પવિત્ર શ્રાવણ માસ માં શિવ ની કૃપા મેળવાવ માટે કરો માત્ર આટલું, મહાદેવ થશે પ્રસન્ન.

0
229

મિત્રો બીજી ઓગસ્ટ થી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. અલગ અલગ વિસ્તાર અનુસાર શ્રાવણ માસની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. શ્રાવણ માસનો ધર્મની અંદર ખૂબ જ મહત્વ છે. આ મહિનાની અંદર ભગવાન શિવની પૂજા કરવાથી ધાર્યું ફળ મેળવી શકાય છે. કારણકે ભોલેનાથ પોતાના ભક્તો પર બહુ જલ્દી પ્રસન્ન થઈ જતા હોય છે. આ મહિના મંદિરોમાં બહુ જ ભીડ જોવા મળે છે.

ઘણા લોકો અલગ અલગ રસ્તો અપનાવીને ભગવાન શિવને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરતા હોય છે. લોકો કાવડયાત્રા ગંગાજળ ચડાવીને ભોલેનાથને પસંદ કરે છે. તો ઘણા લોકો પંચામૃત કે પછી બીલીપત્ર દ્વારા ભગવાન શિવની આરાધના કરે છે. આજે આપણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેના અમુક એવા ઉપાયો વિશે વાત કરીશું કે જેનાથી મારું જીવન બદલાઈ જશે.

શ્રાવણ મહિનામાં શું સાવચેતી રાખવાથી ભોળેનાથને ખુશ કરી શકાય

મિત્રો શ્રાવણ મહિનાના સાચો અર્થ સાત્વિકતાનું પાલન કરવું થાય છે. ભગવાન શિવ ત્રણ લોકના મહાદેવ છે. શ્રાવણ માસ ની અંદર માસનું સેવન ન કરવું જોઈએ. આ પ્રકારના પદાર્થોનું સેવન કરવાથી મન શાંત રહેતું નથી. અને વ્યક્તિનું પોતાના સાચા રસ્તા પરથી ધ્યાન હટી જતું હોય છે.

ઘણા લોકોના ઘરની અંદર ખૂબ જ દરિદ્રતા જોવા મળે છે. આવા ઘરમાં લક્ષ્મી પોતાનો પ્રવેશ કરતી નથી. કારણ કે ઘર ની અંદર પરિવારના લોકો સાથે નાના મોટા ઝઘડા થયા રાખે છે. તેથી ખાસ કરીને શ્રાવણ માસમાં વડીલો સાથે ઘર વ્યવહાર કે પછી વાદ-વિવાદ ન કરવો જોઈએ.

શ્રાવણ માસમાં દરરોજ સવારે નિયમિતરીતે વહેલા ઊઠીને શિવ પર જળ અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી તમે કરેલા પાપમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે સવારે વહેલા ઊઠીને ભગવાનની પૂજા કરવાથી તેની કૃપા દષ્ટિ હંમેશ માટે તમારા પર બની રહે છે.

શ્રાવણ શિવ નો મહિનો કહેવામાં આવે છે તેથી આ મહિનાની અંદર શિવના ઉપાસકો નું અપમાન ન કરવું જોઈએ. આ ઉપરાંત શ્રાવણ માસની અંદર શિવ ભક્તો સાથે વાદવિવાદમાં ન પડવું જોઈએ. તેના બદલે ભક્તોની સહાય કરીને શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ.

શ્રાવણ માસ માં લીલા શાકભાજીનું સેવન કરી તમારા સ્વાસ્થ્ય ને પ્રભાવિત કરી શકાય છે. આ મહિનાની અંદર શિવજી પર હળદર ચડાવીને તેનો અભિષેક કરવો જરૂરી છે. શાસ્ત્રોની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે શ્રાવણ માસની અંદર ગાયના દૂધથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. આ ઉપરાંત ગાયને ઘાસ ખવડાવીને માતા પાર્વતી ના આશીર્વાદ મેળવવા જોઈએ. આ મહિના દરમિયાન રીંગણા નું સેવન કરવું અશુભ માનવામાં આવે છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here