સ્વાસ્થ્ય જ નહીં પરંતુ વાળની આ પાંચ સમસ્યાઓને પણ દૂર કરે છે દેશી ઘી.

0
481

દેશી ઘી નો ઉપયોગ રસોઈમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે ઘીનો ઉપયોગ આપણા ભોજનની અંદર કરવાથી આપણા શરીરને યોગ્ય માત્રામાં ઊર્જા મળી રહે છે. પરંતુ શું તમે જાણો છો આ જગ્યાનો ઉપયોગ આપણા સ્વાસ્થ્યને સુધારવા માટે પણ કરી શકાય છે. જી હા, મિત્રો આયુર્વેદ શાસ્ત્ર ની અંદર જણાવવામાં આવ્યું છે કે તેનો ઉપયોગ કરી તમે તમારા સ્વાસ્થ્યને સુધારી શકો છો. સાથે-સાથે તમારા વાળને પણ કાયમી માટે સ્વસ્થ રાખી શકો છો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે દેશી ઘી નો ઉપયોગ કરી તમારા વાળને રાખી શકો છો સ્વસ્થ.

ખોડાથી છુટકારો મેળવવા

જ્યારે કોઈ પણ વ્યક્તિ ને વાળમાં ખોડો થયો હોય ત્યારે દેશી ઘી સૌથી કારગર ઉપાય સાબિત થાય છે. આ માટે વાળના મૂળની અંદર દેશી ઘી અને બદામના તેલની મસાજ કરવામાં આવે તો તેના કારણે ખોડાની સમસ્યા જડમૂળમાંથી દૂર થાય છે. આમ કરવા માટે રાત્રે સૂતી વખતે જો દેશી ઘીની માલિશ કરવામાં આવે તો તમારા માથાની ત્વચામાં યોગ્ય પ્રમાણમાં મોઈશ્ચરાઈઝર મળી રહે છે જે ખોડાની સમસ્યાને દૂર કરે છે.

વાળ વધારવા

દરેક મહિલાઓ એવું ઈચ્છતી હોય છે કે તેના વાળ પણ એકદમ લાંબા અને ઘટાદાર હોય. પરંતુ જો વાળને યોગ્ય પ્રમાણમાં પોષણ ન મળે તો તેના કારણે તેની લંબાઇમાં વધારો થતો નથી. જો તમે પણ બે ચમચી દેશી ઘી ની અંદર એક ચમચી ડુંગળી અને આમળાનો રસ ભેળવી અઠવાડિયામાં એક વખત તમારા વાળમાં મસાજ કરવો તો તેના કારણે તમારા વાળને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે, અને સાથે-સાથે તમારા વાળની લંબાઈ માં પણ વધારો થાય છે.

વાળની ચમક વધારવા

તમારા વાળને કુદરતી રીતે ચમક વધારવા માટે દેશી સૌથી ઉપયોગી સાબિત થાય છે. જો તમારા વાળ પણ એકદમ રફ અને બેજાન થઈ ગયા હોય તો દેશી ઘી ને થોડું એવું ગરમ કરી તમારા વાળમાં મસાજ કરી લો. દેશી ઘીની અંદર અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે તમારા વાળના સ્વાસ્થ્યને સુધારે છે અને તેને કુદરતી રીતે ચમકદાર બનાવે છે.

વાળ ફાટવાની સમસ્યા

ઓછા પોષણ ના કારણે લોકોના વાળના છેડા ધીમે ધીમે ફાટતા જાય છે. જેથી કરીને તેના વાળ એકદમ રફ થઈ જતા હોય છે. જો દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારા વાળની આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. આ માટે રાત્રે સૂતી વખતે દેશી ઘી અને નારિયળનુ તેલ ભેળવી વાળમાં મસાજ કરવામાં આવે તો વાળની આ સમસ્યામાંથી છુટકારો મળે છે.

વાળનું કન્ડીશનર

બજારની અંદર મળતા કેમિકલયુક્ત કંડીશનરનો ઉપયોગ કરવાથી લાંબા સમયે તમારા વાળ પર તેનો ખરાબ પ્રભાવ પડે છે. પરંતુ જો વાળને કન્ડિશનિંગ કરવા માટે દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવે તો તે સર્વશ્રેષ્ઠ નેચરલ કન્ડીશનર સાબિત થાય છે.

રેશમી વાળ માટે

પ્રદૂષિત વાતાવરણના કારણે અને બહાર ઉડતી ધૂળને કારણે ઘણી વખત લોકોના વાળ એકદમ ડ્રાય અને ડલ બની જતા હોય છે. પરંતુ જો દેશી દ્વારા તમારા વાળની અંદર મસાજ કરવામાં આવે તો તેના કારણે તેને કુદરતી રીતે પોષણ મળે છે અને તમારા વાળ એકદમ રેશમી ઘટાદાર બની જાય છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here