તમારો ફોન પણ ઓગસ્ટ મહિના બાદ ખોવાયેલો છે? હવે ચિંતા કરવાની જરૂર નથી, માત્ર ગણતરીની મિનિટમાં જ મળી જશે તમારો ફોન.

0
367

મિત્રો ઘણા લોકો નો ફોન ખોવાઈ જતો હોય છે કે પછી ચોરી થઈ જતો હોય છે, પરમ હવે તમારે આ ખોવાઈ ગયેલા અને ચોરી થઈ ગયેલા ફોન ની ચિંતા કરવાની જરૂર નથી. કારણકે થોડા સમયમાં જ સરકાર દ્વારા એક ટ્રેકિંગ સિસ્ટમ લાવવામાં આવશે. જેથી કરીને ફોનની અંદર સીમકાર્ડ કાઢી નાખ્યા પછી પણ તેને આસાનીથી ટ્રેક કરી શકાશે. આ ઉપરાંત જો ફોન નો આઇએમઇઆઇ નંબર પણ બદલી નાખવા તો પણ ફોન ને શોધી શકાય છે. આ બાબતની જાણકારી વિભાગના એક અધિકારીએ આપેલી છે.

તમને જણાવી દઇએ કે આ ટ્રેકિંગ સિસ્ટમ તૈયાર કરવાનું કામ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલી મેટીક (C-DoT) દ્વારા કરવામાં આવ્યું છે. આ સિસ્ટમને ઓગસ્ટ મહિનાના એન્ડ સુધીમાં લોન્ચ કરવામાં આવશે. ભારતના ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા જુલાઈ 2017 ની અંદર મોબાઇલ ટ્રેકિંગ પ્રોજેક્ટને સેન્ટ્રલ ઇકવીપેમેંટ આઇડેન્ટિટી રજીસ્ટર ને સોંપ્યું હતું.જેનો મેરુ ઉપદેશ કે છે કે ખોવાયેલા અને નકલી ફોનના ધંધા ને રોકી શકાય. આ આખા પ્રોજેક્ટ ખર્ચ 15 કરોડ રૂપિયા થશે.

વધુમાં અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગલા સાંસદ સત્ર બાદ ટેલિકોમ ડિપાર્ટમેન્ટ મંત્રીઓનો સંપર્ક કરીને આ સિસ્ટમને લોન્ચ કરશે. CEIRસિસ્ટમ ચોરી થઈ ગયેલા અથવા ગુમ થયેલા ફોન પર બધીજ સેવાઓને બ્લોક કરી દેશે. પછી તે સિમ કાર્ડ કાઢી નાખ્યું હોય કે પછી આઇએમઈઆઈ નંબર બદલી નાખવામાં આવ્યો હોય.આ બધા મોબાઈલ ઓપરેટર્સના આઇએમઈઆઈ ડેટા બેઝને કનેક્ટ કરશે.

અધિકારી દ્વારા એક વધારે ચોખવટ કરવામાં આવી હતી કે આ એ નંબર બ્લેક લિસ્ટ કર્યા બાદ આ ફોન નો કોઈ ઉપયોગ થશે નહીં. સરકાર પાસે રહેલા ડેટાબેઝ ની મદદથી એજન્સી દ્વારા ચોરાયેલો ફોનને આસાનીથી મેળવી શકાશે. સરકાર દ્વારા પણ નિશ્ચિત કરવામાં આવ્યું છે કે આ ડેટાબેઝ નો કોઈ ખોટો ઉપયોગ ન થઈ શકે. આ એક બધા જ નેટવર્ક ઓપરેટરની સેન્ટ્રલાઈઝ સિસ્ટમ હશે. કે જેની અંદર બ્લેકલિસ્ટ થયેલા મોબાઇલ ટર્મિનલને શેર કરી શકાશે. જેનું નેટવર્ક બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું હોય તેમાં કોઈ નેટવર્ક કાર્ય કરશે નહીં. 

તમને જણાવી દઇએ કે આઈ એમ ઈ આઈ એ 15 આંકડાનો એક યુનિક નંબર હોય છે. જે દરેક ફોનની અંદર અલગ અલગ ફીટ કરવામાં આવ્યો છે. આ આંકડા ને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ બોડી GSMA અને અધિકૃત કંપની દવારા નિયુક્ત કરવામાં આવ્યો હોટ છે. જયારે એક ફોન ખોવાઈ જાય છે ત્યારે આઇએમઈઆઈ દ્વારા જ ટ્રેક કરવામાં આવે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here