કોલેજની ફી માંથી શરૂ કર્યો ગારમેન્ટ બિઝનેસ આજે કરે છે કરોડોનું ટર્નઓવર. યુવાનો ખાસ વાંચે

0
154

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ઈન્દોરના રહેવાસી પિયુષ ના જીવન ચરિત્ર વિશે કે જેણે પોતાના જીવનની અંદર પોતાની લગન અને મહેનતના કારણે સફળતાની સીડીઓ સર કરી છે, કે જે કોઈ પણ વ્યક્તિ વિચારી પણ ન શકે. હકીકતમાં તો રહેવાસી હતો અને તે એન્જિનિયરિંગ ની અંદર ભણી રહ્યો હતો. એન્જિનિયરિંગ પૂરું કર્યા બાદ તેને એમબીએ કરવાનો વિચાર કર્યો. એમબીએ કરવા માટે પિયુષ યુ.કે જતો રહ્યો પરંતુ ત્યાં તેની તબિયત ખરાબ રહેવા લાગી, અને તે ઘણા મહિનાઓ સુધી બીમાર રહ્યો. જેથી કરીને તે ભારત પાછો આવી.

પિયુષ ના ઘરવાળાઓ દ્વારા પિયુષ ને એ વાત મનાવી લેવામાં આવી કે તે ભારત દેશમાં રહીને જ પોતાનું એમબીએ પૂર્ણ કરે.  પિયુષ પોતાનું એમબીએ પૂર્ણ કરવા માટે પુણે જતો રહ્યો. ત્યાં જઈને તેણે જોયું તો પોતાના એક રીસ્તેદાર ગારમેન્ટ બિઝનેસની અંદર હતા. જેની અંદર તે અઢળક રૂપિયા કમાઈ રહ્યા હતા. પિયુષ ને લાગ્યું કે તે પણ આ બિઝનેસ કરી અને કરોડો રૂપિયા કમાઈ શકશે, અને આથી જ પિયુષ ને એવો વિચાર આવ્યો કે તે પણ આ રીતે કામ કરવાનું શરૂ કરી દે.

આમ કરવા માટે પિયુષ એ પોતાના એમબીએના ભણતરની 50000 રૂપિયા જેટલી ફી પોતાની કોલેજમાં જમા ન કરાવી, અને તેના દ્વારા પોતાનો બિઝનેસ શરૂ કર્યો. પિયુષ એ માર્કેટની અંદર સર્વે કર્યો ત્યારે તેને જાણવા મળ્યું કે લોકો જ્યારે મોંઘા શર્ટ ની ખરીદી કરે છે. આમ છતાં તે લાંબો સમય સુધી ચાલતા નથી. આથી જ પિયુષ એ શર્ટ બનાવવાનો વિચાર કર્યો અને આ માટે તેણે ખુબજ સારી ક્વોલીટીના બનાવવાની શરૂઆત કરી બજારની અંદર જે શર્ટ બે થી ત્રણ હજાર રૂપિયા મળતા હતા તે જ શર્ટ પિયુષ એ 700થી 800 રૂપિયામાં વેચવાનું શરૂ કર્યું.

શરૂઆતમાં સમયમાં પિયુષ ને પોતાના ધંધા ની અંદર એટલો બધો નફો ન મળ્યો અને અમુક વખતે તો તેને નુકસાની પણ જતી રહેતી. પરંતુ ધીમે ધીમે પિયુષ દ્વારા વેચવામાં આવતા આ શર્ટ ની કોલેટી લોકોને પસંદ આવી, અને ધીમે ધીમે લોકો તેના શર્ટ ની ખરીદી કરવા લાગ્યા પિયુષ એ પોતાના શર્ટ એ રીતે બનાવવાની શરૂઆત કરી કે જેથી કરીને તેના શર્ટ નો કલર ન જાય અને તેનો કલર લાંબો સમય સુધી ટકી રહે.

શરૂઆતમાં પિયુષ એ પોતાનો બિઝનેસ એકલા હાથે શરૂ કર્યો હતો. પરંતુ ધીમેધીમે તેની અંદર તેને સફળતાની સીડીઓ થતી ગઈ, અને હાલમાં તેની કંપનીની અંદર નીચે 40,000 લોકો નો સ્ટાફ કામ કરે છે. એક મહિનાની અંદર તેના બ્રાન્ડના અંદાજે 4000 કરતા પણ વધુ શર્ટ વેચાય છે. પિયુષ ને શરૂઆતના સમયમાં તેના પરિવાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેની ભણતર પૂરી થઈ ગઈ છે જેથી કરીને તે સારામાં સારી નોકરી કરી શકશે. પરંતુ પીયુષે ધંધો કરવાનું નક્કી કર્યું અને તેની અંદર તેને સખત મહેનત દ્વારા પોતાના ધંધાને સફળતાની સીડીઓ સર કરાવી.

પિયુષ ની કહાની ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે જો કોઈ પણ વ્યક્તિને મોકો મળે તો તેને પોતાની મહેનત અને પોતાના આઈડિયા દ્વારા કંઈક એવી વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ, અથવા તો એવી વસ્તુઓ ની અંદર કાર્ય કરવું જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં તે સતત અને સતત આગળ વધતો રહે. કોઈ પણ વ્યક્તિએ માત્ર નોકરી મળી જાય તે માટે જ ભણતર ન ભણવી જોઈએ પરંતુ વેપાર-ધંધાની અંદર પોતાના આઈડિયા દ્વારા અઢળક રૂપિયા કમાઈ શકે છે. એવી વિચારસરણી રાખી આગળ વધવું જોઈએ.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here