાની?? અમને કોમેન્ટ કરી જરૂર જણાવજો…ખાસ તો ઈતિહાસ પ્રેમીઓને મજા આવશે..

જો તમે કોઈ વિષય પર સારી રીતે લખી શકતા હોય તો અમારા ફેસબુક પેજ પર અથવા bornpedia@gmail.com પર ઈમૈલ પણ કરી શકો છો. ઇતિહાસના બીજા કોઈ વિષય પર જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવો અમે એ પણ કવર કરવાનો પ્રયત્ન કરીશું.

આભાર..

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here