સત્યનારાયણ કથા રહસ્ય.!! શા માટે કરવામાં આવે છે સત્યનારાયણની કથા.? શું છે આ કથા કરવા પાછળનું મહત્વ.?

0
183
સ્કંધ પુરાણમાં રેવા ખંડમાં સત્યનારાયણની કથાનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે.
ભગવાન સત્ય નારાયણની કથા લોકજીવન માં પ્રચલિત છે. ઘણા લોકો આ કથા નું આયોજન માનતા ના રૂપ માં કરે છે, તો ઘણા આ કથા નું આયોજન અન્ય રૂપ માં કરે છે. શ્રી-સત્ય નારાયણ વ્રત ની કથા દેશ ના અનેક ભાગો માં ઘણી જ લોકપ્રિય છે. સત્ય જ નારાયણ છે, આ ભાવ સત્ય નારાયણ ની કથા માથી ઉભરે છે. સત્ય ને જ સાક્ષાત ભગવાન માની તેની આરાધના કરવી એજ સત્ય વ્રત છે, લોકો સત્ય નારાયણ કથા ના માધ્યમ થી સત્ય વ્રત નું સાચું રૂપ સમજે,એ જ સાચા અર્થ માં સુખ-સમૃધ્ધિ ના અધિકારી છે.

શ્રી સત્ય નારાયણ વ્રત-કથા ઓ ના વિભિન્ન કથાનકો માધ્યમ થી એક જ તથ્ય પ્રમુખ રૂપ થી પ્રગટ થાય છે તે છે – સત્ય નું આચરણ કરવાથી અર્થાત સત્ય નારાયણ નું વ્રત લેવાથી લૌકિક અને પારલૌકિક બંને જીવન સુખ અને શાંતિમય બને છે. અને આ સત્ય વ્રત છોડવાથી અનેક કષ્ટો ભોગવવા પડે છે.

જ્યારે નારદે ભગવાન વિષ્ણુ ને પ્રાણીઓ ના દુખ દૂર કરવા માટે નો ઉપાય પૂછ્યો ત્યારે ભગવાને કહ્યું કે ધરતી પર જ નહિ પણ સ્વર્ગ માં પણ દુર્લભ હોય તેવું એક પવિત્ર વ્રત છે જે ને હું પ્રગટ કરું છું.

શ્રી સત્ય નારાયણ વ્રત ને વિધિ-વિધાન પૂર્વક કરવાથી આ લોક માં સુખ અને પરલોક માં સદગતિ મળે છે. સત્ય ને જ ભગવાન નું સ્વરૂપ માની જે વ્યક્તિ આ વ્રત કરે છે તેને પ્રભુ ની કૃપા નો લાભ અવશ્ય મળે છે. ભગવાન સત્ય ની સાધના કરવાથી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા થી માણસ ને લોકિક સુખ અને પારલૌકિક શાંતિ નિશ્રિત રૂપ થી મળે છે. મહત્વ ની વાત એ છે કે માત્ર વચન થી જ સત્ય નું પાલન નથી થતું અને ના માત્ર સત્ય શબ્દો ના વશ માં હોય છે, પરંતુ જેમાં ધર્મ ની રક્ષા અને પ્રાણીઓ ના હિત રહેલા છે. સાચા અર્થ માં એક સત્યવ્રતી પોતાના ઉત્તમ વ્યવહાર અને શુભકર્મો થી જ ભગવાન ની સાચી પુજા થાય છે.

સત્ય વ્રત ને અપનાવવા થી ગરીબ વ્યક્તિ પણ ભગવાન ની કૃપા થી ધન-ધાન્ય થી પૂર્ણ બને છે. તેની પાસે સંસાર ના કષ્ટ, આપત્તિઓ પણ ભાગી જાય છે. તે વિઘ્ન રહિત જીવન જીવે છે, તેને ઇચ્છિત ફળો ની પ્રાપ્તિ થાય છે. સાથે જ ભવ-બંધનો થી મુક્તિ મેળવી ને દેવતાઓ ના રથ સ્વર્ગ માં સુખ અને સંતોષ નું જીવન મળે છે.

ઘણી વાર પ્રશ્ન થાય કે સત્ય નારાયણ વ્રત ની કથા માં શતાનંદ નામ ના નિર્ધન બ્રાહ્મણ ની કથા, શુદ્ર, કઠિયારા ની કથા, સાધુ નામ ના માણસ ની કથા, તુંગધ્વજ નામા ના રાજા ની કથા વગેરે બતાવી છે પરંતુ આ પુરાતન ભક્તો ની પાસે કઈ કથા થઈ હતી. તે કથા નો ઉલ્લેખ નથી થતો.

ઉપરની જિજ્ઞાસા નો ઉત્તર એ છે કે દુખી માણસ સમાજ ના કષ્ટો થી નિવૃતિ માટે દેવઋષિ નારદ એ જ્યારે ભગવાન વિષ્ણુ ને પુછ્યું ત્યારે ભગવાને ‘સત્ય નારાયણ વ્રત’ કરવાનો ઉપદેશ આપ્યો. કથા નું નહિ પણ વાસ્તવ માં વ્રતોપદેશ નું મુખ્ય ઉપદેશ છે – કથા-કીર્તન, જાગરણ અને બ્રાહ્મણ ભોજન તથા પ્રસાદ વિતરણ વગેરે કૃત્ય તો આ અનુષ્ઠાન નું પૂરક માત્ર છે.
આ કથા માં વ્રતધારણ ની વિધિ અને તે વિધિ ની પ્રશંસા માટે આ કથા ઓ કહેવા માં આવી છે. ફળશ્રુતિ ના રૂપ માં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય,અને શુદ્ર આ ચારેય વર્ણો ના પ્રતિનિધિયો દ્રારા ‘સત્યવ્રત’ ધારણ કરવા થી ઇચ્છિત ફળ મળે છે તેનું દષ્ટાંત આપ્યું છે. મહત્વ ની વાત એ છે કે આ વ્રત એવું છે જે ચારેય વર્ણો દ્રારા કરવાથી જે લાભ મળે છે તેનું ચિત્રણ કરવા માં આવ્યું છે.હાલના સમયમાં ઘણી જગ્યાએ કથાના શ્રવણ દરમ્યાન વાતોનો કોલાહલ અને કથાના મહત્વથી વધું લોકોની વ્યવહારીક વાતો જ ચાલુ હોય છે, કથા કરાવનાર અને કરનાર બે જ કથામાં હોય એવું દેખાય છે પણ કથાના પ્રસાદનુ મહત્વ સૌ જાણે છે, સત્ય,નીતિ અને પ્રભુ પરાયણ જીવન ધન્ય છે અને એજ જીવનની સાર્થકતા એજ પ્રભુનો પ્રસાદ છે એનુ ફળ પણ સ્વાદથી ભરપૂર હોય છે.એમ આ પ્રસાદનુ મહત્વ જણાવ્યું છે. સત્ય એજ ઈશ્વર, સત્યં પરમ્ ધિમહી….!!! શિવોહમ્…!!!

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here