રિક્ષાવાળાનો છોકરો બન્યો ટોપ ક્લાસ IAS ઓફિસર – વાંચો ગોવિંદ જયસ્વાલની સફળતાની કહાની

0
1166
રીક્ષા વાળાનો છોકરો બન્યો IAS ઓફિસર - ગોવિંદ જયસ્વાલની સફળતાની કહાની
રીક્ષા વાળાનો છોકરો બન્યો IAS ઓફિસર

જો career ના point of viewથી જોવામાં આવે તો indiaમાં 3is નો કોઈ મુકાબલો નથી : IIT, IIM, અને IAS. પણ આ ત્રણમાં IAS નું સ્તર સૌથી ઊંચું છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ IAS officer બનવાની ઈચ્છાથી civil servicesના examમાં બેસે છે પરંતુ તેમાંથી 0.025 percent થી પણ ઓછા લોકો IAS officer બની શકે છે. તમે સરળતાથી અંદાજો લગાવી શકો કે IAS beat કરવી કેટલું અઘરું કામ છે, અને આવામાં જ્યારે કોઈ પણ આ પરીક્ષા પાસ કરે છે ત્યારે તેના માટે દરેકના મનમાં એક અલગ છાપ બની જાય છે અને તેનાં માટે ઘણી respect આવે તે સ્વાભાવિક છે.

આ કહાની છે ગોવિંદ જયસ્વાલની. ગોવિંદના પિતા એક રીક્ષાચાલક હતા. બનારસની એક સાંકડી ગલીમાં, એક 12*8 ના ભાડાના રૂમમાં રહેતો ગોવિંદનો પરિવાર માંડ માંડ રીક્ષામાંથી ગુજરાન ચલાવતો હતો. ઉપરથી આ રૂમ એવી જગ્યાએ હતી કે જ્યાં અવાજની કોઈ કમી ન હતી, આજુબાજુ આવેલી ફેક્ટરીઓ અને જનરેટરના અવાજમાં એકબીજા સાથે વાત કરવી પણ મુશ્કેલ હતી.

ન્હાવા-ધોવાથી માંડીને ખાવા-પીવાનું બધું જ કામ તે નાની જગ્યામાં ગોવિંદ, તેના માતા-પિતા અને બે બહેનો કરતી હતી. પણ આવી પરિસ્થિતિમાં પણ ગોવિંદે શરૂઆતથી જ ભણવામાં પૂરું ધ્યાન આપ્યું હતું. પોતાનો ભણવાનો અને પુસ્તકોનો ખર્ચો કાઢવા માટે 8માં ધોરણથી જ tution કરાવવા લાગ્યો. બાળપણથી એક અશિક્ષિત વાતાવરણમાં રહેવાવાળા ગોવિંદને ભણાવવાથી લોકોની ટીકા સાંભળવી પડતી હતી. “તું ભલે ગમે તેટલું ભણીશ પણ ચલાવવાની તો રીક્ષા જ છે” પણ ગોવિંદ તેમ છતાં ભણવામાં જ લાગી રહ્યો.

તેનું કહેવું હતું કે, “મને divert કરવો અસંભવ હતો. કોઈ મને demoralize કરતું તો હું મારા પિતાના સંઘર્ષભર્યા જીવન સામે જોતો.”

ગોવિંદ જયસ્વાલની કહાની : રિક્ષાવાળાનો છોકરો બન્યો IAS ઓફિસર

આજુબાજુના અવાજથી બચવા માટે તે પોતાના કાનમાં રૂ લગાવી દેતો, અને આવા સમયે જ્યારે ઘોંઘાટ વધારે હોય તો ગણિત ભણતો, અને જ્યારે અવાજ શાંત થાય ત્યારે બીજા વિષય ભણતો. રાત્રે વાંચવા માટે તેણે મીણબત્તીનો સહારો લેવો પડતો કારણકે તેના વિસ્તારમાં 12-14 કલાક સુધી વીજળીનો કાપ રહેતો હતો.

ગોવિંદ શરૂઆતથી જ સ્કુલ ટોપર રહ્યો હતો અને વિજ્ઞાનના વિષયમાં ખૂબ જ હોશિયાર હતો. એટલે ધોરણ 12 પછી ઘણા બધા લોકોએ તેને એન્જિનિયરીંગ કરવાની સલાહ આપી. તેના મનમાં પણ એક વાર આ વિચાર આવ્યો હતો, પણ જ્યારે તેને ખબર પડી કે application form ની જ ફી 500 રૂપિયા છે તો તેણે તે વિચાર માંડી વાળ્યો. તે બનારસ હિંદુ યુનિવર્સીટીથી કોલેજ કરી, જ્યાં ફક્ત 10 રૂપિયા જ ઔપચારિક ફી હતી.

