ખરાબ સ્વપ્નથી છુટકારો મેળવવા અપનાવો આ ઉપાય.

0
249

દરેક વ્યક્તિ જ્યારે ઊંઘતો હોય છે ત્યારે ઘણી વખત પોતાના ઊંઘમાં વિવિધ પ્રકારનાં સ્વપ્ન જોતો હોય છે. જેમાં અમુક સ્વપ્ન સારા હોય છે તો અમુક સ્વપ્ન ખૂબ જ ખરાબ અને ભયાનક હોય છે. અમુક સ્વપ્ન તો એટલા ડરાવના હોય છે કે વ્યક્તિઓની ઊંઘ પણ ઊડી જતી હોય છે. ખરાબ સ્વપ્નો ના કારણે આપણા મનની અંદર અનેક પ્રકારની ખતરનાક પરિસ્થિતિઓ તણાવ અને બેચેની ઉત્પન્ન થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે પણ રાત્રે આવતા આ ખરાબ સ્વપ્નોમાં થી મેળવી શકો છો છુટકારો.

શોધકર્તાઓની માનીએ તો

સપના નો એક અલગ સંસાર હોય છે. વૈજ્ઞાનિકો માને છે કે સપના આંખોની રેપિડી મૂવમેન્ટ ના કારણે આવતા હોય છે. કોઈપણ સ્વપ્ના સારા કે ખરાબ હોય તેનો મોટાભાગનો આધાર તમારા સ્વાસ્થ્ય અને મગજ ઉપર રહેલો હોય છે. એક રિસર્ચ ઉપરથી જાણવા મળ્યું હતું કે એક વયસ્ક વ્યક્તિ એક મહિનાની અંદર એવરેજ એક થી બે વખત ખરાબ સપના જોતો હોય છે.

તણાવની સાથે ન સૂવું

તળાવ તમારો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. અને આ કારણોથી કોઈ પણ વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાઇ શકે છે. જો રાત્રે પણ તમે તળાવ વાળી સ્થિતિની અંદર સૂઈ જતા હોવ તો તેના કારણે તમારા સ્વપ્નની અંદર ખરાબ વસ્તુ આવી શકે છે. આથી રાત્રે સુતા પહેલા હંમેશાને માટે ધ્યાન, ગરમ પાણીથી સ્નાન વગેરે જેવા ઉપાયો અજમાવવા જોઈએ.

ડરાવની ફિલ્મો નો જુઓ

તમે દિવસે જે કંઈ પણ કામ કરો છો તેનો સીધો જ અસર તમારા સ્વપ્નો ઉપર પડતી હોય છે. જો દિવસે તમે સુતા પહેલા ડરાવણી પિક્ચરો જોતા હોવ તો તેના કારણે રાત્રે પણ તમારા સ્વપ્નની અંદર આવી વસ્તુઓ આવી શકે છે. અને આથી જ બને ત્યાં સુધી રાત્રે સુતા પહેલા ક્યારેય પણ આવી ડરામણી પિક્ચરોના જોવી જોઈએ.

ખાવા પીવાનું રાખો ધ્યાન

ખાવાપીવાના કારણે પણ રાત્રે તમને ખરાબ અને ભયાનક સપના આવી શકે છે. જી હા મિત્રો ડિનર ની અંદર જો હેવી અને  ઓયલી ફૂડ લેવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર કાર્ટુઝૉલ નામનું એક સ્ટ્રેસ હોર્મોન ઉત્પન્ન થાય છે. જે તમારા ખરાબ સ્વપ્નો માટે કારણભૂત બની શકે છે.

સ્વપ્નો વિશે જણાવો

જો તમે ક્યારેય પણ કોઈ ભયાનક સપનું જોયું હોય તો હંમેશાં એ માટે તમારા ઘરના દોસ્તો અથવા તો નજીકના સંબંધીઓને તેના વિશે વાત કરવી જોઈએ. ઘણી વખત એક ને એક સપનું વારંવાર આવતું હોય તો તેના કારણે તમારા પરિવાર વિશે તેની ચર્ચા અવશ્ય કરવી જોઈએ.

આલ્કોહોલ અને કેફીન થી બચો

રાત્રે સૂતી વખતે જો વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવામાં આવે અથવા તો કેફી પદાર્થો નું સેવન કરવામાં આવે તો તેના કારણે રાત્રે ખરાબ સ્વપ્ન આવી શકે છે. આથી રાત્રે સૂતી વખતે ક્યારે પણ જરૂર કરતા વધુ માત્રામાં કોફી અથવા તો આલ્કોહોલ નું સેવન ન કરવું જોઈએ.

મેડિટેશન કરો

ધ્યાન કરવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. અને તેવી જ રીતે ધ્યાન કરવાથી તમારું મગજ શાંત થવા ના કારણે તમે પણ આવા ખરાબ સ્વપ્નો થી છુટકારો મેળવી શકો છો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here