રતન ટાટાનો આ પ્રસંગ વાંચીને તમે પણ ડીશમાં ભોજન પડ્યું નહિ મુકો

0
4591

સમગ્ર વિશ્વમાં જેનું નામ આજે એક પ્રભાવશાળી વ્યક્તિઓમાં લેવાય છે એ રતન ટાટાએ થોડા સમય પહેલાં એક tweet ના માધ્યમથી ખુબ જ પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. જેનું ગુજરાતી અનુવાદ અહીં છે.

જર્મની ઔદ્યોગિક દેશ છે. સામાન્ય રીતે આવા દેશનું નામ આવે એટલે લોકો એવું વિચારતા હોય છે કે ત્યાં લોકો ખુબ જ લકઝરીયસ જીંદગી જીવતા હશે.

જયારે અમે હેમ્બર્ગ પહોંચ્યા, મારો સાથી એક રેસ્ટોરન્ટમાં ઘુસી ગયો. અમે જોયું કે ત્યાં ઘણા બધા ટેબલ ખાલી હતા. એક ટેબલમાં એક યંગ કપલ બેઠું હતું. ટેબલ પર ખાલી બે જ ડીશ અને બીયરની બે બોટલ પડી હતી. મને વિચાર આવ્યો કે શું આ કપલ આટલું સાદું ખાઈ શકે? શું આ છોકરી આ કંજૂસ છોકરા સાથે રહેશે?

બીજા એક ટેબલ પર ડોશીઓ પણ બેઠી હતી. જયારે વેઈટર ભોજન પીરસવા આવે અને દરેક લોકોની ડીશમાં પીરસે ત્યારબાદ જે ભોજન વધે તે પેલી ડોશીઓ પૂરું કરી દે.

રતન તાતા કેમ ધનવાનોની યાદીમાં નથી?

હવે અમે તો પૂરી રીતે ભૂખ્યા હતા એટલે મારા સાથીએ તો ઘણું બધું ખાવાનું ઓર્ડર કરી દીધું. જયારે ખાવાનું પૂરું કર્યું ત્યારે અમે મંગાવ્યું હતું તેના ત્રીજા ભાગનું જ અમે ખાધું હતું.

જયારે અમે હોટેલમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે આ ડોશીઓએ અમને રોકીને અમારી સાથે અંગ્રેજીમાં વાત કરી, અમે સમજી ગયા કે અમે ભોજન વધાર્યું હતું તેથી તે નારાજ હતી.

મારો સાથી તેના પર ગુસ્સે થયો અને બોલ્યો, ‘અમે અમારા ભોજનના રૂપિયા આપી દીધા છે. અમે કેટલું ખાવાનું વધારીએ છીએ તેની સાથે તમારો કોઈ મતલબ નથી.’ આ સાંભળીને આ મહિલાઓ ખુબ જ ગુસ્સે થઇ ગઈ. તેમાંની એકે પોતાનો મોબાઈલ કાઢ્યો અને કોઈ નંબર પર વાત કરી. થોડી જ વારમાં Social Security Organisation નો કોઈ માણસ યુનિફોર્મમાં આવી પહોંચ્યો. સમાધાન બાદ અમારી પર 50 યુરોનો દંડ ફટકારી દીધો.

ઓફિસર અમારી સાથે ઊંચા અવાજે બોલ્યો, એટલું જ ઓર્ડર કરવાનું જેટલું તમે ખાઈ શકો. પૈસા તમારા છે પણ સંશાધન તો સમાજનું છે. દુનિયામાં એવા ઘણા બધા લોકો છે જે સંશાધનની કમીનો સામનો કરી રહ્યા છે. તમારે આવા કુદરતી સંશાધનોનો બગાડ કરવાનો કોઈ હક નથી.