ગોવિંદ પોતાના IAS officer બનવાનાં સપનાને સાકાર કરવા માટે અહીં ભણતો હતો અને મુખ્ય પરીક્ષાની તૈયારી માટે દિલ્હી જતો રહ્યો પણ તે દરમિયાન જ તેના પિતાના પગમાં મોટી ઇજા આવી અને તે બેરોજગાર થઈ ગયા. આવામાં પરિવારે પોતાની એકમાત્ર સંપત્તિરૂપ નાની જમીનને 30,000 રૂપિયામાં વેચી દીધી જેથી ગોવિંદ તેનું ભણતર પૂરું કરી શકે. ગોવિંદે પણરંગ રાખ્યો,  પ્રથમ attemp (year 2006) 474 સફળ candidatesમાં 48મું સ્થાન મેળવીને તેણે પોતાની અને પોતાના પરિવારની જિંદગી હંમેશા માટે બદલી નાખી.

Maths માં પાવર હોવા છતાં તેણે mains માટે philosophy અને history પસંદ કર્યું, અને શરૂઆતમાં તેનો અભ્યાસ કર્યો. તેનું કહેવું છે, “આ દુનિયામાં કોઈ પણ વિષય અધરો નથી, બસ તમારી અંદર તેને CRACK કરવાનો હોસલો હોવો જોઈએ.”

અંગ્રેજીનું વધારે જ્ઞાન ન હોવા બાબતે તે કહે છે કે, “ભાષા કોઈ મુશ્કેલી નથી, બસ આત્મવિશ્વાસ હોવો જોઈએ. મારી હિંદી ભણવાની અને વ્યક્ત કરવાની ક્ષમતાએ મને સફળ બનાવ્યો. જો તમે તમારા વિચાર વ્યક્ત કરવામાં પાવરધા હોય તો કોઈ પણ તમને સફળ બનવાથી ન રોકી શકે. કોઈ પણ ભાષા inferior કે superior નથી હોતી. કોઈ પણ ભાષા શીખવી એ કોઈ મોટી વાત નથી – પોતાના પર ભરોસો હોવો જોઈએ. પહેલા હું ફક્ત હિંદી જ જાણતો હતો, IAS academy માં મેં English પર મારી પકડ મજબૂત બનાવી. આપણી દુનિયા આડી છે – આ તો લોકોનું perception છે જે તેને ઉભી બનાવે છે, અને કોઈને inferior તો કોઈને superior બનાવે છે.”

ગોવિંદજીની આ સફળતા દર્શાવે છે કે કેટલા પણ અભાવ કેમ ના હોય પણ જો દ્રઢ સંકલ્પ અને સખત મહેનતથી કોઈ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે લાગી જાય તો તેને સફળતા જરૂર મળે છે. આજે તેને IAS officer બન્યાને 5 વર્ષ થઈ ગયા છે પણ તેની સંઘર્ષની કહાની આપણને હમેશાં પ્રેરિત કરતી રહેશે.

ગોવિંદ જયસ્વાલના ફેસબુક પેજ સાથે જોડવા અહીં ક્લિક કરો.

રીક્ષા વાળાનો છોકરો બન્યો IAS ઓફિસર - ગોવિંદ જયસ્વાલની સફળતાની કહાની
રીક્ષા વાળાનો છોકરો બન્યો IAS ઓફિસર

મિત્રો, ગોવિંદની સફળતાની કહાનીનું સંકલન કરતા અમને પણ વિચાર આવ્યો કે ‘લોકો કઈ કક્ષાએ કામ કરે છે. લોકોમા શું willing power હોય છે. સાવ ગરીબ પરિવારમાંથી આવેલા ગોવિંદ જેવા મહેનતુ છોકરા પણ દેશની સમ્માનીય નોકરી કરતા હોય તો આપણે મહેનત કરીને સફળ કેમ ન બની શકીએ?’ અમારી વેબસાઈટમાં ગોવિંદ જેવા બીજા ઘણા સફળ લોકોની કહાની મુકેલી છે. આપ અત્યારે જ વાંચી શકો છો. તમારી પાસે કોઈ વિશેષ પ્રેરણાદાયી કહાની હોય તો અમને અમારા મેઈલ પર મોકલી શકો છો : bornpedia@gmail.com

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here