સંતાન પ્રાપ્તિ માટે માતાના આ મંદિરમાં ચડાવો કાકડીનો પ્રસાદ, જાણો આ રોચક મંદિર વિશે.

0
388

ભારત દેશની અંદર અનેક એવા દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. જેની અંદર યોગ્ય રીતે પૂજા અર્ચના કરવાથી દરેક લોકોના મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભારત દેશની અંદર અનેક એવા મંદિરો આવેલા છે કે ત્યાં કોઈપણ નિસંતાન દંપતીઓ સાચી શ્રદ્ધાથી દર્શન કરે અને તેના રીતરિવાજ અને પૂર્ણ કરે તો તેના ઘરે પારણું બંધાય છે. અને તે સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે અત્યાર સુધી તમે અનેક એવા મંદિરો વિશે સાંભળ્યું હશે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક વિશેષ પ્રકારના મંદિર વિશે કે જેની કહાની સાંભળી ને તમે પણ રહી જશો દંગ.

છતીસગઢ ની અંદર આવેલા કુંડા ગામ જિલ્લામાં લિંગેશ્વર દેવીનું મંદિર આવેલું છે. આ મંદિર અંગે એવી માન્યતા રહેલી છે, કે આ મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વખત ખુલે છે. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની નવમી ના દિવસે આ મંદિરના દ્વાર માત્ર 12 કલાક માટે ખુલે છે. અને પોતાની આ વિશિષ્ટતા માટે જ આ મંદિર સમગ્ર ભારત દેશની અંદર પ્રખ્યાત છે. આ મંદિર અંગે બીજી એક અન્ય માન્યતા પણ એવી રહેલી છે, કે આ મંદિરની અંદર કોઈપણ દંપતિ ને સંતાન સુખ જોતું હોય તો તે દંપતિ ખાલી હાથ પાછા જતા નથી.
આ મંદિર એક સાંકડી ગુફાની અંદર આવેલું છે. અને આથી જ અહીંયા માતાના દર્શન કરવા માટે ભક્તો ને નીચે નમીને જવું પડે છે. કહેવાય છે કે ભારત દેશનું આ એક એવું મંદિર છે કે જ્યાં ભગવાન શંકરને સ્ત્રી સ્વરૂપમાં પણ પૂજા થાય છે. આ મંદિરની અંદર ભગવાન શંકર નર નારેશ્વર રૂપમાં બિરાજમાન છે. આ મંદિર અંગે આસપાસના લોકો એવું માને છે કે જો કોઈ પણ દંપતી ની:સંતાન હોય અને તેને સંતાનસુખની પ્રાપ્તિ કરવી હોય તો આ મંદિરની અંદર જો માતાને કાકડીનો પ્રસાદ ચઢાવવામાં આવે તો માતાની વિશેષ કૃપા આ દંપતી ઉપર પડે છે.
વર્ષની અંદર માત્ર એક જ વખત આ મંદિરના દ્વાર ખુલતા હોવાના કારણે આ 12 કલાક દરમિયાન મંદિરની બહાર નિસંતાન દંપતીઓ ની લાંબી લાઈન લાગેલી હોય છે. અહીં ભારત દેશમાંથી દૂર-દૂરથી લોકો સંતાન પ્રાપ્તિ માટે માતાના ચરણોમાં કાકડીનો પ્રસાદ ધરાવવામાં માટે આવે છે. અહીંયાની માન્યતા એવી છે કે જે કોઈ પણ દંપતી આ જગ્યાએ માતાના ચરણોમાં કાકડીનો પ્રસાદ ચઢાવે અને ત્યારબાદ આ કાકડીને હાથ વડે અલગ ભાગ કરી બંને દંપતી એક એક ભાગને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે તો તેના ઘરે સંતાન પ્રાપ્તિ થાય છે.
આમ આ મંદિર પણ ભારતના અનેક એવા અજીબો-ગરીબ મંદિરોમાંનું એક મંદિર છે. જેને અત્યાર સુધીમાં અનેક નિસંતાન દંપતીઓ ના ઘરે સંતાનસુખ ની પ્રાપ્તિ કરાવી છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here