તમે સુરત વિશેની આ અનોખી બાબતો વિશે ભાગ્યે જ જાણતા હશો…

0
486

ડાયમંડ સિટી, સિલ્ક સિટી, બ્રિજ સિટી અને ફૂડ સિટી! આ બધા નામોથી ઓળખાતું સિટી એટલે સુરત….

ચાલો જાણીએ સુરત વિશે ની અનોખી અને રસપ્રદ વાતો.

  • ‌ચોખ્ખાઈ ની વાત કરીએ તો ભારતમાં ટોપ 5 શહેરમાં સુરત નું નામ આવે છે. અને સાલ 2022 સુધી ભારતનાં 2 નંબર પર આવી શકે છે. ચોખ્ખાઈ ની બાબત માં સુરત નામ મોખરે છે.
  • ભારતમાં રેલવે સ્ટેશન તમે રૂબરૂ કે ફોટો માં જોયા હશે એ તમને ખાતરી હશે એટલે વધારે ન કહેતા. પણ સુરતનું નામ રેલવે સ્ટેશન ની ચોખ્ખાઈ માટે આખા ભારતમાં માં જાણીતું છે.

  • હીરા ઉદ્યોગ માં

આખી દુનિયાના રફ હીરાના 95% અહીં કાપી અને પોલિશ્ડ કરવામાં આવે છે.

સુરત ની કોઈ પણ શેરીમાં જાવ તો તમને ત્યાં ઓછામાં ઓછા 2 વ્યક્તિ કે જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જોવા મળશે.

  • ખોરાકની વાત કરીએ

આપણા માંથી મોટા ભાગ ના લોકો એક વિશે પરિચિત હશે. ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ અંગ્રેજીમાં કંઈક આ રીતે બોલવામાં આવે છે. (Only the lucky eat in Surat and die in kashi) એટલે કે “સુરતનું ભોજન મળે અને કાશીમાં મરણ થાય, લોકો ભાગ્યશાળી છે.”

સુરતની ઘારી, ફાફડા, આલૂ પુરી, લોચ્ચો વગેરે પ્રખ્યાત છે.

આથી ભારતનું ખાદ્ય પાટનાગર કહે છે.

  • કપડાંની ખરીદીની વાત કરીએ

ખાસ કરીને દિવાળીના દિવસોમાં આખા દેશ માંથી સિલ્ક સિટીમાં(સુરતમાં) ખરીદી કરવા માટે આવે છે.

જેમ હીરાની મોટા પ્રમાણમાં દુકાનો છે, તેમ વિવિધ પ્રકારના કપડાની પણ ડઝન અને જથ્થાબંધ દુકાનો જોવા મળે છે.

  • ‌બ્રિટિશો એ ઇસ્ટ ઇન્ડિયા કંપની ઇ.સ.1818 માં સુરતમાં સ્થાપી હતી, કારણકે સુરત એ સમયમાં પણ એટલું સુખ અને સમૃદ્ધિ હતી.
  • સુરત સમગ્ર વિશ્વનું ચોથું સૌથી ઝટપથી વિકસતું શહેર તરીકેનું સ્થાન ધરાવે છે.

  • તમને કદાચ નહીં ખબર હોય કે સુરત એ પ્રથમ ભારતીય શહેર કે જે સીસીટીવી કેમેરા સસ્તા પર નાખવામાં આવ્યા હતા, જે ટ્રાફિક કંટ્રોલ અને સલામતી વધારવા માટે કેમેરા નાખવામાં આવ્યા હતા.

  • ‌સુરતની રજીસ્ટર(2008) કરાયેલ GDP વૃદ્ધિ5% છે. જે 40 બિલિયન અમેરિકન ડોલર (40B USD $) છે.

મિત્રો અમને આશા છે કે તમે આ માહિતીથી ગમી હશે…

જો તમે પાક્કા સુરતી હોય તો આ પોસ્ટને share કરી બધા સુરતી સુધી પહોંચાડો.

©www.gujjumoj.com

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here