જાણો કઈ રીતે ઘરે જ મેળવશો સફેદ વાળથી છુટકારો, જાણી લો આ ઘરેલુ ઉપચાર.

0
348

આજના સમયમાં પ્રદુષિત વાતાવરણને કારણે સફેદ વાળ થવા એ સર્વ સામાન્ય બાબત થઈ ગઈ છે. આજે વ્યક્તિઓને નાની ઉંમરે પણ વાળ ધીમે-ધીમે સફેદ થવા લાગે છે. લોકો કોઈને કોઈ રીતે પોતાના સફેદ થતાં વાળને અટકાવવા માગતા હોય છે. આમ કરવા માટે લોકો પોતાના વાળમાં વિવિધ પ્રકારની મોંઘી અને કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ તે વાળને વધુ સફેદ બનાવતી હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે ઘરે જ છુટકારો મેળવી શકો છો સફેદ વાળની આ સમસ્યામાંથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક તેવા ઘરેલુ ઉપચાર કે જે તમારા માટે થઈ શકે છે ઉપયોગી.

પૌષ્ટિક આહાર

વાળ સફેદ થવાનું એક મુખ્ય કારણ છે શરીરની અંદર અમુક ઘટના વિટામિન્સ. આથી જ જો યોગ્ય રીતે અને પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહારનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા વાળને કુદરતી રીતે પોષણ મળી રહે છે. જે તમારા વાળને કુદરતી રીતે કાળા બનાવે છે. વાળને કુદરતી રીતે કાળા બનાવવા માટે તમારે પ્રોટીનયુક્ત શાકભાજી, ફળ અને આખા અનાજનું સેવન જરૂરી બની જાય છે. સાથે સાથે દિવસ દરમિયાન ભરપૂર માત્રામાં પાણી પણ પીવું જોઈએ. આમ કરવાથી તમારા વાળને કુદરતી રીતે પ્રોટીન મળી રહે છે. અને તમારા વાળ કુદરતી રીતે કાળા બને છે વાળને કુદરતી રીતે કાળા બનાવવા માટે શરીરની અંદર વિટામીન બીટવેલ, મિનરલ, ઝીંક તથા વિટામિન એ, સી અને ઈ સૌથી અગત્યના છે.

ખરાબ કોલેટી ના પ્રોડક્ટ

ઘણી વખત વધુ પડતા અને ખરાબ કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાના કારણે પણ વાળની અંદર અનેક પ્રકારની ખરાબી આવે છે. અને તમારા વાળ એકદમ કમજોર અને સફેદ થતા જાય છે. આથી શક્ય હોય ત્યાં સુધી વાળ માટે હંમેશાને માટે એવી વસ્તુઓનો ઉપયોગ કરવો કે જેની અંદર કુદરતી તત્વો વધુ હોય.

માલિશ કરવી

માથા ની અંદર સમયે-સમયે જો તેલ દ્વારા હળવા હાથે માલિશ કરવામાં આવે તો તેના કારણે તમારા માથાની અંદર રક્તપ્રવાહ ની અંદર વધારો થાય છે. જેથી કરીને તમારા માથામાં વધુ સ્વસ્થ વાળ ઊગે છે. જે આગળ જતાં વધુ મજબૂત અને કાળા બને છે. આમ કરવા માટે તમે નારિયેલ તેલ અથવા તો તલના તેલની માલિશ કરી શકો છો.

ધુમ્રપાનથી રહો દૂર

એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે જે વ્યક્તિઓ ધૂમ્રપાન કરતા હોય તેવા વ્યક્તિઓ ના વાળ ખૂબ ઝડપથી સફેદ થાય છે. આથી તમારા વાળને કાયમી માટે કુદરતી રીતે કાળા બનાવી રાખવા માટે ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ.

મેલન કોર નું સેવન

મેલન કોરે એક પ્રકારની એવી ટેબલેટ છે, જેનું સેવન કરવાના કારણે તમારા વાળને કુદરતી રીતે પોષણ મળી રહે છે. અને તમારા વાળનો કુદરતી કાળો રંગ જળવાઈ રહે છે. સાથે સાથે આ ટેબલેટ ની અંદર અમુક એવા પોષક તત્વો પણ હોય છે, કે જે તમારા નવા વાળ ઉગાડવા માં પણ મદદરૂપ સાબિત થાય છે. આથી આ ગોળીને ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય રીતે લેવામાં આવે તો તેના કારણે તમારા વાળ કુદરતી રીતે કાળા જળવાઈ રહે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here