સ્ત્રી અને પુરુષની બરોબરી કરવાની વાત વિચારવી પણ છે એક ભૂલ.

0
175

જ્યારે એક વ્યક્તિ દ્વારા એક સદગુરુને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પશ્ચિમી મહિલાઓની સાપેક્ષમાં તમને ભારતીય મહિલાઓ ની અંદર શું વિશેષતાઓ નજરે પડે છે. તેની અંદર કયો એવો ગુણ છે જે તેને સૌથી સુંદર બનાવે છે. અને અન્ય કઈ એવી બાબતો છે કે જે તેને વિશ્વની અન્ય સ્ત્રીઓ કરતાં મહાન બનાવે છે. ત્યારે સદગુરૂએ તેનો ખૂબ જ સુંદર જવાબ આપ્યો કે.

મને એ નથી સમજાતું કે આપણું સંપૂર્ણ ધ્યાન હંમેશાને માટે મહિલાઓ તરફ શા માટે હોય છે. અને આથી જ આપણે એવું માનીએ છીએ કે મહિલાઓ ક્યારેક સાચી તો ક્યારેક ખોટી હોય છે. પરંતુ પુરુષો હંમેશા ને માટે સાચા જ હોય છે પરંતુ દરેક વ્યક્તિ એ સમજવું જોઈએ કે સ્ત્રીઓને પ્રકૃતિ દ્વારા ખૂબ જ મોટી જિમ્મેદારી આપવામાં આવી છે. પછી ભલે તે ઘર સંભાળવાની જીમેદદારી હોય, બાળકને જન્મ લેવાની જિમ્મેદારી હોય કે કોઈપણ નવું જીવન શરુ કરવાની જિમ્મેદારી હોય. આજે આપણે જે કંઈ પણ છીએ તે સ્ત્રીઓના આધારે જ છીએ જો આ દુનિયા ઉપર સ્ત્રીઓ નહોતો માનવસૃષ્ટિ ની શરૂઆત જ ન થઈ હોત.

તેના પરથી આપણે એમ કહી શકીએ કે આ સમગ્ર સૃષ્ટિનો જન્મ એક મહિલાના શરીરમાં જ થયો છે. અને આજે આપણે મહિલા અને પુરુષો ની સરખામણીએ વિશે વિચારી રહ્યા છીએ તો તે સદંતર ખોટી વસ્તુ છે. સદગુરૂએ આગળ જણાવ્યું કે જ્યારે તમે કોઈ પણ રસ્તા ઉપર ચાલી રહ્યા હોય ત્યારે આપણે શા માટે એવું વિચારવું જોઈએ કે સામે ચાલી રહેલો વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ. આ વાતનો કોઈ વિશેષ મહત્વ નથી. આપણે હંમેશાં ને માટે આપણા કામ થી કામ રાખવું જોઈએ. આપણને એ વાતથી શા માટે ફેર પડવો જોઈએ કે સામે વાળો વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ.

વ્યક્તિઓની હરકતો ઉપરથી એવું કહી શકાય છે કે વ્યક્તિ હંમેશાં ને માટે શારીરિક અંગો તરફ વધુ આકર્ષિત થાય છે. અને આથી જ આપણે બીજા વ્યક્તિનું લિંગ ઓળખાણ કરતા હોઈએ છીએ. લોકોને તમે તમારી બુદ્ધિથી નહીં તમારી કાબેલિયતથી નહીં પરંતુ તમારા લિંગ થી ઓળખાણ પડે છે. તમે સ્ત્રી છો કે પુરુષ તે સૌથી વધુ મહત્વ રાખે છે. પરંતુ આજે ઘણા લોકો હંમેશાને માટે સ્ત્રી અને પુરુષોને એક સમાન ગણવાની કોશિશ કરતા હોય છે. પરંતુ સદગુરુ કહે છે કે આવો વિચાર પણ ક્યારેય ન કરવો જોઈએ.

બરાબરી થવાથી સ્ત્રી ગુણ એટલે કે કોમળતા ખતમ થઇ જશે.

કહેવાય છે કે સ્ત્રીને કોમળતા ની નિશાની માનવામાં આવે છે. અને આજના સમયમાં લોકો સ્ત્રીને હંમેશાને માટે પુરુષોને સમકક્ષ જોવા ઈચ્છતી હોય છે. જો સ્ત્રીઓ પુરુષોને સમક્ષ થવા લક્ષ્ય તો સ્ત્રીઓ ની અંદર સક્ષમતા અને શારીરિક બળમાં વધારો થશે. તે સાથે સાથે તેની અંદર રહેલી મૃદુતા અને કોમળતાનો નાશ થઈ જશે. સ્ત્રીઓને મમતાની મૂરત માનવામાં આવે છે. અને જો સ્ત્રીઓ પુરુષોને સમકક્ષ બની જશે તો તેના હ્રદયની અંદર રહેલી કોમળતા તેના હ્રદયની અંદર રહેલી મમતા અને તેના હ્રદયની અંદર રહેલો પ્રેમ ધીમે ધીમે કઠોર થતો જશે.

આ સૃષ્ટિ ઉપર સ્ત્રી એક જ એવી વ્યક્તિ છે કે જેના હૃદયની અંદર અપાર પ્રેમ ભળેલો છે. અને તેના કારણે જ આ સંસાર ની અંદર પ્રેમ મળી રહે છે. પરંતુ જો પ્રેમ ના ભંડાર સમાન આ જ સ્ત્રીના હ્રદયની અંદર જરા પણ પ્રેમ નહીં રહે તો આ પૃથ્વી ઉપરથી કોમળતા નાશ થઈ જશે. અને આથી જ ક્યારે પણ સ્ત્રીઓ અને પુરુષોની સરખામણીએ ન કરવી જોઇએ. પુરુષો તેના જગ્યાએ યોગ્ય છે. અને સ્ત્રીઓ હંમેશાં ને માટે પોતાની જગ્યાએ યોગ્ય છે. શા માટે સ્ત્રીઓ અને પુરુષો સમોવડી બની અને પોતાની કોમળતા અને અમૃતા નાશ કરવો જોઈએ.

આ સૃષ્ટિ ઉપર કહેવાય છે કે ઈશ્વર જ્યારે દરેક જગ્યાએ નહોતો પહોંચી શકતો ત્યારે સ્ત્રી સમાજ માતાનું સર્જન કર્યું હતું. અને આ સમગ્ર સૃષ્ટિ સ્ત્રીમાંથી ઉત્પન્ન થયેલી છે. તો સ્ત્રીઓને પુરુષો કરતાં શા માટે નીચે ગણવી જોઈએ. સ્ત્રીઓ તો પૌરાણિક સમયથી જ સદેવ ને માટે પુરુષો કરતાં ઉપર છે. અને આવી સ્ત્રીઓને પુરુષો કરતાં ઉતરતી ગણી તેનું અપમાન કઈ રીતે કરી શકાય. અને સ્ત્રીઓને પુરુષો સમોવડી બનાવી તેની કોમળતાનો નાશ કઈ રીતે કરી શકાય.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here