રીતેશ અગ્રવાલ 23 વર્ષની ઉમરમાં બન્યો ભારતનો સૌથી યુવા Entrepreneur, આજે છે 6000 કરોડનો માલિક

શું તમે એ વિશ્વાસ કરી શકો છો કે જે ઉમરમાં આપણે પોતાને આખી જીંદગી માટે તૈયાર કરતા હોઈએ અથવા કડકડતી ઠંડીમાં ગોદડા ઓઢીને સુઈ જતા હોઈએ કે પછી વરસાદના દિવસોમાં આળસને કારણે વધારે સુઈ રહેતા હોઈએ, જીવનના આવા નાજુક સમયમાં કોઈ યુવાને કંઇક મોટું કરવા માટે દરરોજના 16 કલાક કામ કર્યું હોય અને 360 કરોડની કંપની બનાવી હોય? હરગીજ આવો વિચાર પણ નહિ આવ્યો હોય..

આ વાત થઇ રહી છે ઓરિસ્સાના રીતેશ અગ્રવાલ (Ritesh Agarwal) ની, કે જેણે OYO Rooms નામની કંપની સ્થાપીને મોટા મોટા બીઝનેસમેનોને અને રોકાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા. Oyo Rooms નો મુખ્ય ઉદેશ્ય મુસાફરોને સસ્તા ભાવમાં સારામાં સારી સુવિધા આપવા સાથે દેશના મુખ્ય શહેરોની હોટેલ બુકિંગ કરાવવાનો છે.

વ્યક્તિગત રીતે રીતેશ અગ્રવાલ ખુબ જ બુદ્ધિશાળી છે. પાતળા બાંધાના અને વાંકડિયા વાળ વાળા રીતેશે જે કામ કરી બતાવ્યું એ ખરેખર અદભૂત છે. ઘણી વાર સામાન્ય દેખાતા લોકો પણ એવા કામ કરી જતા હોય છે કે મોટા મોટા બીઝનેસમેન પણ વિચારતા રહી જાય છે.

ચાલો જાણીએ રીતેશ અગ્રવાલની સફળતાની કહાની

રીતેશ અગ્રવાલે બીઝનેસ વિષે વિચારવાનું નાનપણથી જ શરુ કરી દીધું હતું. તેનો જન્મ 16 નવેમ્બર 1993માં ઓરિસ્સાના કટક બિસામ નામના જીલ્લામાં થયો હતો. તેનું કુટુંબ વ્યવસાયિક હતું જેથી તેને બાળપણથી જ વ્યવસાય વિશેના વિચારો આવતાં હતા. 12 ધોરણ સુધીનો અભ્યાસ તેણે Scared Heart School માં કર્યો હતો. ત્યારબાદ IIT માં તેને ભણવાની ઈચ્છા થઇ. તેની તૈયારી માટે તે રાજસ્થાનના કોટામાં આવ્યો. કોટામાં તેના બે જ કામ હતા એક ભણવાનું અને બીજું જયારે પણ સમય મળે ત્યારે મુસાફરી કરવાની. તેને મુસાફરી ખુબ જ ગમતી હતી. કોટમાં રહીને તેણે એક પુસ્તક લખ્યું : Indian Engineering Collages: A complete Encyclopedia of Top 100 Engineering Collages. આ પુસ્તક દેશની ટોપ 100 ઈજનેરી કોલેજની જાણકારી બાબતનું હતું અને તે સમયે flipcart પર ખુબ જ પોપ્યુલર થયું હતું.

16 વર્ષની ઉંમરે તેની પસંદગી મુંબઈમાં Tata Institute of Fundamental Research (TIRF) આયોજીત Asian Science Camp માટે કરવામાં આવ્યું હતું. આ એક એવી જગ્યા છે જ્યાં એશિયા મૂળના વિચારકો આવે અને પોતાના વિચારો આપે તથા કંઇક નવું વિચાર-વિમર્શ કરે અને વિજ્ઞાન તથા ટેક્નોલોજીની મદદથી સમસ્યાનો હલ લાવવાનો પ્રયત્ન કરે. એ સમયમાં રીતેશ મુસાફરી દરમિયાન સસ્તી હોટેલ પસંદ કરે અને એ પ્રમાણે રિતેશને વધુ સુજ પડતી ગઈ. જોકે તેને બિઝનેસમાં રૂચી તો હતી જ પણ એ નહોતી ખબર પડતી કે હું કયો બીઝનેસ કરીશ. પણ કહેવાય છે ને કે સમય સાથે સુજ પણ આવતી જાય છે. તેમ રિતેશને પણ આ વિચાર આવ્યો અને તે આ વિચારની પાછળ મંડી પડ્યો.

