સ્ટ્રેટ વાળ બનાવવા માટે અપનાવો કોકોનટ મિલ્ક હેરમાસ્ક,થશે આ અનેક ફાયદા.

0
265

દરેક છોકરી એવું ઇચ્છતી હોય છે કે તેના વાળ સૌથી વધુ આકર્ષક બને. કેમ કે, કોઈ પણ છોકરી ની સુંદરતા તેના વાળ ઉપર રહેલી હોય છે. મોટાભાગની છોકરીઓને પોતાના સ્ટ્રેટ અને ચમકદાર વાળ પસંદ હોય છે. પરંતુઘણી વખત મહિલાઓના વાળ સ્ટ્રેટ રહેતા નથી. અને તેપોતાના વાળ થી નાખુશ થતી હોય છે. આજકાલ સ્ટ્રેટ વાળ રાખવાની ફેશન ચાલી રહી છે. લોકો પોતાના વાળને સ્ટ્રેટ કરાવવા માટે પાર્લરમાં હજારો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે.

વારંવાર પાર્લર ની એ ટ્રીટમેન્ટ દ્વારા વાળ સ્ટ્રેટ કરાવવાના કારણે તમારા વાળમાં પરમેનેન્ટ ડેમેજ આવી શકે છે.સાથે સાથે આ પ્રકારની ટ્રીટમેન્ટ ના કારણે તમારા વાળને કુદરતી ચમક જતી રહે છે. અને તમારા વાળ ખરવા લાગે છે. પરંતુ જો વાળને સ્ટ્રેટ કરવા માટે અમુક આયુર્વેદિક નુસખા ને અપનાવવામાં આવે તો તેના કારણે કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ વગર તમે તમારા વાળને સ્ટ્રેટ કરી શકો છો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા સ્પેશિયલ માસ્ટર વિશે, કે જેના દ્વારા તમે તમારા વાળને કુદરતી રીતે સેટ કરી શકો છો.

કોકોનટ મિલ્ક હેર માસ્ક
કોકોનટ મિલ્ક હેરમાસ્ક વાળના વિકાસની સાથે સાથે તેને મજબૂતી આપવાનું પણ કામ કરે છે. તેનો ઉપયોગ કરીને કોઇપણ પ્રકારના વાળને સ્ટ્રેટ કરી શકાય છે. નારીયલ ના દૂધ નો ઉપયોગ તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનો ઉપયોગ કરવાથી તમારા વાળ કુદરતી રીતે ચમકીલા બને છે. અને સાથે સાથે બે વ્યક્તિઓને વાળ ખરવાની સમસ્યા હોય તેના માટે પણ તે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

હેર માસ્ક બનાવવાની રીત
કોકોનટ મિલ્ક હેર માસ્ક બનાવવા માટે સૌ પ્રથમ કાચા નારિયલનેબ્લેન્ડરની મદદથી પીસી લો. અને તેની અંદર રહેલું દૂધ બહાર કાઢી લો.જો તમને કોકોનટ મિલ્ક ન મળતું હોય તો તેની જગ્યાએ તમે સાદું દૂધ પણ ઉપયોગ કરી શકો છો.
ત્યારબાદ તેની અંદર બે થી ત્રણ ચમચી લીંબુનો રસ મેળવી દો. અને તેને બરાબર હલાવી આ મિશ્રણને એક રાત ફ્રીજમાં રાખી મૂકો.

કોકોનટ મિલ્ક હેરમાસ્ક લગાવવાની રીત
આ હેર માસ્ક ને તમારા વાળમાં લગાવતા પહેલા વાળને પાણીથી બરાબર ધોઈ લો. જો વાળમાં તેલ નાખેલું હોય તો શૅમ્પૂથી તમારા વાળ ને બરાબર ધોઈ લો.

વાળ પાણીથી બરાબર ધોવાઈ જાય ત્યારબાદ તમારા વાળને સુકવી લો. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વાળને સૂકવવા માટે હેર ડ્રાયર કે અન્ય કોઈ પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો.

જ્યારે તમારા વાળ બરાબર સુકાઈ જાય ત્યારબાદ તેના ઉપર કોકોનટ મિલ્ક હેરમાસ્ક નું ક્રિમી પેસ્ટ તમારા વાળમાં લગાવી દો. વાળમાં લગાવતી વખતે આ પેસ્ટ તમારા મૂળ સુધી પહોંચે તે રીતે તેને લગાડવું.

આ પેસ્ટ લગાવવાની સાથે-સાથે દાંતિયા ની મદદથી તમારાસ્કેલ્પમાં હળવે હાથે મસાજ પણ કરતા રહો.ત્યાર બાદ ગરમ પાણીની અંદર પલાળેલા ગરમ ટુવાલને તમારા વાળ ની આસપાસ લપેટી લો. અને અંદાજે એક કલાક સુધી તેને એમ રહેવા દો.ત્યારબાદ તમારા વાળને ઠંડા પાણીથી ધોઈ લો. જરૂર જણાય તો તમે શેમ્પૂ અથવા તો કંડીશનરનો ઉપયોગ પણ કરી શકો છો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વાળ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ ન કરવો.આ રીતે કોકોનટ મિલ્ક હેર માસ્કનો ઉપયોગ કરી તમે પણ તમારા વાળને કુદરતી રીતે સ્ટ્રેટ કરી શકો છો. અને સાથે સાથે તમારા વાળને કુદરતી રીતે ચમકીલા બનાવી શકો છો. આ ઉપરાંત તમે બ્યુટીપાર્લરની મોંઘીદાટ ટ્રીટમેન્ટ ના ખર્ચા થી પણ બચી શકો છો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here