પહેલી વખત કોઈ ટ્રાન્સજેન્ડર ને મળ્યો છે પદ્મશ્રી એવોર્ડ , જાણો આ રોચક કહાની વિશે – JBTL Media

0
95

ટ્રાન્સજેન્ડર  એટલે કે કિન્નરો નું જીવન ક્યારેય પણ આસાન નથી હોતું. આપણે દરેક લોકો જાણીએ છીએ કે કિન્નરો કોઈપણ જગ્યાએ સમાજની અંદર વસતા નથી. કિન્નરોને હંમેશાને માટે પોતાના અસ્તિત્વ માટે ની લડાઈ પોતે જ લડવી પડતી હોય છે. કોઈપણ વ્યક્તિ કિન્નરોને કોઈપણ પ્રકારનો સપોર્ટ કરતા નથી, અને આજે પણ કિન્નરોને ખૂબ જ હિન દ્રષ્ટિથી થી જોવામાં આવે છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા કિન્નર ની કહાની કે જેને હાલમાં જ મળ્યો છે પદ્મશ્રી એવોર્ડ.

તામિલનાડુના મદુરાઈ અંદર જન્મ લીધેલ નર્તકી નટરાજને બાળપણમાં જ ખબર પડી ગઈ હતી કે તે ટ્રાન્સજેન્ડર છે આ સમય દરમિયાન જ તેની દોસ્તી શક્તિ સાથે થઈ ગઈ. શક્તિ પણ એક કિન્નર જ હતો, અને તે બંને ને એકબીજા સાથે ખૂબ સારી બનવા લાગી. સમાજ દ્વારા તેની ઘણી વખત ટીકા કરવામાં આવી અને આખરે એક દિવસ નટરાજે પોતાનું ઘર છોડી દીધું અને પોતાના ઘરથી દૂર જતો રહ્યો.

ઘર છોડીને જવા પછી માત્ર થોડા દિવસોની અંદર નટરાજ ની સામે પોતાનું ગુજરાન ચલાવવા માટેની મુશ્કેલીઓ સામે આવવા લાગી. જેથી કરીને તે દરેક જગ્યાએ નાની મોટી નોકરી કરવાનું શરૂ કરી દીધું. પરંતુ પોતે કિન્નર હોવાના કારણે તેને કોઈપણ જગ્યાએ યોગ્ય રીતે સન્માન ન મળ્યું. અને તેને હંમેશાં એ માટે ખરાબ નજરથી જોવામાં આવતો હતો. પરંતુ નટરાજ પોતાના જીવનમાં કંઈક અલગ કરવાની ઇચ્છા ધરાવતો હતો અને તેની પાસે ડાન્સના અનેક પ્રકારના હુનર હતા.

આથી તેણે ડાન્સની લાઈનમાં આગળ વધવાનું નક્કી કર્યું અને તેણે ધીમે ધીમે બીજા વ્યક્તિઓને ડાન્સ શીખવાની શરૂઆત કરી. 1984 ની અંદર નટરાજ ની મુલાકાત તંજોરના કેપી કટપ્પા સાથે થઈ અને તેણે નટરાજને ડાન્સ શીખવવા માટે તેના ઉપર ભરોસો દેખાડ્યો. અને તેણે કહ્યું કે નટરાજ એક દિવસ સમગ્ર દુનિયાની અંદર પોતાનું નામ બનાવશે અને ભવિષ્યમાં એ કરી બતાવ્યું.

નટરાજ કટપ્પા પાસેથી ધીમે ધીમે ભારતનાટ્યમ નો ડાંસ શીખવા લાગ્યો. અને તેની ટ્રેનિંગ લેવા લાગ્યો નર્તકી નટરાજની મહેનત રંગ લાવી અને તેણે દુનિયાભરની અંદર પોતાના ડાન્સ દ્વારા પોતાનું નામ કમાયું. તેણે દેશ વિદેશની અંદર સતત સ્ટેજ શો કર્યા અને ભારત દેશનું નામ સમગ્ર વિશ્વની અંદર ઉજાગર કર્યું. આજે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેનું નામ ખૂબ જ સન્માનપૂર્વક લેવામાં આવે છે. અને ડાન્સની દુનિયામાં પણ તેનું નામ ખૂબ જ સન્માનપૂર્વક લેવામાં આવે.

ત્યાર પછી ભારત સરકારની નજર નટરાજ ઉપર ગઈ અને તેણે નક્કી કર્યું કે નટરાજને પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવે. ભારત સરકાર દ્વારા ભણવામાં પણ અગિયારમા ધોરણની અંદર નર્તકી નટરાજના જીવન ઉપર આધારિત એક ચેપ્ટર રાખવામાં આવ્યું. સાથે સાથે નટરાજ દ્વારા અનેક પ્રકારની ડાંસ ની શરૂઆત કરવામાં આવી અને તેની અંદર તે જરૂરિયાત મંદ લોકો ને વિવિધ પ્રકારના ડાન્સ શીખવાની શરૂઆત કરી.

 

ભારતના ઇતિહાસમાં પહેલી વખત હતું કે કોઈપણ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ એટલે કે કિન્નર ને પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. કિન્નર એક એવો સમુદાય છે કે જે મહિલા કે પુરુષો કોઈ પણ સમુદાયની અંદર નથી આવતા. અને આથી જ તેને હિન દ્રષ્ટિથી જોવામાં આવે છે. આમ છતાં નટરાજ એ પોતાની લગન અને મહેનતના કારણે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર પોતાનું અને પોતાના દેશનું નામ ઉજાગર કર્યું.

 

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો..

 

 

 

 

 

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here