સાત ગુરૂવાર સુધી અનુસરો આ નિત્યક્રમ, પછી જુઓ સાંઈબાબાની કૃપા નો કમાલ, દરેક મનોકામનાની થશે પૂરતી.

0
655

આપણે દરેક લોકો જાણીએ છીએ કે ભારતની ધરતી ઉપર જન્મ લેનાર આ સાંઈબાબાએ ચમત્કારી અવતાર હતા. આજે લાખો ભક્તો સાંઈબાબાના ચરણોમાં શીશ નમાવે છે અને પોતાની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે આશિષ મેળવતા હોય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે મહારાષ્ટ્રના શેરડી ની અંદર સાઈબાબાનું એક ભવ્ય મંદિર આવેલું છે અને આ મંદિરમાં દેશ-વિદેશથી લાખો ભક્તો સાંઈબાબા ના આશીર્વાદ મેળવવા માટે આવતા હોય છે.આમતો સાંઈબાબા ફકીર હતા પરંતુ કોઈપણ ભક્ત તેના દરબારમાં આવે તો તે ખાલી હાથ જતો નથી. અને આથી જ દિવસે ને દિવસે સાંઈ બાબાના ભક્તોની સંખ્યા માં વધારો થતો જાય છે. કોઈ પણ ધર્મની અંદર માનનારા વ્યક્તિઓ સાંઈબાબા માં આસ્થા ધરાવે છે. સાઈ બાબાની પૂજા-અર્ચના તથા ભક્તિ કરતા હોય છે ગુરૂવારે સાંઇબાબા માટેનો વિશેષ વાર ગણવામાં આવે છે. અને આથી જ તમને ગુરુવારના દિવસે સાંઈબાબાના મંદિરો ની અંદર વિશેષ ભીડ જોવા મળે છે.સામાન્ય રીતે લોકો સાંઈબાબાનો આશીર્વાદ મેળવવા માટે તેના મંદિરો ની અંદર વિશેષ દાન કરતા હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી ખાસ વસ્તુ કે જેના દ્વારા તમે સાંઈ બાબાના આશીર્વાદ મેળવી શકો છો. જો તમે પણ સતત ૭ ગુરૂવાર સુધી આ કાર્ય કરશો તેના કારણે સાઈબાબાની વિશેષ કૃપા તમારા પર બની રહે છે. અને સાંઈ બાબા પોતે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે તો ચાલો જાણીએ કઈ છે એ વસ્તુ.સાંઈબાબાની કૃપા મેળવવા માટે દર ગુરુવારના દિવસે સાંઈબાબાના મંદિરે જવું અને ત્યારબાદ તેના ચરણોની અંદર પુષ્પ અર્પણ કરવા. ત્યાર પછી બે મિનિટ સુધી સાંઇબાબાનું ધ્યાન ધરવું સાંઈબાબાને પીળો રંગ વધુ પસંદ હોવાથી શક્ય હોય તો સાંઈબાબા ના ચરણો ની અંદર પીળા રંગના પુષ્પ અર્પણ કરવા. આ ઉપરાંત જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી હોય તો સાઈબાબાના મંદિર ની અંદર પીળા વસ્ત્રો તથા પીળા રંગનો પ્રસાદ વિતરણ કરવો સાથે સાથે આખો દિવસ સાઈબાબાના નામનું જાપ કરવો.

આમ જો નિયમિત રૂપે 7 ગુરૂવાર સુધી સાંઈબાબાના કોઈપણ મંદિરે જાય, આ પ્રકારે નિત્ય નિયમ થી કાર્ય કરવામાં આવે તો તમારા જીવનની અંદર રહેલી દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. અને તમારા જીવનની અંદર કાયમી માટે સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. સાથે સાથે સાંઈબાબાની વિશેષ કૃપા તમારા ઉપર બની રહે છે. જેથી કરીને તમારી ધારેલી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે સાથે તમારે આર્થિક રીતે પણ સદ્ધર બની શકો છો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here