રસ્તો ન હોવાથી પત્નીનું થયું મોત : આ માણસે પર્વત કાપીને બનાવ્યો રસ્તો વાંચો આખી કહાની

0
2754

“માઉન્ટેન મેન” દશરથ માંઝીની કહાની

►  દશરથ માંઝી Dashrath Manjhi જેને લોકો “માઉન્ટેન મેન” ના નામથી દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેમણે સાબિત કરી બતાવ્યું છે કે કોઈ પણ કામ અશક્ય નથી. એક માણસ જેની પાસે પૈસા ન હતા કોઈનો સહારો ન હતો કોઈ તાકાત ન હતી તેમ છતાં તેણે જાતે એક પહાડ વચ્ચેથી એક રસ્તો કાઢ્યો. એમનામાંથી એક શીખ મળે છે કે કોઈ પણ કઠિનાઈઓમાંથી આપણે આસાનીથી પસાર થઇ શકીએ છીએ જો એ મુશ્કેલીમાંથી બહાર નીકળવાની ઝીદ હોય તો !!!!! તેમની 22 વર્ષની સખત મહેનત બાદ બનાવેલા રસ્તા પર આજે એમ્બુલન્સ દોડે છે અને ગામના લોકો આ જ રસ્તાનો ઉપયોગ કરે છે.

દશરથ માંઝી બિહારના ગયાની બાજુમાં આવેલા ગહલોર ગામમાં રહેતા એક ગરીબ મજુર હતા. તેમણે ફક્ત એક હથોડી અને છીણી લઈને એકલા જ 360 ફૂટ લાંબો, 30 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંચા પહાડને કાપીને એક રસ્તો બનાવ્યો. 22 વર્ષના પરિશ્રમ બાદ, દશરથ માંઝીએ અતરી અને વજીરગંજ બ્લોક સુધીના 55 કિલોમીટરના અંતરને 15 કિલોમીટર કરી દીધા.

પૂર્વ જીવન અને કામ :

દશરથ માંઝી બાળપણમાં જ પોતાના ઘરમાંથી ભાગી ગયા હતા અને ધનબાદની કોલસાની ખાણોમાં કામ કર્યું હતું. થોડા સમય બાદ તેઓ ઘરે આવ્યા અને ફાલ્ગુની દેવી Falguni Devi સાથે લગ્ન કર્યા. એક દિવસ દશરથ માંઝી માટે ખાવાનું લઇ જતા ફાલ્ગુની દેવી પહાડની ખીણમાં પડી ગઈ અને અને તેનું નિધન થયું. જો ફાલ્ગુની દેવીને હોસ્પિટલ લઇ જાવામ આવી હોટ તો તે બચી શકત. આ વાત દશરથ માંઝીના મનમાં લાગી ગઈ. તેણે સંકાપ કરી લીધો કે પોતાની જાત મહેનત પર પહાડોની વચ્ચેથી રસ્તો કાઢશે અને તેમણે આ કરી પણ બતાવ્યું. 360 ફૂટ લાંબો અને 25 ફૂટ ઉંચાઈ સાથે 30 ફૂટ પહોળો રસ્તો ગામલોકો માટે ખુલ્લો કરી દીધો.

► તેમણે કહ્યું, “જયારે તેમણે પહાડ વચ્ચેથી રસ્તો બનાવવાનું શરુ કર્યું ત્યારે લોકો એ મને પાગલ કહ્યો પણ આ વાતને લીધે મારું મનોબળ મજબુત બન્યું.”

તેમણે આ કામ 22 વર્ષ (1960-1982) માં પૂરું કર્યું. જે લોકોએ દશરથ માંઝીના આ કામને મજાક ગણી હતી તેમને જ આ રસ્તો ઘણો કામ આવ્યો.

મૃત્યુ :
અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (AIMS), નવી દિલ્હીમાં પિત્તાશયના કેન્સરને લીધે 73 વર્ષની ઉમરે, 17 ઓગસ્ટ 2007 એ તેનું મૃત્યુ થયું. બિહાર રાજ્યસરકાર દ્વારા તેમની અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી.

દશરથ માંઝી “માઉન્ટેન મેન” નામથી પ્રખ્યાત છે.

“ધ મેન હુ મુવ્ડ ધ માઉન્ટેન” નામની એક documentry ફિલ્મ પણ 2012માં બનાવવામાં આવી છે. 21 ઓગસ્ટ 2015 એ “ધ માઉન્ટેન” નામની ફલમ રીલીઝ કરવામાં આવી. માર્ચ 2014માં પ્રખ્યાત ટીવી શો ‘સત્યમેવ જયતે’ ભાગ ૨ નો પ્રથમ એપિસોડ પણ દશરથ માંઝીને સમર્પિત કરવામાં આવ્યો.

નોંધ : જો તમારી પાસે Dashrath Manjhi Story In Gujarati વિષે બીજી કોઈ માહિતી હોય અથવા અહિયાં આપેલ માહિતીમાં કોઈ ભૂલ હોય તો અમને કોમેન્ટ દ્વારા અથવા અમારા ઈમેલ પર અમને જણાવો. અમારું ઈમેલ છે : bornpedia@gmail.com.

મિત્રો તમને Life story of Dashrath Manjhi In Gujarati સારી લાગી હોય તો તમારા મિત્ર-મંડળમાં શેર કરજો. આપ whatsapp પર પણ લીંક મૂકી શેર કરી શકો છો. અમારી વેબસાઈટ પર આવી બીજી ઘણી બધી સ્ટોરી મૂકી છે. અહીં ક્લિક કરી વેબસાઈટ જોઈ શકો છો.

આપ સૌ મિત્રોમાંથી કોઈ મિત્ર સારા લેખ લખતા હોય અને ફેસબુકમાં મુકવા માંગતા હોય તો અમને મેઈલ કરો આપના નામ સાથે. મેઈલ : bornpedia@gmail.com

આભાર..

► નોંધ : આ લેખની કોઇપણ વિગતો કોપી કરવી નહિ.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here