તમારી લાડકડી દીકરી માટે હવે માત્ર ૫૦૦ રૂપિયા માં ખોલવો સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું, ૨૧ વર્ષ બાદ મળશે ૭૮ લાખ રૂપિયા.

0
667

દરેક માતા-પિતા પોતાની પુત્રી માટે ખૂબ ચિંતિત હોય છે. હાલમાં જ કેન્દ્ર સરકારે પણ દીકરીઓ માટે એક યોજના બહાર પાડી છે. આ યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે. આમ તો આ યોજના વર્ષ 2015 થી ચાલુ કરવામાં આવી છે. પરંતુ એ સમયે તમે તમારી દીકરી માટે વર્ષ દરમ્યાન એક હજાર રૂપિયા જમા કરાવી શકતા. પરંતુ હાલમાં જ થયેલા ફેરફાર અનુસાર હવે તમે માત્ર પાંચસો રૂપિયા જમા કરાવીને પણ ખાતુ ચાલુ કરી શકો છો. જેથી વધુમાં વધુ લોકોને લાભ મળશે.
વધુ દર પર મળે છે વ્યાજ

તમને જણાવી દઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મળતું વ્યાજ બીજા દરેક યોજના કરતા ખૂબ વધારે છે. જો આપણે સેવિંગ એકાઉન્ટ કે પછી ppf ની વાત કરવામાં આવે તો તેની કમ્પેરીઝન માં સુકન્યા સમૃદ્ધિ યોજના માં મળતું વ્યાજ વધારે છે. હાલમાં જ સપ્ટેમ્બર મહિનાની અંદર વ્યાજદર રિવાઇઝ કરવામાં આવ્યો હતો હાલમાં આ યોજના અંતર્ગત વ્યાજદર ૮.૬૧ % રાખવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૭ સુધીમાં ભારત દેશની અંદર લગભગ ૧.૨૬ કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે.ખાતું ખોલાવવા માટે ક્યાં ક્યાં પગલા ભરવા જોઈએ, શું કરવું અને ક્યાં જવું ?

મિત્રો તમને જણાવી દઇએ કે આ સુકન્યા સમૃદ્ધિ યોજના માટે દીકરીના મા-બાપ કાનૂની રીતે ખાતું ખોલાવી શકે છે. તમે આ ખાતું પોસ્ટ ઓફિસ અથવા તો કોઈ પણ નેશનલાઈઝ બેંક ની અંદર ખોલાવી શકો છો. તમને જણાવી દઇએ કે આ યોજના અંતર્ગત કોઈ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. હાલમાં થયેલા નિયમોના ફેરફાર અનુસાર તમે માત્ર ૨૫૦ રૂપિયા જમા કરાવીને એક વર્ષ માટે રૂપિયા ૧.૫૦ લાખ મેળવી શકો છો. તમારે દીકરીના આ કાઉન્ટ એકવીસ વર્ષ સુધી ચાલુ રહેશે. તેથી તેમાં ઘણી બધી કિંમત ભેગી થશે.

તમને જણાવી દઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત તમે વર્ષ દરમિયાન ઓછામાં ઓછું ૫૦૦ રૂપિયા અને વધુમાં વધુ એક લાખ પચાસ હજાર રૂપિયા સુધીના રોકાણ કરી શકો છો. જો તમે દર મહિને તમારી દીકરી માટે રૂપિયા ૧૨,૫૦૦ આ કાઉન્ટમાં નાખશો તો ૨૧ વર્ષ બાદ તમને ૭૮ લાખ સુધીની રકમ મળે છે. આ ઉપરાંત જો તમે દર મહિને લગભગ એક હજાર રૂપિયા જેટલું બચત કરશો તો ૨૧ બાદ તમને ૬ ,૩૧,૦૦૦ જેટલી રકમ મળે છે. તેથી આ યોજનાનો લાભ ગરીબ માણસ પણ લઈ શકે છે.

ક્યાં ક્યાં દસ્તાવેજોની જરૂર પડશે

ઘણા લોકો ચિંતા કરતા હોય છે કે આ યોજના ચાલુ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડતી હશે. હવે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ તમારે આ માટે નીચેના ડોક્યુમેન્ટ તમારી સાથે રાખવા પડશે. આ ડોક્યુમેન્ટ દ્વારા તમે પોસ્ટ ઓફિસ કે પછી કોઈપણ બેન્ક ની અંદર સુકન્યા સમૃદ્ધિ યોજના નું એકાઉન્ટ ચાલુ કરી શકો છો.
સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનું ફોર્મ
તમારી દીકરીનો બર્થ સર્ટિફિકેટ
દીકરી ના માતા પિતા માટેનો ઓળખનું પત્ર
માતા-પિતા દીકરીની ઓળખ માટે તમે તમારું આધાર કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કે પછી રેશન કાર્ડ બતાવી શકો છો.

આ યોજનાના ફાયદાઓ
ઘણા લોકો દીકરી માટે સેવિંગ એકાઉન્ટ ની અંદર પૈસા એકઠા કરતા હોય છે પરંતુ તેમાં વ્યાજ દર ખૂબ જ ઓછો છે. પરંતુ વર્ષ 2018 ની યોજના મુજબ ખાતું ખોલાવવા થી વ્યાજદર ૮.૧% કેટલો મળશે. તેથી તમે ૨૧ વર્ષ બાદ ખૂબ મોટી રકમ ભેગી કરી શકો છો. જો તમે મહિને માત્ર 250 રૂપિયા જેટલું રોકાણ કરશો તો તમે ૨૧ વર્ષ બાદ લગભગ ૫,૨૭,૦૩૬ જેટલી મોટી રકમ આરામથી મેળવી શકો છો. ગામડામાં રહેતા લોકો માટે પણ મહિને ૨૫૦ રૂપિયા કાઢવા ખૂબ સરળ બની રહેશે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here