તમારા મનની દરેક મનોકામના પૂર્ણ કરશે ઉત્તરાખંડ નું આ ચમત્કારિક મંદિર.

0
282

વેદો ની અંદર ઉતરાખંડ ને દેવભૂમિ નું બિરુદ આપવામાં આવ્યું છે. કારણકે આ રાજ્યના દરેક પહાડી વિસ્તાર ની અંદર ક્યાંકને ક્યાંક મંદિર નજરે ચડે છે. આ જગ્યા પર આવેલા દરેક મંદિરનો અલગ જ મહિમા રહેલો છે. ઉતરાખંડ ની અંદર આવેલા અમુક મંદિરો ઘણાં ચમત્કારિક છે. આ મંદિરો માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. આ મંદિરના દર્શનાર્થે શ્રદ્ધાળુ દેશ-વિદેશથી ઉત્તરાખંડમાં આવી ચડે છે. આજે આપણે એવા જ એક ચમત્કારિક મંડળીની વાત કરીશું કે જ્યાં એક ચિઠ્ઠી મૂકવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

કદાચ તમને આ વાત પર શંકા હશે પરંતુ આ વાત એકદમ સાચી છે. ઉતરાખંડ ની અંદર ગોલુ દેવતાના ઘણા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. પરંતુ નૈનિતાલ જિલ્લાની વચ્ચે આવેલું ચિતાઈ ગોલુ દેવતાનું મંદિર સૌથી વધારે પ્રખ્યાત છે. આ મંદિર દેશ-વિદેશની અંદર પ્રસિદ્ધ છે. આ મંદિરમાં માત્ર એક ચિઠ્ઠી મૂકવાથી તમારી માનતા પૂર્ણ થાય છે. ભારતીય સંસ્કૃતિમાં ગોલુ દેવતાને ન્યાયના દેવતા માનવામાં આવે છે. ગોલુ દેવતાને ઉત્તરાખંડમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેમાંનું એક નામ ગોર ભૈરવ પણ છે. જ્યાં ન્યાય માટે દેશ-વિદેશથી લોકો આવે છે. જો તમારા જીવનમાં પણ કોઈ મુશ્કેલી હોય તો તમારે માત્ર એક ચિઠ્ઠીમાં બધું લખીને ચઢાવી દેવાની રહેશે. આ મંદિરને ઘંટીવાળો મંદિર પણ કહેવામાં આવે છે.

દેવતાના આ મંદિરની અંદર લાખો અલગ અલગ પ્રકારની ઘંટડીઓ નો સંગ્રહ કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ મંદિરની અંદર ઘંટડીઓ ચડાવે છે. લોકો પોતાની ઇચ્છા પૂરી કરવા માટે ચિઠ્ઠી લખે છે, તો ઘણા લોકો સ્ટેમ્પ પેપર ઉપર પોતાની મનોકામના લખીને પણ ન્યાયની માંગણી કરે છે. જ્યારે અમુક લોકો માત્ર કાગળના ટુકડા સમસ્યા લખીને જણાવી દે છે. પોતાના સંકટના ઉકેલ થઈ ગયા બાદ લોકો ફિ તરીકે ઘંટી ચડાવે છે. આ મંદિરમાં એક નિયમ છે કે કોઈ લોકો એકબીજા એ ચઢાવેલી ચિઠ્ઠી વાંચતા નથી.

દરેક મંદિરની અંદર કંઈક ને કંઈક પૌરાણિક માન્યતાઓ હોય છે, તેવી માન્યતા આ મંદિરની પણ છે. ગોલુ દેવતા ઉત્તરાખંડ રાજ્યના કુમારું ક્ષેત્રના સૌથી પ્રસિદ્ધ અને પૌરાણિક દેવતા છે. ગુરુદેવ તને શિવ તથા કૃષ્ણ બંને નો અવતાર માનવામાં આવે છે. જા બીજી તરફ અમુક લોકો એવું પણ માને છે કે ગોલુ દેવતા રાજા બાઝ બહાદુર 1638-1678ની સેનાના એક જનરલ હતા, અને યુદ્ધ દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. જેના સન્માન માટે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

તમે ફોટામાં જોઈ શકો છો કે આ મંદિરની અંદર સફેદ ઘોડા ના માથા પર સફેદ પાઘડી બાંધીને ગોલુ દેવતા ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિના એક હાથમાં ધનુષબાણ છે.દિલ્હીથી આ મંદિર લગભગ ૪૦૦ કિલોમીટર દૂર આવેલું છે. જો તમે પણ આ મંદિરના દર્શન કરવા માંગતા હો તો તેમણે આનંદ વિહાર થી સીધી બસ મળશે. આ ઉપરાંત અમે દિલ્હી થી હરિદ્વાર જઈને અલમોડા ની ગાડી પણ કરી શકો છો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here