ઘણી વાર રીતેશ કોટાથી દિલ્હી ટ્રેનમાં મુસાફરી કરતો હતો અને મુંબઈની સસ્તી હોટેલમાં રહેતો હતો જેથી દિલ્હીના યુવા-સાહસિકોના આયોજનોમાં ભાગ લઇ શકે અને સ્ટાર્ટ-અપ સ્થાપકોને મળી શકે. ઘણી વાર તો એવું થતું હતું કે રજીસ્ટ્રેશનની ફી જ એટલી ઉંચી હોય કે જે ભરવી રીતેશ માટે અઘરી પડી જાય. એટલા માટે તેને ઘણી વાર છુપાઈને પણ આવા સેમીનાર ભર્યા હતા.

આ એ સમય હતો કે જ્યારે રીતેશે મુસાફરી દરમિયાન રોકવા માટે ઉપયોગ કરેલ સસ્તી હોટેલના ખરાબ અનુભવોમાંથી શીખીને પોતાનું બીઝનેસ ફર્મ બનાવવાનું વિચાર્યું હતું.

Oravel Stays થી રીતેશે શરૂઆત કરી હતી

વર્ષ 2012માં રીતેશ પોતાના પ્રથમ સ્ટાર્ટ-અપ Oravel Stays થી શરૂઆત કરી હતી. આ કંપનીનો ઉદેશ્ય સસ્તા ભાવમાં હોટેલ રૂમ બુક કરાવવાનો હતો. જે ઓનલાઈન માર્કેટમાં નવો વિચાર હતો.આ કંપનીમાં થોડા મહિનામાં જ VentureNursery નામની કંપનીમાંથી 30 લાખનું રોકાણ થયું. આ રોકાણથી રિતેશને પોતાની કંપની વધારવાનું જોમ વધી ગયું. થોડા સમય બાદ આ બીઝનેસ આઈડિયા રીતેશે Theil Fellowship માં મુક્યો અને વૈશ્વિક પ્રતિયોગિતામાં રિતેશની કંપનીનો 10મો નંબર આવ્યો અને તેમાંથી તેને 66 લાખનું ઇનામ મળ્યું. Theil Fellowship એ એક એવી કંપની છે કે જેનો સ્થાપક પીટર થેલ છે. જે વિખ્યાત PayPal ના સહસ્થાપક છે.

આટલા ઓછા સમયમાં રિતેશના સ્ટાર્ટ-અપને સફળતાઓનો વરસાદ થતો રહ્યો અને તે પોતાની જાતે જ ખુબ જ ઉત્સાહિત થયો. પરંતુ થોડા સમય બાદ Oravel Stay કંપની ખોટમાં ચાલવા માંડી. પરિસ્થિતિને સુધારવાના ઘણા પ્રયત્નો કાર્ય પરંતુ આખરે એ કંપનીને બંધ કરવી પડી.

Oravel Stays માંથી Oyo Rooms

પોતાને મળેલી અસફળતાથી નિરાશ થયા વગર ફરી વાર રીતેશે આ યોજના પર વિચાર કર્યો અને પોતાની ભૂલો સુધારવાનો પ્રયત્ન કર્યો.

