શ્રુતિ પાંડે, વિદેશથી પાછા ફરી શરૂ કર્યું એક અનોખો વેપાર. આપ સૌ લોકોએ વાંચવા જેવી સ્ટોરી છે.

0
319

આજના સમયમાં દરેક  યુવાન સારી રીતના ભણી ગણી વિદેશ જવા માટે તૈયાર રહેતો હોય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના સ્વપ્ન સાકાર કરી શકતા હોય છે, અને વિદેશમાં જઈ પોતાની આગળની ભણતર પૂર્ણ કરતા હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ગોરખપુરની શ્રુતિ પાંડે વિશે કે જેણે વિદેશમાં મળતી સારામાં સારી નોકરી અને ત્યાંના એશોઆરામ ને છોડી ભારતમાં આવી કર્યો એક નવો વેપાર.

શ્રુતિએ યુએસમાં જ કન્સ્ટ્રકશન મેનેજમેન્ટ ની અંદર ગ્રેજ્યુએશન કર્યું હતું, અને ત્યારબાદ ન્યૂયોર્કની અંદર જ એક મોટી કંપની ની અંદર તેણે કામ કરવાનું શરૂ કરી દીધું. આ કંપનીની અંદર તેને સારો એવો પગાર પણ મળી રહ્યો હતો. પરંતુ શ્રુતિનું માનવું એવું હતું કે તે કેવું કામ કરવા માગતી હતી કે જેથી કરીને તેને તો ફાયદો થાય. પરંતુ સાથે સાથે સમગ્ર સમાજને પણ ફાયદો થાય.

શ્રુતિ એ નિર્ણય કરી લીધો કે તે ભારતમાં પાછી ફરશે અને વર્ષ 2016 ની અંદર તે ભારતમાં પાછી ફરી અને તે એસબીઆઇની સાથે દૂર દૂરના ગામની અંદર પોતાનું કામ શરૂ કરી દીધું. તેણે નક્કી કરી લીધું કે તે કંઈક એવું કામ કરશે કે જેથી કરીને તે પોતાની બધી જ ક્ષમતાઓનો ઉપયોગ કરી શકે. જેથી કરીને શ્રુતિ એ “સ્ટ્રક્ચર ઇકો” નામની કંપનીની સ્થાપના કરી જેની અંદર તે ગામના લોકો માટે સસ્તા મકાન બનાવવાની શરૂઆત કરી.

કઈ રીતે કરે છે કામ

શ્રુતિએ આ કાર્યક્રમ પોતાના ગામ ગોરખપુર થી જ શરૂ કર્યો. તે ગામડા અને સીટી ના યુવાનો માટે એક મિસાલ કાયમ કરવા માગતી હતી. તેની કંપનીએ સ્ટીલ અને કમ્પ્રેસ્ડ એગ્રી પ્રોડક્ટ દ્વારા ઘર બનાવવાની શરૂઆત કરી. આ ઉપરાંત ખેતી ની અંદર બાકી બચેલા વધારાના કચરામાંથી પણ તેણે ઘરના અમુક મટીરીયલ બનાવવાની શરૂઆત કરી. જેથી કરીને આ ઘર બનાવવા માટે નો રો મટીરીયલ નો ખર્ચો ખૂબ ઘટી ગયો.

શ્રુતિએ યુરોપની એક કંપની સાથે કોલેબરેશન કરી અને અમુક એવી ટેકનોલોજી નું ઉત્પાદન કર્યું, કે જે માત્ર ચાર જ અઠવાડિયાની અંદર કોઈપણ ઘર બનાવી શકે છે. હકીકતમાં તેના દ્વારા બનાવવામાં આવેલા ઘર એકદમ ઇકો ફ્રેન્ડલી છે અને તેના કારણે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. ઘરના મટીરીયલ માટે તે ખેતપેદાશોની અંદર વધેલી વસ્તુઓનો ઉપયોગ કરવા લાગ્યા. ખેતરમાં વધેલા ભૂસા માંથી ઘરની પેનલો બનાવવામાં આવી અને તેના દ્વારા ઘરને ઝડપથી તૈયાર કરવામાં આવ્યું.

શ્રુતિના સ્ટાર્ટપને અનેક પ્રકારના એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યું છે. શ્રુતિના સ્ટાર્ટપને યુ.એન દ્વારા 22 યુથ એસેમ્બલી માં ઇમ્પેક્ટ એસેમ્બલી નો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત તેને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પણ અનેક પ્રકારના એવોર્ડ થી નવાજવામાં આવી છે.

આ ઉપરાંત એક મહિલા તરીકે જ્યારે તેણે આ કંપનીની શરૂઆત કરી ત્યારે તેણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અને જ્યારે પોતાના પાસે તે જતી હતી ત્યારે ઘણી વખત ઈન્વેસ્ટરો દ્વારા એવી માંગ કરવામાં આવતી હતી કે સામેની પાર્ટી માં કોઈ એક પુરુષ હોવો જોઈએ. જેથી કરીને તેને કંપની ઉપર ભરોસો બની રહે. આમ છતાં આ બધી જ મુશ્કેલીઓને પાર કરી અને પોતાની આ કામગીરીને આગળ ધપાવી છે અને પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.

 

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો..

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here