મોતનું જશ્ન : એક અદભુત બોઘ કથા | એક વાર અચૂક વાંચજો.

0
549

એક સમયની વાત છે ઉનાના એક રાજાએ કોઈપણ કારણ વર્ષ પોતાના એક મંત્રીને મોતની સજા સંભળાવી દીધી. રાજાએ પોતાના સૈનિકોને આદર્શ આપ્યો કે પોતાના મંત્રીને પકડીને લાવે અને તેને સાંજના સમયે ફાંસીની સજા આપી દે. રાજાએ આદેશ આપતાની સાથે જ સૈનિકો મંત્રી ના ઘરે પહોંચી ગયા. જ્યારે બધા સૈનિકો તેના ઘરે પહોંચ્યા ત્યારે જોયું કે તેનું ઘર એકદમ સજેલું હતું. અને પોતાના ઘરની અંદર અનેક પ્રકારના મહેમાનો હતા. સાથે-સાથે ત્યાં સંગીત વાગી રહ્યું હતું. નવા નવા પકવાન બનાવવામાં આવી રહ્યા હતા. કેમકે, તે દિવસે મંત્રી નો જન્મદિવસ હતો.

પરંતુ જ્યારે સૈનિકોએ મંત્રીને રાજા નો આદેશ સંભળાવ્યો ત્યારે સમગ્ર કરની અંદર સન્નાટો છવાઈ ગયો. ઘરની અંદર વાગતું સંગીત બંધ થઈ ગયું અને ઘરની અંદર રહેલા ખુશીઓનો માહોલ તરત જ ગમની અંદર બદલાઈ ગયો. આ બધી પરિસ્થિતિઓને જોઈ મંત્રીએ તેના પરિવારના સભ્યો ને કહ્યું કે તમે દુઃખી ન થાવ. આ ખૂબ નસીબની વાત છે કે ભગવાને મને સાંજ સુધીનો સમય આપ્યો છે. સાથે સાથે તેણે રાજાનો ધન્યવાદ પણ કહ્યું કે તેણે તેને સાંજ સુધીનો સમય આપ્યો. મંત્રીએ આગળ જણાવ્યું કે જો આપણને સાંજે સુધીનો સમય મળ્યો હોય તો આપણે તેને શા માટે વેડફી દેવો. જોઈએ આપણે આ સમયનો ભરપૂર આનંદ ઉપાડવો જોઈ

આથી જ મંત્રીએ કહ્યું કે આ જશને ઊભું ન રાખવું જોઈએ આ બધું સાંભળી લોકો ફરીથી નાચવા લાગ્યા. અને નવા-નવા પકવાનો બનાવવા લાગ્યા. અને આખા ઘરની અંદર ખુશીઓનો માહોલ છવાઈ ગયો. પરંતુ આ બધી વસ્તુઓ જોઇ રાજાના સૈનિકો ખૂબ જ હેરાન થઈ ગયા. અને તેને નવાઇ લાગી કે જે વ્યક્તિને સાંજના સમયે ફાંસીની સજા મળવાની છે તે વ્યક્તિ કેટલો ખુશ કઈ રીતે થઈ શકે? આ બધી વસ્તુઓ જોઈ સૈનિકો રાજા પાસે પાછા આવ્યા અને તેને આ બધી ઘટનાઓને અક્ષરસઃ વર્ણન કર્યું. રાજાએ આ બધી વાતો સાંભળી તે ખુદ પોતે આ બધી વસ્તુઓ જોવા માટે મંત્રીના ઘરે પહોંચ્યા. જ્યારે રાજા મંત્રી ના ઘરે પહોંચે છે ત્યારે તે ત્યાનું દ્રશ્ય જોઈ અને હેરાન થઈ ગયા તેણે જોયું તો મંત્રીના ઘરે મોજશોખ ચાલી રહી હતી. અને મંત્રીને પોતાના મૃત્યુની સજા ની કોઈપણ જાતની ફિકર ન હતી.

રાજાએ મંત્રીને જ્યારે આમ કરવા પાછળનું કારણ પૂછ્યું. ત્યારે મંત્રીએ શાંત સ્વભાવ થી જવાબ આપ્યો કે હું તમારો ધન્યવાદ કરવા ઇચ્છું છું કે તમે મને સાંજે સુધીનો સમય આપ્યો. જો તમે મને સાંજ સુધીનો સમય ન આપ્યો હોત તો હું મારા જન્મ દિવસ ની ઉજવણી કઈ રીતે કરી શકત? હું તમારો આભારી છું અને સાથે સાથે ભગવાનનો પણ આભારી છું કે તેણે મને ઓછામાં ઓછો એટલો સમય તો આપ્યો કે જેથી કરીને હું મારો જન્મદિવસ ઉજવી શકું. મંત્રીએ આગળ જણાવતા કહ્યું કે કોઈ પણ મનુષ્ય પાસે જેટલો સમય હોય તે હંમેશાં એ માટે રાજીખુશીથી હસતા હસતા વિતાવવા માટે ઉપયોગ કરવો જોઈએ. ભગવાને આપણને જીવવા માટે જે કંઈ પણ સમય આપ્યો છે તેને આ સુંદર જીંદગીની અંદર હસી ખુશી ને વિતાવવો જોઈએ. રાજા આ બધી બાબતો જોઈને ખૂબ જ હેરાન અને પ્રસન્ન થઈ ગયા. સાથે સાથે તે બોલી ઉઠ્યા કે તારા જેવા મનુષ્ય અને મૃત્યુનો નહીં પરંતુ જીવવાનો અધિકાર છે. આપને આથી જ તારી સજા માફ કરી દેવામાં આવે છે.

આ જ રીતે આપણા જીવનની અંદર જે કંઈ પણ સમય હોય છે તે સારો અથવા તો ખરાબ નથી હોતો. પરંતુ આપણા વિચારસરણી સારી અથવા તો ખરાબ હોય છે. આપણે જેવું વિચારીએ છીએ સમય તેના ઉપર નિર્ધારિત થાય છે. સમય સારો કે ખરાબ નથી હોતો પરંતુ મનુષ્યની વિચારસરણી સારી કે ખરાબ હોય છે. આથી કોઈ પણ મનુષ્ય હંમેશાને માટે દરેક સમયે સારા વિચારો કરવા જોઈએ અને પોતાનું જીવન રાજીખુશીથી વિતાવવું જોઈએ.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here