નૈના લાલ એચ.એસ.બી.સી બેંક આપ ઇન્ડિયા ની ગ્રુપ જનરલ મેનેજર અને કન્ટ્રી હેડ છે. નૈના એ દિલ્હી યુનિવર્સિટી ની અંદર બેચલર ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ હોવર્ડ બિઝનેસ સ્કૂલ ની અંદર થી એમ.બી.એ ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેણે પોતાના કેરિયરની શરૂઆત એએનઝેડ કંપની સાથે કરી હતી અને હાલમાં તે S A. ની નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદ ઉપર રહી સેવા પણ કરે છે અને સાથે સાથે તે હોવર્ડ સ્કૂલની એક વાર્ષિક સલાહકાર પણ છે.
ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીના ક્ષેત્રની અંદર તેણે પોતાના અનેક પ્રકારના અમૂલ્ય યોગદાન આપ્યા છે. જેથી કરીને ભારત સરકાર દ્વારા તેને પદ્મશ્રી એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. તેને ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિઓ માંની એક માનવામાં આવે છે. અને તેણે પોતાની ઉપલબ્ધિઓના કારણે માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર અનેક પ્રકારના પુરસ્કારો મળ્યા છે.
તેઓ સ્વભાવથી એકદમ વિનમ્ર અને ધીરજપૂર્વક જવાબ આપનારા છે, અને તેણે પોતાની કામયાબી ને લઈને માત્ર એક જ વસ્તુ કહી છે કે “તેને પોતાની જાત ઉપર હંમેશાને માટે વિશ્વાસ રહ્યો છે. અને તેનાં ફળ સ્વરૂપ તે હંમેશા ને માટે પોતાના દરેક ઉદેશ્યને પાર કરવામાં સફળ રહી છે. તમારે તમારા દરેક સ્વપ્ન અને તમારા ઉદેશ્ય સાથે જોડી દેવું જોઈએ, કે જેથી કરીને તમે તમારા ક્ષેત્રની અંદર કામયાબી મળી શકો.
તેઓનું હંમેશાને માટે એવું માનવું હતું કે કોઈ પણ વ્યક્તિ કામયાબ થવા ઈચ્છતો હોય તો તેણે સૌથી પહેલા પોતાની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ, અને તેના દ્વારા પોતાની જાત ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખી અને આગળ કદમ ઉઠાવી તેને ભવિષ્યમાં જરૂર સફળતા મળે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના દિલથી પુરા ખંત અને આત્મવિશ્વાસની સાથે કોઈપણ કાર્ય કરે છે ત્યારે તેને એક કાર્ય ની અંદર અવશ્ય સફળતા મળે.
આપણા માટે એ ગર્વની વાત છે કે એક સામાન્ય પરિવારની અંદરથી આવેલી મહિલા આજે ભારત દેશની અંદર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર પોતાની એક અલગ પહેંચાન બનાવી છે, અને ભારતની જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની છોકરીઓ માટે તે એક પ્રેરણામૂર્તિ બનીને ઉભી રહી છે.