શું તમે જાણો છો શિરડીના સાંઈબાબા ની ભવ્ય મૂર્તિ નો રાજ, જાણો આ હકીકત વિશે.

0
336

શેરડી ની અંદર રહેતા સાંઈબાબાના ચમત્કારો વિશે દરેક લોકોજાણતા હોય છે. સાંઈબાબા એ પોતાના જીવનકાળ દરમિયાન અનેક પ્રકારના એવા ચમત્કારો જ કર્યા છે જેથી કરીને આજે પણ લોકો તેની પૂજા કરે છે. સાંઈ બાબાના ભક્તોની સંખ્યા દિવસેને દિવસે વધારો થતો જાય છે કેમ કે સાંઇબાબા જીવતા જીવ તો અનેક પ્રકારના ચમત્કારો કર્યા છે. પરંતુ આજે પણ સાંઈબાબા પોતાના અનેક પ્રકારના ચમત્કારો માટે જાણીતા છે.

આજે શેરડી ની અંદર સાંઈબાબા નું એક ભવ્ય મંદિર આવેલું છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા માટે સાંઈ બાબા ના ચરણોમાં પોતાનું શિશ નમાવવા હોય છે. સાંઈબાબાના આ મંદિરની અંદર સાંઈબાબા ની ભવ્ય પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી છે. પરંતુ ઘણા ઓછા લોકો એવા હશે કે જે સાંઇબાબાની આ પ્રતિમા વિશેની અમુક ખાસ વાતો જાણતા હશે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સાંઈબાબાના આ ચમત્કારી મૂર્તિ વિશે.

શેરડી ની અંદર આવેલા સાંઇબાબા નુ આ મંદિર વર્ષ 1922માં નિર્માણ કરવામાં આવ્યું હતું સાંઈબાબાએ જે જગ્યાએ સમાધી લીધી હતી તે જગ્યાએ સાંઈબાબાના આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી મંદિરની અંદર સતત ફેરફાર થતા રહ્યા અને આજે સાંઈબાબાનું આ મંદિર એક ભવ્ય મંદિરમાં સમાવેશ થઈ ગયો છે. સાંઈબાબાના મંદિરે દર્શન કરવા જવામાં આવે છે. ત્યારે ત્યાં ભક્તોને અવિરત પ્રસાદ આપવામાં આવે છે. સાથે સાથે સાંઈબાબાના અખંડ ધુણા માંથી નીકળતી ભભૂત પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે.સાંઈબાબાના મંદિરમાં રહેલી હાલની મૂર્તિ વર્ષ 1954 ની અંદર બનાવવામાં આવી હતી. સાંઈબાબાની આ મૂર્તિ બનાવવા માટે ઈટલીથી થી સ્પેશિયલ એક માર્બલ મંગાવવામાં આવ્યો હતો. જ્યારે ઈટલીથી આ માર્બલ આવ્યો ત્યારે આ માર્બલ કોણે મોકલાવ્યો છે તેના વિશે કોઈને જાણ ન હતી. આ માર્બલ માત્ર મુંબઈના બંદરે આવ્યો હતો અને આથી જ આ મંદિરના ટ્રસ્ટ દ્વારા તેમાંથી સાંઈબાબા ની ભવ્ય મૂર્તિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જ્યારે કારીગરો આ મૂર્તિ બનાવવાની શરૂઆત કરી ત્યારે કારીગરો મૂંઝવણમાં મુકાઈ ગયા કે હકીકતમાં સાંઇબાબાની કઈ રીતે ની મૂર્તિ બનાવવી. જ્યારે લોકોને કંઈ ન સમજાણું ત્યારે લોકોએ સાંઈબાબા નું ધ્યાન ધર્યું અને તેને પ્રાર્થના કરી જેથી કરીને એક કારીગરના સ્વપ્નની અંદર સાંઈબાબા પ્રગટ થયાઅને સાંઈબાબા એ જણાવ્યું કે તે સાંઇબાબાની આસન ઉપર બેઠેલી મૂર્તિ બનાવે. અને આથી જ કારીગરે પોતાના સ્વપ્નની આ વાત અન્ય લોકોને જાણ કરી અને ત્યારબાદ સાંઈબાબાની આસન ઉપર બેઠેલી આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું.

આમ સાંઇબાબાની આ મૂર્તિ બનાવવા પાછળ અને તેના આ પ્રકારનાહાવભાવ પાછળ સાંઈબાબા પોતાના જ હાથ રહેલો છે. કેમકે સાંઈબાબા પોતાને જ પ્રસન્ન થઈ અને ભક્તોને આ પ્રકારની મૂર્તિ બનાવવા માટે જણાવ્યું હતું.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here