અજમાવો નસકોરી ફૂટવાના આ 4 આસન ઘરેલુ નુસખા, હવે પછી નહીં ફૂટે તમારી નસકોરી.

0
733

શા માટે નાકમાંથી લોહી નીકળે છે? શું છે નસકોરી ફૂટવાની સમસ્યા?

સામાન્ય રીતે જ્યારે કોઈ પણ વ્યક્તિના નાકમાંથી લોહી નીકળે છે ત્યારે આપણે તેને નસકોરા ફૂટવાનું નામ આપીએ છીએ. સામાન્ય રીતે નસકોરા ના કારણે આપણા નાકમાંથી વારંવાર લોહી નીકળે છે. જેથી કરીને આગળ જતા તે ગંભીર સમસ્યા બની શકે છે. આપણા નાકની અંદર અનેક પ્રકારની રક્તવાહિનીઓ હોય છે જે ખૂબ જ નાજુક હોવાના કારણે જો તેની અંદર કોઈપણ જાતનું નુકસાન થાય તો તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે.

સામાન્ય રીતે નાકમાંથી લોહી વહેવાની સમસ્યા ત્રણથી દસ વર્ષની ઉમરના બાળકો ની અંદર સૌથી વધુ જોવા મળે છે. નાકમાંથી લોહી નીકળવાની સમસ્યાના અનેક કારણો હોઈ શકે છે. ઘણી વખત આ સમસ્યાના ઉકેલ માટે કોઈપણ પ્રકારના ચિકિત્સાની જરૂર પડતી નથી, પરંતુ જો આ સમસ્યા લાંબા સમય માટે રહે તો તેના માટે આપણે યોગ્ય ઉપચાર કરવાની જરૂર પડે છે.

શા માટે નાકમાંથી વહે છે લોહી?

નાકમાંથી લોહી વહેવાની સમસ્યામાં સૌથી મુખ્ય કારણ હોય છે સૂકી હવા. જો તમે એકદમ સૂકી હવા વાળા વાતાવરણ માં રહેતા હો તો તેના કારણે તમારા નાકની અંદરની દિવાલ એકદમ નબળી પડી જાય છે. જેથી કરીને તમારા નાકમાંથી લોહી વહી શકે છે. આ ઉપરાંત જો તમે ખૂબ જ ગરમ વાતાવરણ ની અંદર રહેતા હો ગરમીના કારણે તમારા નાકની અંદરની રક્તવાહિનીઓ ફેલાઈ જાય છે, અને આથી પણ તમારા નાકમાંથી લોહી નીકળે છે. આમ આ બે મુખ્ય કારણો ના કારણે કોઈપણ વ્યક્તિના નાકમાંથી લોહી આવવાની સમસ્યા સર્જાય છે.

 

નાકમાંથી વહેતા લોહીને બંધ કરવાના ઉપાય

કોલ્ડ કંપ્રેસ

નાક માથી વહેતા લોહીને બંધ કરવા માટેના સૌથી વધુ પ્રભાવી ઉપચારોની અંદર એક છે કોલ્ડ કંપ્રેસ. આ માટે નાકમાંથી જ્યારે લોહી વહેતું હોય ત્યારે નાક ઉપર ઠંડી વસ્તુ ઘસવાના કારણે માત્ર થોડા જ મિનિટની અંદર નાકમાંથી વહેતુ લોહી બંધ થઈ જાય છે. આમ કરવાથી નાકની અંદરની કોશિકાઓ અકડાઈ જાય છે અને તેમાંથી વહેતું લોહી બંધ થઈ જાય છે.

નાક દબાવવું

નાક માથી વહેતા લોહીને બંધ કરવા માટેનો સૌથી કારગર ઉપાય છે નાકના ઉપરના ભાગને દબાવવો. નાકના ઉપરના ભાગમાં દબાવવાના કારણે ત્યાં રહેલા રક્તવાહિનીઓ પર દબાવ પડે છે. જેથી કરીને ત્યાં લોહી તરત જ નીકળવાનું બંધ થઈ જાય છે. આવું માત્ર પાંચથી દસ મિનિટ સુધી કરવાના કારણે નાક માથી વહેતા લોહી ની સમસ્યા દૂર થઈ જાય છે. આવું કર્યા બાદ થોડી વખત શાંતિથી ધીમે ધીમે શ્વાસ લેવો કે જેથી કરીને લોહી ફરીથી શરૂ ન થાય.

 

વિટામિન કે યુક્ત ખાદ્ય પદાર્થો

નાક માથી વહેતા લોહીને દૂર કરવા માટે બને ત્યાં સુધી તમારા શરીરને ભરપૂર માત્રામાં વિટામિન કે પૂરું પાડવું જોઈએ. આ માટે તમારા ખોરાકની અંદર વિટામીન કે થી ભરપૂર વસ્તુઓ જેવી કે પાલક, સરસવ, સરગવો, બ્રોકલી, કોબી વગેરે વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવાના કારણે તમારા નાક ની અંદર ની દીવાલ નરમ બની રહે છે. જેથી કરીને તેની અંદરથી વહેતા લોહી ની સમસ્યા દૂર થઈ જાય છે.

 

વિટામીન સી યુક્ત ખોરાક

દરરોજ જો રેગ્યુલર રીતે વિટામિન સીથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરની રક્તવાહિનીઓ મજબૂત બને છે. જેથી કરીને વારંવાર નાકમાંથી વહેતા લોહી ની સમસ્યા ધીમે ધીમે દૂર થઈ જાય છે. સામાન્ય રીતે ઘણો લાંબો સમય સુધી વિટામિન સીનું સેવન કરવાના કારણે તમારા નાકમાંથી લોહી ની સમસ્યા દૂર થઈ જાય છે.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here