રબર મેન ઓફ ઇન્ડિયા જેનું શરીર છે રબર કરતાં પણ વધુ લચીલું.. જોવો ફોટાં આ માણસના

0
96

આપણે દરેક લોકો એવું ઇચ્છતા હોઈએ છીએ કે આપણું શરીર બને ત્યાં સુધી લચીલું રહે. જેથી કરીને આપણે આપણી ઇચ્છા મુજબ આપણા શરીરને વાળી શકીએ. જો કોઈ પણ વ્યક્તિનું શરીર ખૂબ લચીલું હોય તો તેના કારણે તે પોતાના રોજબરોજના કામ ખૂબ આસાનીથી કરી શકે છે. ઘણા લોકો એવા હોય છે કે જેણે પોતાના શરીરના રેકોર્ડ પણ નોંધાવેલા છે. ઘણા લોકોના શરીર એટલા બધા લચીલા હોય છે કે જાણે તેનું શરીર હાડકા માંથી નહીં પરંતુ રબર માંથી બનેલું હોય તેવું લાગે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવા જ એક વ્યક્તિ વિશે કે જેને રબર મેન ઓફ ઈન્ડિયાનો ખિતાબ મળ્યો છે.

એ વ્યક્તિનું નામ છે જસપ્રીત સિંહ કાલરા જે લુધિયાણા પંજાબ ના રહેવાસી છે. તેને ભારતના રબર મેન નો ખિતાબ આપવામાં આવ્યો છે. ઘણા લોકો તેને ‘મોસ્ટ ફ્લેક્સિબલ બોય ઓફ ઇન્ડિયા’ ના નામથી પણ ઓળખે છે. જસપ્રીત હાલમાં ભણી રહ્યો છે. અને તે પોતાના શરીરને એટલું બધું વાળી શકે છે કે જેથી કરીને લોકો દંગ રહી જાય. જસપ્રીત પોતાની ગરદનને 180 ડિગ્રી અને પોતાની કમરને ૩૬૦ ડિગ્રી સુધી ફેરવી શકે છે. જસપ્રીત હેરતઅંગેજ કારનામા કરવા માટે સમગ્ર પંજાબમાં જ નહીં પરંતુ ભારતની અંદર પ્રખ્યાત છે.

આ રીતે કરી શરૂઆત

જસમીત એ પોતાની વિશે જણાવતા કહ્યું કે જ્યારે તે સાતમા ધોરણની અંદર ભણી રહ્યો હતો, ત્યારે તેણે યોગા ક્લાસ જોઈન કર્યા હતા. પરંતુ માત્ર થોડા દિવસ થયા પછી જ તેના મિત્રોએ આ યોગા ક્લાસ છોડી દીધા હતા. પરંતુ જ્સપ્રિત નિયમિત રીતે પોતાના યોગા ક્લાસ શરૂ રાખ્યા. ત્યારબાદ દસમા ધોરણમાં આવતાની સાથે તેને એવું કહેવામાં આવ્યું કે કોઈ એવું ફિલ્ડ સિલેક્ટ કરી લે કે જ્યાં તે પોતાની કેરિયર બનાવી શકે. ત્યારે તેણે ભણતરની સાથે સાથે યોગ એ પણ પોતાના કેરિયર તરીકે સિલેક્ટ કર્યો.

જસપ્રીત માત્ર 14 વર્ષની નાની ઉંમરે ડેનિયલ સ્મિતથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને તેણે યોગ કરવાનું શરૂ રાખ્યું. સાથે સાથે તે ડેનિયલ ના વિડિયો જોઈ અને ઘણું બધું શીખતા હતા. જસપ્રીત એ પોતાના શરીરને ફિટ રાખવા માટે પૂરતું ધ્યાન આપ્યું. એક દિવસ યોગા ટીચર એ તેને એક પ્રતિયોગીતા માટે સિલેક્ટ કર્યો. અને જ્યારે આ પ્રતિયોગિતા જીતી ત્યારે તેને ઘણું સન્માન મળ્યું. ધીમે ધીમે જસપ્રીત નું નામ થવા લાગ્યું અને લોકો તેને સન્માન આપવા માંડ્યા.

જસપ્રીત નું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ ની અંદર “બોન લેસ મેન ઓફ ઈન્ડિયા” તરીકે દર્જ છે. આ ઉપરાંત યુનિક વર્લ્ડ રેકોર્ડ ની અંદર પણ તેને “વર્લ્ડસ યંગેસ્ટ ફ્લેક્સિબલ બોય” નું ટાઇટલ મળેલ છે. આ ઉપરાંત મીરાલેકસ વર્લ્ડ રેકોર્ડ ની અંદર તેને “રબર મેન ઓફ ઈન્ડિયા” નો ખિતાબ મળેલું છે. જેનો અર્થ એવો થાય કે એવો વ્યક્તિ કે જે પોતાના શરીરને રબરની જેમ ફેરવી શકે છે.

આવું શરીર બનાવવા માટે સખત મહેનત કરે છે. તે કહે છે કે સવારના સમયે જ્યારે બધા જ વ્યક્તિઓ સુતા હોય છે, ત્યારે તે દરરોજ ત્રણ કલાક સુધી યોગની પ્રેક્ટિસ કરે છે. સાથે સાથે તે પોતાની ડાયટનો પણ યોગ્ય ધ્યાન રાખે છે. અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેનાથી તે કાયમી માટે દૂર રહે છે. જેથી કરીને માત્ર પોષક તત્વ યુક્ત ખોરાક પોતાના શરીરની અંદર જાય. અને પોતાનું શરીર ફિટ રહે. સાથે સાથે જસપ્રીત એવું પણ કહે છે કે એક સમયે તે બીજા વ્યક્તિઓ થી પ્રેરિત થતો હતો. પરંતુ આજે સમય એવો આવી ગયો છે કે બીજા વ્યક્તિઓ પોતાના થી પ્રેરિત થાય છે.

જસપ્રીત ની ક્ષમતાઓને જોઇને ડોકટરો પણ હેરાન છે તેઓ કહે છે કે કોઇ પણ વ્યક્તિ પોતાનું શરીર આટલું બધું કઈ રીતે ઘુમાવી શકે. ડોક્ટરો દ્વારા તેના ઘણા બધા એક્સ-રે પણ લેવામાં આવ્યા. પરંતુ બધી જ કન્ડિશન ની અંદર તેનું શરીર ખૂબ જ નોર્મલ હતું. જસપ્રીતે પોતાના શરીર ખુબ જ મહેનતથી હાસલ કર્યું છે. અને આવું લચીલું બનાવવા માટે માત્ર યોગ જ નહીં પરંતુ શરીરની સાધના ની પણ જરૂર પડે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here