આ જગ્યાએ ભગવાન શંકરે ખોલી હતી પોતાની ત્રીજી આંખ આ કારણથી આજે પણ અહીંયાં ઉકળે છે પાણી

0
679

હિન્દુ ધર્મની અંદર ભગવાન શંકરને લઈને અનેક પ્રકારની કહાનીઓ પ્રચલિત છે. જેની એક કહાની હિમાચલ પ્રદેશના મણી કર્ણને લઇને પ્રખ્યાત છે. જે અંગે કહેવાય છે કે ભગવાન શંકરે આ જગ્યાએ પોતાની ત્રીજી આંખ ખોલી હતી. આ વિસ્તાર હિમાચલ પ્રદેશના કુલુથી અંદાજે 45 કિલોમીટર દૂર આવેલું છે. જ્યાં શીખ ધર્મનો એક ઐતિહાસિક ધર્મસ્થળ આવેલું છે. આ જગ્યાની બાજુમાંથી પાર્વતી નદી વહી રહી છે. જ્યાં એક બાજુ ભગવાન શંકરનું મંદિર છે જ્યારે બીજી બાજુ ગુરુનાનકદેવ નો ઐતિહાસિક ગુરુદ્વારો આવેલું છે. આ જગ્યાને લઇને એક કહાની પ્રચલિત છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ કહાની વિશે.

શા માટે ખોલી હતી ત્રીજી આંખ

કહેવાય છે કે આ નદીની અંદર ક્રીડા કરતી સમયે એક વખત માતા પાર્વતીના કાનના આભૂષણની મણી પાણીની અંદર પડી ગઈ હતી. અને તે પાતાળલોકમાં જતી રહી હતી. ત્યાર પછી ભગવાન શંકરે પોતાના ગણોને આ મણિ ગોતવા માટે મોકલ્યા. ખૂબ ગોતવા છતાં પણ ભગવાન શંકર ના ગણોને આ મણી ન મળી. આ બાબતથી ક્રોધિત થઈને ભગવાન શંકરે પોતાની ત્રીજી આંખ ખોલી હતી અને ત્રીજી આંખ ખોલતાની સાથે જ તેના નેત્રમાંથી નૈના દેવી પ્રગટ થઈ. અને આથી જ આ જગ્યા ને નૈના દેવી ની જન્મભૂમિ માનવામાં આવે છે. નયના દેવીએ પાતાળ લોકમાં જઈ શેષનાગને આ મણિ પાછી આપવા માટે કહ્યું. અને તેણે ભગવાન શંકરને આ મણિ ભેટ કરી હતી.

અહીંયાં એક એવી માન્યતા છે કે ભગવાન શંકરને ખુશ કરવા માટે શેષનાગે દેવી પાર્વતીને બીજી અનેક મણિઓ આપી હતી. અને આથી ભગવાન શંકરે દેવી પાર્વતીની મણી ઓળખી અને તેને ધારણ કરવા માટે કહ્યું. તથા બીજી બધી જ મણી ઓ ને પથ્થર સ્વરૂપે બનાવી આ નદીની અંદર રાખી દીધી હતી. આ નદીની અંદર શેષનાગ દ્વારા મોકલવામાં આવેલી બધી જ મણિઓ પથ્થર સ્વરૂપે હજી પણ હયાત છે.

આ ઉપરાંત ભગવાન શંકરના મંદિરની બાજુમાં જ એક ગરમ ગરમ પાણીનો સ્ત્રોત પણ આવેલો છે. જ્યાં પાણી એટલું બધું ગરમ છે કે કોઈપણ વ્યક્તિ તેની અંદર પોતાનો હાથ પણ સીધો રાખી શકતો નથી. આ સ્ત્રોત માંથી નીકળતા પાણીને પાર્વતી નદીના પાણી સાથે ભેળવીને તેને નાહવા લાયક બનાવવામાં આવે છે. ત્યાં ગરમ પાણી અને ઠંડા પાણીની મિશ્રણ કરી એવા કુંડ બનાવવામાં આવેલા છે, જેની અંદર લોકો સ્નાન કરી શકે. આ ઉપરાંત ભગવાન શંકરના મંદિરની બાજુમાં રહેલા આ કુંડના ગરમ પાણીમાં ગુરુદ્વારાના પ્રસાદ માટેના ચોખા પકાવવામાં આવે છે.

આ કુંડમાં એક વાસણની અંદર ચોખા ભરીને રાખી દેવામાં આવે છે. અને આ કુંડના ગરમ પાણીના કારણે તે ચોખા ફટાફટ પાકી જાય છે. આજે પણ એવા બાબત રહસ્ય બનીને રહી ગઈ છે કે હકીકતમાં આ ગરમ પાણી ક્યાંથી આવે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here