વોટ્સએપ ની મદદથી સાડીઓ વેચી આ મહિલા મહિને કમાય છે લાખો રૂપિયા

0
871

હાલના સમયમાં ભારત દેશની અંદર સોશિયલ મીડિયાનો ઉપયોગ વધતો જાય છે. તેમાં પણ જો વાત કરવામાં આવે વોટ્સએપની તો મોટા ભાગના લોકો આખો દિવસ વોટ્સએપ નો ઉપયોગ કરતા હોય છે. મોટા ભાગના લોકો દિવસ દરમિયાન બિનજરૂરી રીતે વોટ્સએપનો ઉપયોગ કરી પોતાનો સમય વ્યર્થ કરતા હોય છે. પરંતુ સામે ઘણા લોકો એવા પણ છે કે આ જ વોટ્સએપ નો યોગ્ય રીતે ઉપયોગ કરી તે લાખો રૂપિયા કમાઈ શકતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ એક મહિલા વિશે કે જેણે વોટ્સએપની મદદથી કમાયા લાખો રૂપિયા.

ચેન્નઈના રહેવાસી એવા પ્રિયા દ્વારા એક નવી પ્રકારની પહેલ કરવામાં આવી જેની અંતર્ગત તેણે વોટ્સએપ ઉપર પોતાની સાડીઓ વેચવાની શરૂઆત કરી. પ્રિયા ની સાસુ પણ સાડીઓ વેચવાનું બિઝનેસ કરતી હતી. તેની સાસુ ઘરે ઘરે જઈ અને સાડીઓ વેચી હતી અને બાકીના સમયમાં પોતાનું કામ કરતી હતી. પ્રિયંકા શરૂઆતના સમયમાં એક કંપનીની અંદર નોકરી કરતી હતી. પરંતુ થોડા સમય બાદ તેની સાસુ માં મૃત્યુ થઈ ગયું. જેથી કરીને તેના ઘરની બધી જ જીમેદારી તેના ઉપર આવી ગઈ. જેથી કરીને પ્રિયાને પોતાની નોકરી છોડવી પડી.

આથી પ્રિયાએ એવો વિચાર કર્યો કે તે પોતાની સાસુ નો જુનો બિઝનેસ જ આગળ વધારે. કે જેથી કરીને તે પોતાના ઘરની સારસંભાળ પણ રાખી શકે. અને સાથે સાથે પોતાના ઘર-પરિવાર માટે થોડા રૂપિયા પણ કમાઈ શકે. શરૂઆતના સમયમાં પ્રિયા પણ પોતાના સાસુ ની જેમ ઘરે ઘરે સાડીઓનો થેલો લઈ અને ગાડીઓ વેચવાની કરતી હતી. પરંતુ પ્રિયાને કંઈક નવું કરવાની ઇચ્છા થઈ સામાન્ય રીતે પ્રિયા ના ગ્રાહકો માટે ના ઘર પરિવારના લોકો તેની આસપાસના લોકો અને તેના રિશ્તેદાર હતા.

આથી પ્રિયાએ એવો વિચાર કર્યો કે જો તે સાડીઓને ઘરે ઘરે જઈને વેચે તેના કરતા એ જ સાડીઓ નાફોટા દરેક વ્યક્તિઓને બતાવે અને તેના દ્વારા કોઇપણ વ્યક્તિ સાડી લે તો તેના માટેનું કામ સરળ બની જશે. આ માટે તેણે વર્ષ 2014ની અંદર વોટ્સએપ નું એક ગ્રુપ બનાવ્યું અને તેના દ્વારા તેણે 20 સાડી લીધી. ત્યારબાદ પ્રિયા પોતાની સાડીઓ બનાવવાનું શરૂ કર્યું અને આ માટે તેણે થોડા માણસો પણ રાખી દીધા.

ત્યારબાદ તે પોતાના વોટ્સએપ ગ્રુપ બનાવ્યા અને તેની અંદર પોતાના બધા જ ગ્રાહકોને મેમ્બર તરીકે જોડી દીધા, અને વોટ્સએપ ઉપર તેણે પોતાની સાડી ઓ નું પ્રમોશન શરૂ કરી દીધું. ધીમે ધીમે વોટ્સએપ ઉપર પ્રિયાની આ સાડીઓ ની માંગ વધતી ગઈ અને પ્રિયા નો બિઝનેસ આગળ વધતો ગયો. વર્ષ 2016 17 ની અંદર કુલ 2.4 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. પ્રિયા એ ધીમે ધીમે પોતાની નીચે ઘણા બધા માણસોને રાખ્યા અને તેના દ્વારા તે પોતાના બિઝનેસને વધતી ગઈ.

હાલમાં પ્રિયા એક દિવસમાં 50 થી 60 સાડીઓનો વેપાર કરે છે. પરંતુ તહેવારોની સિઝનમાં તેની સંખ્યા ૧૦૦ કરતાં પણ વધી જાય છે. જો સામાન્ય રીતે વાત કરવામાં આવે તો પ્રિયા એક મહિનાની અંદર ૧૨ થી ૧૫ લાખ રૂપિયાની સાડીઓનો વેપાર કરે છે પ્રિયાએ ઘરે-ઘરે સાડીઓ વેચવા ની જગ્યાએ વોટ્સએપ ઉપર પોતાના ગ્રુપ બનાવી અને લોકોને પોતાની સારી વેચવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેણે પોતાની આ સાડીઓ ને હોલ સેલ ભાવે વેચવાની પણ શરૂઆત કરી દીધી.

હોલસેલમાં કોઇપણ વેપારી સાડીઓ લેવા આવે તો તેને 10% લેસ કરી દેવામાં આવતા. અને બાકીના ગ્રાહકો પાસેથી તેના પૂરતા પ્રમાણમાં પૈસા લેવામાં આવતા. એટલું જ નહિ પરંતુ પ્રિયા નસીબ ચમકી રહ્યા હતા. થોડાક સમયની અંદર પ્રિયાની આ સાડીઓ ની માંગ અમેરિકા ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશો ની અંદર પણ વધવા લાગી. પ્રિયંકાને આ દેશમાંથી પણ સાડીઓના ઉડાવવા લાગ્યા અને પ્રિયંકાએ તેના ઉપર પણ પૂરતું ધ્યાન આપી પોતાની આ સાડીઓ ને દેશ દેશ સુધી પહોંચાડી.

આમ પ્રિયાએ પોતાના સાસુ નો જુનો બિઝનેસ આગળ વધાર્યો પરંતુ આ બિઝનેસની અંદર પોતાના આઈડિયા દ્વારા તેણે પોતાની સૂઝબૂઝથી તેની અંદર થોડા ઘણા ફેરફાર કર્યા, કે જેથી કરીને પ્રિયા ઘરે બેઠા બેઠા આજે લાખો રૂપિયાનો વેપાર કરે છે. અને આજે તે કરોડોની માલકીન બની ગઈ છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો..

 

 

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here