ઈંડા અને માસ કરતાં પણ વધુ શક્તિશાળી છે મગફળી, જાણી લો તેના ફાયદાઓ વિશે.

0
1341

ઈંડાને માસને સ્વાસ્થ્ય સુધારવા માટે પ્રોટીનનો સૌથી સારામાં સારો સ્ત્રોત માનવામાં આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની ઉમર ના હિસાબે વજન થી કમજોર હોય છે ત્યારે લોકો તેને ઇંડા અને માંસ ખાવાની સલાહ આપતા હોય છે, કે જેથી કરીને તેના શરીરની અંદર જરૂરી પ્રોટીન મળી રહે. પરંતુ શું તમે જાણો છો મગફળી ની અંદર માંસ અને ઇંડા કરતાં પણ વધુ માત્રામાં પ્રોટીન અને અન્ય પોષક તત્વો હોય છે? જી હા, મિત્રો મગફળી ની અંદર અનેક પ્રકારના પોષક તત્વો અને પ્રોટીન હોય છે જે માંસ અને ઇંડા કરતાં પણ વધુ પૌષ્ટિક હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મગફળી ના અમુક એવા પોષક તત્વો વિશે અને તેના કારણે થતા ફાયદાઓ વિશે.

  • મગફળી ની અંદર ભરપૂર માત્રામાં વનસ્પતિ પ્રોટીન હોય છે, જે તમારા શરીરને જરૂરી એવું પ્રોટીન પૂરું પાડે છે.
  • મગફળી ની અંદર માસની તુલનામાં 2.3 ગણું વધારે અને ઈંડા કરતા5 ગણું વધારે પ્રોટીન હોય છે.
  • જો નિયમિત રૂપે ૧૦૦ ગ્રામ કાચી મગફળી ખાવામાં આવે તો તેના કારણે એક લીટર દૂધ બરાબર પ્રોટીન મળી રહે છે.
  • મગફળીનું સેવન કરવાના કારણે તમારી પાચનશક્તિમાં વધારો થાય છે, અને તમારું પાચનતંત્ર ચુસ્ત દુરસ્ત રહે છે. જેથી કરીને પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે.
  • 250 ગ્રામ શેકેલી મગફળી નું સેવન તમારા શરીરની અંદર જેટલા જરૂરી તત્વો હોય તે બધા જ ખનીજ તત્ત્વોની પૂર્તિ કરી દે છે. જે અંદાજે 250 ગ્રામ મીટ ખાવાથી પણ નથી મળતા.

  • મગફળી ની અંદર ન્યુટ્રીસન, મિનરલ્સ, વિટામિન અને એન્ટીઓક્સીડન્ટની ભરપૂર માત્રા હોય છે.
  • મગફળી આપણા શરીરમાં જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલની દૂર કરે છે, અને સાથે સાથે શરીરમાં સારા કોલેસ્ટ્રોલને સાચવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે, જે તમારા હદયની દરેક બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. એની અંદર જેટલું પ્રોટીન મળી રહે છે તેટલું પ્રોટીન ઇંડામાંથી પણ મળતું નથી.

જો નિયમિત રૂપે મગફળીનું સેવન કરવામાં આવે તો તે દૂધ અને બદામ ની પૂરતી કરે છે.

  1. મગફળીને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે, અને તેનું સેવન કરવાથી તમારું શરીર ગરમ રહે છે અને તમારા ફેફસાને હદય કાયમી માટે સ્વસ્થ રહે છે.
  2. શ્વાસના દર્દીઓ માટે મગફળીનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

મગફળી સામાન્ય રીતે ગરમ તાસીરની હોય છે અને આથી જ જે વ્યક્તિઓને ગરમ વસ્તુ ખાવાથી કોઈ પણ પ્રકારની એલર્જી થતી હોય તેવા વ્યક્તિઓએ મગફળીનું સેવન સીમાની અંદર કરવું જોઈએ.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે Born Pedia પેઇજને હમણાં જ લાઇક કરો અને અન્ય મિત્રો સાથે શેર પણ કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here