આ જગ્યાએ દર્શનમાત્રથી નિ:સંતાન દંપતીને મળે છે માતાના વિશેષ આશીર્વાદ, ઘરમાં બંધાય છે કે પારણું.

0
874

ભારતની ભૂમિને દેવી દેવતાઓની ભૂમિ કહેવામાં આવે છે. અને આથી જ ભારત દેશની અંદર દેવી-દેવતાઓના લાખો મંદિરો આવેલા છે. ભારત દેશની અંદર અનેક એવા દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે કે જેની સાથે અનેક પ્રકારના ઇતિહાસો છુપાયેલા છે. અને સાથે સાથે આ મંદિરો સાથે વિશેષ પ્રકારની શ્રદ્ધા તથા કહાનીઓ ફેલાયેલી છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મહેસાણા જિલ્લાની અંદર આવેલા બહુચરા માતાજીના મંદિર વિશે કે જે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની અંદર પોતાની વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે.બહુચર માતાજીના મંદિરની અંદર અને પ્રકારની વિશેષ કહાનીઓ રહેલી છે. આ મંદિર ગુજરાતના લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશના લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું છે. આ જગ્યાએ દરરોજ હજારો ભક્તો માતાના દર્શન કરવા આવે છે. સાથે સાથે મોટાભાગના નવદંપતી આ જગ્યાએ આવી પોતાના છેડાછેડી છોડે છે અને સાથે-સાથે બાળકને પહેલી વખત બાબરી ઉતારવાની વિધી પણ આ મંદિરમાં કરવામાં આવે છે. કહેવાય છે કે બહુચરમાતાજી દરેક વ્યક્તિઓને મનોકામનાઓ પૂર્ણ કરનારી દેવી છે અને સાથે સાથે આ મંદિર પાછળ એક ઐતિહાસિક કહાની પણ રહેલી છે.એવું માનવામાં આવે છે કે જો કોઈ પણ નિસંતાન દંપતીઓ બહુચરમાતાજી પાસે સાચી શ્રદ્ધાથી આવે અને માતાના ચરણોમાં શીશ નમાવે તો માતાની વિશેષ કૃપા તેના ઉપર બની રહે છે અને તેના ઘરે પણ માતાની કૃપાથી પારણું બંધાય છે. આ મંદિર સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ આસપાસના રાજ્યોમાં પણ પોતાની આ વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. અહીંયા હજારો નિઃસંતાન દંપતિ એ માતાના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે અને માતાની કૃપાથી તેના ઘરે બાળકના જન્મ થયા છે.
એવું કહેવાય છે કે બહુચરમાતાજી એક રાક્ષસનો વધ કર્યો હતો અને આ જગ્યાએ માતાજી નું મંદિર બનાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે એક મુસ્લિમ રાજાએ આ જગ્યાએ માતાનું મંદિર તોડવા માટે ચડાઈ કરી હતી, ત્યારે મંદિરના પટાંગણની અંદર અનેક પ્રકારના કુકડા જોવા મળ્યા હતા અને જ્યારે સૈનિકોએ આ કુકડાને મારીને ખાઈ ગયા. આમ છતાં આ ટુકડા તેના પેટમાં જઈને બોલવા લાગ્યા અને સૈનિકોનું પેટ ચીરીને કુકડા બહાર આવી ગયા અને આ રીતે માતાજી એ પોતાનો પરચો બતાવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી માતાજીનું આ મંદીર અડીખમ ઉભેલું છે.
અત્યારે જ નહીં પરંતુ આજથી વર્ષો પહેલાં પણ કોઈ પણ રાજાના ઘરમાં જ્યારે પારણું બંધાતું ન હતું. ત્યારે તે સાચા મનથી માતા બહુચરાજી ના દર્શને આવતા હતા અને માતાજીને આજીજી કરતા હતા કે જેથી કરીને તેના ઘરમાં પારણું બંધાય. અને તેનો વારસદાર મળી રહે આ માતાની વિશેષ કૃપા થી અનેક નિઃસંતાન દંપતિ એ સંતાન પ્રાપ્તિ કરી છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here