સ્વામિનારાયણ કક્કો : જો આ કક્કો શીખી જશો તો જીવનમાં ક્યાય પાછા નહિ પડવાનો વારો નહિ આવે

0
6519

જય સ્વામિનારાયણ. આજે GujjuMoj team આપના માટે લાવી છે સ્વામિનારાયણ કક્કો. આ કક્કો ખાસ કરીને જીવનના દરેક તબક્કા માંથી પસાર થતા શીખવાડે છે. એક વાર આખો કક્કો વાંચી જજો અને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરજો.

 

► ક – કંચન, કામિની ને કાયા, એ ત્રણેય સંસારની માયા.

►ખ – ખાતા, ખરચતાં અને ખીજાતા, શક્તિનો વિચાર કરજો.

► ગ – ગદ્ધો, ગમાર અને ગરજુ, એ ત્રણે સરખા સમજુ.

► ઘ – ઘર, ઘરેણાં ને ઘરવાળી, એમાં જિંદગી આખી બાળી.

► ચ – ચોરી ચુગલી અને ચાડી, એ ત્રણેય દુર્ગતિની ખાડી.

► છ – છોરુંની ભૂલ છાવરશો તો, લોહીના આસું રડશો.

► જ – જાગ્યો તેનો જશ ગવાશે, ઊંઘ આવી તેને ભવ ભટકાશે.

► ઝ – ઝાઝું દ્રવ્ય સત્તા ને જુવાની, એ ફેલને માર્ગે લઈ જવાની.

► ટ – ટોળ, ટપ્પા ને ટીખળ કરે, એ પુણ્ય બાળે ને પાપ ભરે.

► ઠ – ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ, એમાં અભિમાન ને અક્કડાઈ.

► ડ – ડાહ્યો જગતમાં એને ગણ્યો, જે સ્વામિનારાયણ નામ ભણ્યો.

► ઢ – ઢોલ નગારાં એમ ઉચરે છે, ભજન કરો ભાઈ કાળ ફરે છે.

► ત – તૃષ્ણાથી તરસતો તાવ,સંતોષની ગોળીથી જાય.

► થ – થોડું કરો પણ સતત કરો, ભક્તિ માર્ગે ગતિ કરો.

► દ – દમી, દયાળુ ને દાતા, તે પામે સુખ ને શાતા.

► ધ – ધર્મ ધ્યાનમાં મગ્ન રહે, એ અક્ષરધામની પદવી લે.

► ન – નિયમ , ન્યાય ને નીતિ જેને, મળે સુખની ચાવી તેને.

► પ –પંચવિષયને તજો તમામ, હરિ ભજી પામો અક્ષરધામ.

► ફ – ફરી ફરીને ફરવું નથી, ભવસાગર માં પડવું નથી.

► બ – બાવળ, બોરડી ને બાયડી, એ શસ્ત્ર વગરની શાયડી.

► ભ –ભગવાન મૂકી ભોગમાં રમે, તે તો લખ ચોરાશી ભમે.

► મ – મોહ, મમતા ને માયા, એમાં રમે નહિ તે ડાહ્યા.

► ય – યમ, નિયમને ઉર ધરજો, સદાય પરમ સુખને વરજો .

► ર – રહેવું ઘરમાં જેમ મહેમાન, નહીં આસક્તિ મમતા માન.

► લ – લક્ષ્મી, લાડી ને લોભ, એ પરભવ મુકાવે પોક.

► વ – વિનય, વિવેક, વૈરાગ્ય ધરો, બ્રહ્મ સ્વરૂપમાં પ્રીત કરો.

► શ –સાધુગુણ શણગાર ધરે, તેને અક્ષરધામ વરે.

► સ – સંસાર સાગર ખારો છે, સત્સંગ મીઠો આરો છે.

► ષ – ષડક્ષરો છે સ્વામિનારાયણ, મહામંત્ર છે ભવ તારાયણ.

► હ – હરિને ભજતાં પાપ ટળે, અંતે અક્ષરધામ મળે.

► ક્ષ – ક્ષમા શસ્ત્ર જે ધારણ કરે, એને ઇન્દ્રિય વિજય વરે.

► જ્ઞ– જ્ઞાન એ જ જે વર્તન હોય, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સોય.

જો આ લેખ તમને ગમ્યો હોય તો સ્વામિનારાયણ મિત્રોને શેર કરજો તેમને પણ મજા પડી જશે આ કક્કો વાંચીને..

દરેક લેખ બાદ આપે કરેલી કોમેન્ટ અમે ખાસ ધ્યાનથી વાંચતા હોઈએ છીએ. આપે આપેલા અમુલ્ય સૂચનો પણ ખાસ ધ્યાન માં રાખતા હોઈએ છીએ. ભવિષ્યમાં આવી બીજી post મેળવવા અત્યારે જ લાઈક કરો અમારું પેઈજ JBTL Media. સ્વાસ્થ્ય સંબંધિત લેખ મેળવવા Born Pedia પેઈજ લાઈક કરો. જો તમે કોઈ લેખ લખતા હોય તો અમને મેઈલ કરો bornpedia@gmail.com પર.

આ વિષયમાં બીજા લેખ વાંચવા માટે નીચે ક્લિક કરો

ફક્ત એક નિર્ણયથી બદલાઈ ગયું આ ભાઈનું નસીબ : કુલ સંપત્તિ છે 70000 કરોડ

મહારાષ્ટ્રની આ ચરણ કન્યા બકરી બચાવવા વાઘ સામે પડી : વિગત વાંચી તમે પણ ચોંકી જશો

23 વર્ષની ઉમરમાં બન્યો ભારતનો સૌથી યુવાન સ્ટાર્ટઅપ મેન : રીતેશ અગ્રવાલની સફળતાની કહાની વાંચો..

અમેરિકાથી PhD કરીને આવેલા શાર્વિલ પટેલ છે 53000 કરોડની કંપની કેડિલા હેલ્થકેરના MD

આફ્રિકાનો સિંહ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી ગાય બનીને ફરે છે વાંચો સુભાષ પટેલની કહાની

આ એક એવું ગામ છે જ્યાં છેલ્લા 30 વર્ષથી ફટાકડા નથી ફૂટ્યા.. જાણો આવી બીજી વાતો 

આ સરપંચે કળીયુગમાં પણ રામરાજ્ય સ્થાપ્યું : આ ગામમાં દારૂ પીનાર કે જુગાર રમનારને 30000 દંડ વસુલવાનો નિયમ કર્યો.

► નોંધ : આ લેખની કોઇપણ વિગતો કોપી કરવી નહિ.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here