બાબા હરભજનસિંઘ : એક શહીદ સૈનિક કે જે આજે પણ છે દેશની સેવામાં ડ્યુટી ઉપર

0
501

પોતાના જાનની પરવા કર્યા વગર સીમા ઉપર તૈનાત થઈને ભારતીય સૈનિકો ભારત દેશની સરહદની રક્ષા કરતા હોય છે. જેથી કરીને આપણે આરામનું જીવન જીવી શકીએ અને કોઇ પણ જાતના ડર વગર કોઈપણ રસ્તાઓ ઉપર ભૂમિ શકીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈપણ સૈનિક સીમા ઉપર સુરક્ષા કરતા કરતા શહીદ થઇ ગયા પછી પણ તે દેશની રક્ષા કરવા માટે ત્યાં પોતાની ડ્યુટી નિભાવતો હોય? આ વાત સાંભળવામાં થોડી અટપટી લાગશે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા શહિદ જવાન વિશે કે જે ડ્યુટી કરતા કરતાં સીમા ઉપર શહીદ થઈ ગયો. આમ છતાં હજી સુધી ભારત દેશની કરે છે સેવા.

સિક્કિમમાં રહેલી ભારતદેશની ચીની સીમા ઉપર એક શહીદ વીર જવાન થઈ ગયો. જેણે પોતાના જીવન દરમિયાન પૂરી નિષ્ઠા અને કર્તવ્ય ની સાથે દેશની સુરક્ષા કરી હતી. પરંતુ મૃત્યુ થઈ ગયા બાદ પણ આ જુવાન સરહદની હજી સુધી રક્ષા કરી રહ્યો છે. હેરાન કરી દેનારી વાત તો એ છે કે આ શહીદ જવાનોને આજે પણ સરકાર તરફથી સેલેરી મળે છે. અને સાથે સાથે તેનું પ્રમોશન પણ આપવામાં આવે છે. આ જવાન શહીદની યાદમાં એક મંદિર પણ બનાવવામાં આવેલું છે. જ્યાં લાખો લોકો પોતાનું માથું ટેકવી અને પછી આગળ વધતા હોય છે.

આપણે દરેક લોકો જાણીએ છીએ કે ભારતીય પોલીસ કે ભારતીય સેનાની અંદર અંધવિશ્વાસને કોઈ જગ્યા નથી હોતી. પરંતુ આ એક વાત એવી છે કે જે હકીકતમાં દરેક લોકોને હેરાન કરી દેનારી છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બાબા હરભજન સિંહની કહાની કે જેના ઉપર આપણો જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સેનાનો વિશ્વાસ ટકેલો છે. અને તેની વાસ્તવિકતા ખરેખરમાં અવિશ્વસનીય છે.

બાબા હરભજન સિંહનો જન્મ ૩૦ ઓગસ્ટ 1946માં પંજાબના સદરાના ગામમાં થયો હતો કે જે હાલમાં પાકિસ્તાનની અંદર આવેલું છે. તેણે પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની એક સ્કૂલમાંથી જ લીધેલું છે. અને ત્યાર પછી તે ભારતીય સેના ની અંદર 9 ફેબ્રુઆરી 1966ના રોજ પંજાબ રેજિમેન્ટની અંદર સિપાહી ના પદ ઉપર ભરતી થયા ત્યાર પછી વર્ષ 1968માં તેને ૨૩મી પંજાબ રેજિમેન્ટની સાથે પૂર્વીય સિક્કિમ ઉપર તૈનાત કરવામાં આવ્યા. તેણે પોતાના સમગ્ર યુનિટ માટે એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

આ રીતે શહીદ થયા હરભજનસિંહ

કહેવાય છે કે ૪ ઓક્ટોબર 1968ના રોજ હરભજનસિંહ કચરો નો કાફલો લઈને જઈ રહ્યા હતા. ત્યારે તે પગ લપસવાની સાથે જ ઊંડી ખીણ ની અંદર પડી ગયા. અને ત્યાં પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે જે તેના શરીરને બહાવીને દૂર લઈ ગયો. ત્યાર પછી તેના સાથી સૈનિકોના સપનામાં આવી આ જવાન શહીદ એ પોતાના મૃત શરીર વિશે જાણકારી આપી.