આવા ઊંચા વિચાર ધરાવતા દેશના લોકોનો માઈન્ડસેટ આપણને શર્મિંદા કરે છે. આ બાબતે આપણે વિચારવું જોઈએ. આપણે એવા દેશમાંથી આવીએ છીએ જ્યાં સંશાધનો અથવા કુદરતી સ્ત્રોતો મોટા પ્રમાણમાં અસ્તિત્વમાં નથી. શરમથી બચવા માટે અને બીજા લોકો શું વિચારશે એ કારણે આપણે આપણી ભૂખથી પણ વધુ ભોજન મંગાવીએ છીએ અને તે ભોજનનો બગાડ કરતા હોઈએ છીએ.

ratan tata

વિચારવા જેવી વાત : પોતાની ખરાબ આદતો છોડવા માટે અત્યારે જ ગંભીરતાથી વિચારો. આપણા દેશના વખાણ સાંભળવા માટે આપણે જ સુધરવું પડશે. જો આ વાત સાચી લાગી હોય તો આ મેસેજ અત્યારે જ તમારા બધા મિત્રોને શેર કરો. દેશના મહાન ગણાતા વ્યક્તિ રતન ટાટા પોતાના twitter માં આ વાત લખી શકતા હોય તો તમે પણ તમારી ફેસબુક પ્રોફાઇલમાં આ વાત શેર કરી શકો છો.

કોઈ પણ દેશ મહાન ત્યારે બને છે જયારે તે દેશના દરેક નાગરિક મહાન બનતા હોય છે. મહાન થવું એટલે મોટી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરવું એ નથી. મહાન થવું એ દેશના દરેક નાના નાના કામ કરવા જેનાથી દેશરૂપી ઈમારત મજબુત બને. પાણીનો બગાડ અટકાવવો, ભોજનનો બગાડ અટકાવવો, વીજળીનો બિનજરૂરી વ્યય ન થવા દેવો આવા કામથી દેશ આગળ આવે છે.

ચાલો રતન ટાટા દ્વારા શેર કરાયેલા આ પ્રેરણાદાયી પ્રસંગથી આપણે પણ શીખીએ અને પોતાની રીતે દેશના કુદરતી સંશાધનોનો બગાડ થતો અટકાવીએ. એક વાત હંમેશા યાદ રાખીએ : ભલે પૈસા આપણા હોય પણ સંશાધન દેશના છે, સમાજના છે, લોકોના છે.

“MONEY IS YOURS BUT RESOURCES BELONG TO THE SOCIETY”

GujjuMoj નવા નવા વિષય પર લેખ લખવા માટે હંમેશા તત્પર રહે છે. જરૂર છે તમારી કોમેન્ટની, તમારા પ્રતિભાવની.. અમે તમારી દરેક કોમેન્ટ વાંચીએ છીએ. જરૂર પડે પ્રતિભાવ પણ આપીએ છીએ. જો તમે કોઈ લેખ લખતા હોય અને અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો અમને મેઈલ કરો : bornpedia@gmail.com પર.

આ વિષય પર બીજા લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

દુનિયાના સૌથી પ્રેરક ‘અસફળતા’ ધરાવતા લોકોના જીવનમાંથી શીખવા જેવી વાતો

જીવન જીવવાની કળા શીખવતા આચાર્ય ચાણક્યના 20 વાક્યો

અતિ ગરીબ પરિવારના યુવકે સામાન્ય કુલીનું કામ કરતા કરતા wifi નો ઉપયોગ કરી સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી

■ 

■ 

■ વાંચો ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન JRD ટાટાની સંઘર્ષભરી જીવનગાથા : જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા

■ બેસ્ટ મોટીવેશનલ વાર્તા : એક ખેડૂત અને ભગવાન વચ્ચેનો સંવાદ

સ્વાસ્થ્ય સંબંધિત લેખ ગુજરાતીમાં વાંચવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો..

■ રાત્રે ભૂલથી પણ ન ખાતા દહીં થઈ શકે છે આ નુકસાન, જાણો દહીં ક્યારે અને કેમ ખાવું જોઈએ.

■ સૂર્યમુખીના ફૂલના ફાયદા : હૃદયરોગ, સંધિવા અને હાડકાના રોગો માટે વરદાનરૂપ છે.

■ ગોળનાં આટલા બધા ફાયદા જાણીને તમે ચોંકી જશો : ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ

■ સવારે વાસી મોઢે (નયણે કોઠે) પાણી પીવાથી શરીરમાં શું થાય છે તે જાણો

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here