ભૂલો સુધારવા માટે તેણે પોતે જે મુસાફરી કરી હતી તેને યાદ કરી. ઘણી વાર તો વધુ પૈસામાં દુર્ગન્ધ ભર્યા રૂમોમાં પણ તેણે રાત ગુજારી હતી તે દિવસો યાદ કર્યા. તેને એક વિચાર આવ્યો કે ભારતમાં રૂમ મળવી તો સહેલી જ છે પરંતુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત રૂમો સસ્તાભાવમાં મળવી એ અઘરું હતું. આ જ વિચારને આગળ લાવીને Oravel Stays માં સુધારા કાર્ય અને મુસાફરોની સુવિધા વધે એ રીતે નવી કંપની લોંચ કરી એ હતી ‘OYO Rooms’. જેનો મતલબ હતો ‘તમારા પોતાના રૂમ’. હવે આ કંપની રૂમમાં મળવા વાળી મૂળભૂત સુવિધા સાથે ગુણવત્તાનો પણ ખ્યાલ રાખવા માંડ્યા. અત્યારે કોઈ હોટેલ OYO Rooms સાથે જોડવા માગતી હોય તો OYO Rooms ના કર્મચારી હોટેલમાં જઈને કઈ કઈ પ્રકારની સુવિધાઓ છે તે ચેક કરે અને સારી રીતે નિરીક્ષણ કરીને જ પછી એપ્રૂવલ આપે છે.

સફળતાના કદમ પર રીતેશ અગ્રવાલ

OYO Rooms માં અગાઉની ભૂલો ન થાય એ માટે સતત ચિંતિત રહેતો હતો. SeventyMM ના CEO ભાવના અગ્રવાલ સાથે રીતેશે આ બાબતે ચર્ચા કરી અને મદદ લીધી. આ સલાહ ખુબ જ ઉપયોગી નીવડી. સાથે સાથે OYO Roomsને ઘણા બધા ગ્રાહક મળતા ગયા અને હોટેલ પણ જોડવા માટે મળતી રહી.
આ વખતે રિતેશને જે પ્રમાણે પ્લાન હતો એ પ્રમાણે જ થયું. સસ્તા ભાવમાં ગ્રાહકોને આ સેવા ખુબ જ પસંદ આવી. ગ્રાહકોની માગને પૂરી કરવા માટે રીતેશે કર્મચારીઓની સંખ્યા 25 કરી અને તમને જાણીને આશ્ચર્ય થશે કે અત્યારે OYOના 1500થી પણ વધારે કર્મચારીઓ છે.

કંપનીની સ્થાપના થઇ એના એક વર્ષ બાદ એટલે કે 2014માં Lightspeed Venture Partners (LSVP) અને DSG Consumer Partners એ Oyo Rooms માં 4 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. વર્ષ 2016માં જાપાનની મલ્ટી-નેશનલ કંપની Softbank એ 7 અબજ રૂપિયાનું રોકાણ Oyo Rooms માં કર્યું હતું. જે એક નવી કંપની માટે ખુબ જ મોટું કહેવાય.

આજે માત્ર 3 જ વર્ષમાં Oyo Rooms 15000 થી પણ વધુ હોટેલ સાથે (1000000 રૂમો) દેશની સૌથી મોટી આરામદાયક તથા સસ્તા ભાવમાં રૂમો અપાવતી કંપની બની ગઈ છે. Oyo Rooms એ ગયા વર્ષે મલેશિયામાં પોતાની સેવા આપવાનું શરુ કરી દીધું છે અને વર્લ્ડવાઈડ બનવા જઈ રહી છે.

2 જુલાઈ 2016 માં GQ મેગેઝીન એ રીતેશ અગ્રવાલને 50 Most Influential Young Indians: Innovators ની લિસ્ટમાં સામેલ કર્યો છે.

મિત્રો, આશા છે કે રીતેશ અગ્રવાલની આ સ્ટોરી તમને પસંદ આવી હશે. જો તમે પણ જીવનમાં કંઇક કરવા માંગતા હોય તો અચૂક પોતાના પેશનને વળગી રહેજો. પેશન જ એક એવું કિમતી શસ્ત્ર છે કે જેનાથી તમે દુનિયામાં ગમે ત્યાં લડી શકો છો.

જો તમે પણ કોઈના વિષે લખતા હોય અથવા જાણવા માંગતા હોય તો અમને એ વિષે માહિતી આપો મેસેજ દ્વારા અથવા અમારા ઈમેલ પર : bornpedia@gmail.com

 

©આ લખાણ કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here