થોડા દિવસો પછી જ્યારે હરભજન સિંહ પોતાના કેમ્પમાં પાછા ન ફર્યા, ત્યારે તેના અન્ય સાથીદારો દ્વારા તેને ભાગેડુ જાહેર કરી દેવામાં આવ્યો. કહેવાય છે કે આ એ જ દિવસ હતો કે જ્યારે હરભજન સિંહની આત્મા એ ભારતીય સેનામાં પોતાની પ્રતીતિ કરાવી તે દિવસે જ તેના સાથી સૈનિકના સ્વપ્નમાં હરભજન સિંહની આત્મા આવી. અને તેણે સ્વપ્નની અંદર પોતાના સાથી સૈનિકને પોતાના મૃત શરીર વિશેની પૂરેપૂરી જાણકારી આપી. ત્યાર પછી તેના સાથી સૈનિક જ્યારે તેની શોધખોળમાં ગયા ત્યારે તેને તે જગ્યાએ હરભજનસિંહનો મૃત શરીર મળ્યો અને ત્યાર પછી તેને હરભજન સિંહની આત્મા ની વાત ઉપર વિશ્વાસ આવ્યો. એટલું જ નહીં પરંતુ હરભજન સિંહે જ્યારે સ્વપ્નમાં આવી પોતાના સાથી સૈનિકને પોતાનું એક હાડકું તૂટી ગયા વિશે વાત કરી હતી. તે વાત પણ સો ટકા સાચી નીકળી અને આ વાત પોસ્ટમોટમ ઉપરથી સાબીત થઈ ગઈ કે હરભજન સિંહના પગ નું હાડકું તૂટી ગયું હતું.

શહીદ સૈનિકની સમાધિ

ત્યાર પછી બાબા હરભજન સિંહની આત્મા ફરીથી તે સૈનિકના સ્વપ્નમાં આવી અને તેણે કહ્યું કે તે આજે પણ પોતાની ડ્યુટી પૂરેપૂરી ઈમાનદારી અને કાર્યક્ષમતાની સાથે નિભાવી રહ્યા છે. સાથે-સાથે હરભજન સિંહે પોતાની એક સમાધિ બનાવવાની ઇચ્છા પણ પ્રગટ કરી. જ્યારે તેના સાથી સૈનિકે પોતાના સ્વપ્નની આ વાત પોતાના રેજીમેન્ટના લોકોને કહી ત્યારે વર્ષ 1982 ની અંદર સિક્કિમની અંદર તેની એક સમાધિ બનાવવામાં આવી. અંદાજે ૧૩ હજાર ફૂટની ઊંચાઈએ સ્થિત બાબા હરભજન સિંહના આ મંદિર સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. દૂર દૂરથી લોકો આ મંદિરની અંદર પોતાનું માથું ટેકવવા માટે આવે છે. અને આ સમાધિની અંદર હરભજન સિંહના એક ફોટો એક બૂટની જોડી અને એક કપડાની જોડી તથા અન્ય સામાન રાખેલો છે.

બાબા હરભજન સિંહના મંદિરની માન્યતા

ત્યાંના લોકોની એક એવી માન્યતા પણ ફેલાયેલી છે કે જો કોઈપણ વ્યક્તિ એકવીસ દિવસ સુધી બાબા હરભજન સિંહના આ મંદિરની અંદર પાણીની બોટલ ભરીને રાખી દે, તો ૨૧ દિવસ પછી આ પાણીની અંદર અમુક એવા ચમત્કારી ગુણ ઉત્પન્ન થઈ જાય છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીથી છુટકારો મળી શકે છે.

ચીની સૈનિકો પણ ડરે છે હરભજનસિંહથી

ત્યાં એક એવી માન્યતા પણ છે કે જ્યારે હરભજન સિંહના મંદિર માં દરરોજ સાંજે પોલીસ કરેલા બૂટ અને પારસી કરેલી એક વર્દી રાખી દેવામાં આવે છે. અને સવારના સમયે જ્યારે ત્યાં જવામાં આવે છે ત્યારે તે બુટ ઉપર ધૂળ લાગેલી હોય છે. અને તે વર્દી પણ વિખાઈ ગયેલી હોય છે. તેના ઉપરથી તેના સૈનિકોની માન્યતા એવી છે કે હરભજન સિંહ રાત્રી દરમિયાન ભારતીય સરહદની રક્ષા કરે છે. અને આ સમય દરમિયાન જો કોઈ પણ ચીની સૈનિક કોઈના ધ્યાન વગર ભારતીય સરહદની અંદર ઘુસવાની કોશિશ કરે તો તેના અંગે અન્ય સૈનિકોને જાણ કરે છે. અથવા તો તેને ધૂળ ચટાડી દે છે.

આમ આ રીતે ભારતીય સેનાની અંદર એક વીર જવાન શહીદ થઈ ગયો જેનું નામ હતું બાબા હરભજનસિંહ કે જે પોતાની શહીદી પછી પણ આજે પણ ભારત દેશની રક્ષા માટે તૈનાત છે. અને આજે પણ લાખો લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયેલ છે. તમે આ પ્રસંગ આધારિત ડોક્યુમેન્ટ્રી પણ જોઈ શકો છો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here