પાચનશક્તિ સુધારવાની સાથે-સાથે ખીલના ડાઘને પણ દૂર કરે છે એપલ સ્લાઈડર વિનેગાર, જાણો તેની સાચી રીત.

0
215

એપલ સ્લાઈડર વિનેગાર અનેક પ્રકારના રોગો માટે ખુબ જ લોકપ્રિય ઉપચાર બની ગયો છે. એપલ સ્લાઈડર વિનેગાર એટલે કે સફરજનનો સરકો દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધારવામાં અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. જો તેને આપણા ભોજનનો હિસ્સો બનાવવામાં આવે તો તેના કારણે આપણને વજન ઘટાડવા માં લોહીના શુદ્ધ કરવામાં ડાયાબિટીસમાં કોલેસ્ટ્રોલમાં વગેરે પ્રકારની બિમારીઓમાં ઘણો લાભ થાય છે. એપલ સાઇડર વિનેગર નો ઉપયોગ કરી તમારા શરીરની અંદર રહેલા ઝેરી તત્વોને દૂર કરી શકાય છે. સાથે સાથે તમારા હૃદયને પણ તંદુરસ્ત રાખવામાં મદદરૂપ સાબિત થાય.

કઈ રીતે કરશો સેવન

ઘણા લોકો મોટેભાગે એપલ સ્લાઈડર વિનેગાર ને સીધું જ પી જતા હોય છે. મોટા ભાગના લોકો તેને સવારમાં ખાલી પેટે જ સેવન કરતા હોય છે. પરંતુ જ્યારે તમે એપલ સ્લાઈડર વિનેગાર ને પતલુ કર્યા વગર જ સીધું પીય જાવ છો. ત્યારે તેના અનેક પ્રકારના દુષ્પ્રભાવો પડતા હોય છે. આમ કરવાથી તમારા અને ની અંદર બળતરા પણ ઉત્પન્ન થઇ શકે છે. સાથે સાથે તેના કારણે તમારા પાચનતંત્ર ઉપર પણ તેની ખરાબ અસર પડી શકે છે.

એપલ સાઈડર વિનેગર પીવાની સાચી રીત

જો ઍપલ સાઇડર વિનેગર નું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. આમ કરવા માટે સૌપ્રથમ બે ચમચી એપ્પલ સાઇડર વિનેગર લો. અને ત્યારબાદ તેની અંદર એક કપ જેટલું શુદ્ધ પાણી ભેળવી દો. આ બંને વસ્તુને બરાબર હલાવી અને મિક્સ કરી દો. અને ત્યારબાદ તેનું સેવન કરો. આ મિશ્રણ નો સ્વાદ વધારવા માટે તમે તેમાં મધ અથવા તો મેપલ નું જ્યુસ પણ ઉમેરી શકો છો.

વજન ઘટાડવા માટે કઈ રીતે પીશો

વજન ઘટાડવા માટે એપલ સાઇડર વિનેગર નો ઉપયોગ વ્યાપક રૂપે કરવામાં આવે છે. આમ કરવા માટે બે બે ચમચી એપ્પલ સીડર વિનેગરને એક કપ જેટલાં ગરમ પાણીની અંદર ભેરવી ત્યારબાદ તેનું સેવન કરવું જોઈએ.

શું છે તેના ફાયદાઓ

સામાન્ય રીતે જ્યારે ઍપલ સાઇડર વિનેગર નું સેવન કરવામાં આવે છે ત્યારે તે તમારી ભૂખને કંટ્રોલ કરે છે. અને આથી જ તમે જરૂર કરતાં વધુ માત્રામાં ભોજન લેતા નથી. જેથી કરીને તમારા શરીરમાં જરૂર કરતાં વધુ માત્રામાં કોલેસ્ટ્રોલ અને કેલેરી જમા થતી નથી. અને આથી જ તમારું વજન ઘટી જાય છે.એપલ સિડર વિનેગર ની અંદર ભરપૂર માત્રામાં એન્ટીસેપ્ટિક એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી-બેક્ટીરિયલ ગુણ હોય છે. તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી ની માત્રા મળી રહે છે. અને આથી જ તમારી ત્વચાને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે. એપલ સ્લાઈડર વિનેગાર ની અંદર હાઈડ્રોસીલ એસિડ હોય છે. જે તમારા શરીરના રક્ત પ્રવાહને વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. જેથી કરીને તમારા શરીરને દરેક છીદ્રો ખુલ્લી જાય છે અને તમારી ત્વચાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. જેથી કરીને તમારા ચહેરા ઉપર ખીલ કે અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે.

 

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here