શરીર માટે જરૂરી છે આ પાંચ માઈક્રો ન્યુટ્રીયંટ, જાણો કયા આહારમાંથી મળશે.

0
89

શરીરને સ્વસ્થ રાખવા માટે અને બીમારીઓથી બચવા માટે અને અંગોના વિકાસ માટે આપણે અનેક પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીનની જરૂર હોય છે. શરીરને આ બધા જ તત્વો ભોજન સ્વરૂપે મળતા હોય છે. આથી આપણે ભોજનની અંદર એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી કરીને આપણા શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો તેની અંદર થી મળી રહે.

જો કોઈ પણ વ્યક્તિના ભોજનમાં પોષક તત્વોની ઉણપ સર્જાતી હોય તો તેની સીધી અસર તેના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કયા છે એ 5 માઇક્રો ન્યુટ્રીયંટ કે જેને ભોજનમાં મેળવવા થી તમારું શરીર રહી શકે છે કાયમી માટે સ્વસ્થ અને આ તત્વો કયા ખોરાકમાંથી મળશે.

વિટામીન બી

વિટામીન બી અનેક પ્રકારના હોય છે જેની અંદર વિટામીન બી 1, 2, 3, 6, 7 અને 12 નો સમાવેશ થાય છે. વિટામીન બી આપણા શરીરના સ્વાસ્થ્ય માટે એક જરૂરી સ્ત્રોત માનવામાં આવે છે. તેના દ્વારા આપણા શરીરની માંસપેશીઓ મજબૂત બને છે. સાથે સાથે આપણી નર્વસ સિસ્ટમને પણ કાર્યરત કરવા માટે વિટામીન બી ની ખાસી જરૂર પડતી હોય છે. વિટામીન બી મુખ્યત્વે આખા અનાજ, ઇંડા, માછલી, ફળ અને નટ્સ માંથી તથા લીલાં શાકભાજીમાંથી મળે છે.

કેલ્શિયમ

કેલ્શિયમ નું કાર્ય શરીરમાં હાડકાઓ અને માંસપેશીઓને મજબૂત કરવાનું છે. શરીરમાં કેલ્શિયમની ઊણપ સર્જાય તો તેના કારણે આપણને અનેક પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. સાથે સાથે ઘણી વખત હાડકાનાં ફ્રેક્ચર ની સમસ્યા પણ થઈ શકે છે. સામાન્ય રીતે કેલ્શિયમ દૂધ દૂધમાંથી બનેલી અન્ય વસ્તુ ઓ લીલા શાકભાજી વગેરે માંથી મળે છે.

આયર્ન

આયર અને ખૂબ જ મહત્વનું પોષક તત્વ માનવામાં આવે છે. શરીરની અંદર વિવિધ ભાગોમાં ઓક્સીજન પૂરતા પ્રમાણમાં વહન કરવા માટે તથા શરીરની અંદર લોહીનું પ્રમાણ જાળવી રાખવા માટે આયર્ન ખૂબ જ ઉપયોગી તત્વ માનવામાં આવે છે. સામાન્ય રીતે લીલા પાંદડાવાળી શાકભાજી નો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. આ ઉપરાંત તમે તેને ટમેટા બ્રોકોલી મશરૂમ સકરટેટી અને સુરણમાંથી પણ મેળવી શકો છો.

વિટામિન ડી

દુનિયાભરની અંદર અંદાજે ૫૦ ટકા લોકોની અંદર વીટામીન-ડીની ઉણપ જોવા મળે છે. જેના કારણે લોકોને હાડકાંને લગતી અનેક પ્રકારની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. સામાન્ય રીતે વિટામિન ડી આંતરડાની અંદર રહેલા કેલ્શિયમ અને ફોસ્ફેટ નું સીધું જ શોષણ કરતા હોય છે. જેથી કરીને આપણા હાડકા મજબૂત બનતા હોય છે. સામાન્ય રીતે દૂધ પનીર દહીં માખણ અને સૂર્યપ્રકાશ એ વિટામિન ડી નો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે.

ઓમેગા ફેટી એસિડ

ઓમેગા 3 ફેટી એસિડ માંસપેશીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે તમારી માંસપેશીઓને યોગ્ય રીતે ટોન કરે છે. તેનું સેવન કરવાના કારણે શરીરમાં રક્તપ્રવાહ યોગ્ય રીતે થાય છે. જેથી કરીને તમને ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે. મુખ્યત્વે ઓમેગા થ્રી ફેટી એસિડ માછલીઓમાં જોવા મળે છે. આ ઉપરાંત શાકાહારી વસ્તુઓ માં અળસીના બીજ અખરોટ અને ભાગમાં તેનું ભરપૂર પ્રમાણ હોય છે.
અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઇક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here