માર્ક ઝુકરબર્ગે આ રીતે ફેસબુકની સ્થાપના કરી હતી : અત્યારે છે 4,75,000 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય

0
486

દરરોજ કેટલાય બાળકોના જન્મ થતા હોય છે. પરંતુ અમુક લોકો તો દુનિયા બદલવા માટે જ જન્મ્યા હોય છે. Mark Zuckerburg એક એવું જ નામ છે જેને નાની ઉમરમાં જ જીવનની ઘણી ઉંચાઈઓ પ્રાપ્ત કરી લીધી છે. આજે કરોડો યુવાનો Mark Zuckerburg જેવા બનવાનું સ્વપ્ન ધરાવે છે. ચાલો આપણે પણ જાણીએ Mark Zuckerburg વિષે જાણીએ.

બાળપણથી જ કોમ્પુટરનો શોખ હતો

► માર્ક ઝુકરબર્ગનો જન્મ 14 મે 1984 ના દિવસે થયો હતો. એના પિતાનું નામ એડવર્ડ ઝુકરબર્ગ અને માતાનું નામ કેરેન કેમ્પનર છે. માર્ક ઝુકરબર્ગને ત્રણ બહેનો છે. માર્કને બાળપણથી જ પ્રોગ્રામિંગનો શોખ હતો. તેનું મગજ એટલા ઝડપથી નિર્ણય લેતું હતું કે તેના પપ્પા પણ તેના પ્રશ્નોના જવાબ આપી શકતા નહોતા.

► જે ઉમરમાં બાળકો ગેમ રમતા હોય છે તે ઉમરમાં તો માર્ક ગેમ બનાવતા શીખી ગયો હતો. 12 વર્ષની ઉમરે તો તેણે Zucknet નામનો મેસેજિંગ પ્રોગ્રામ બનાવ્યો હતો. જે તેના પિતાના ડેન્ટલ પ્રેક્ટીસમાં આંતર કાર્યાલય સંચાર પ્રણાલીના રૂપમાં લાગુ કર્યું હતું.

► ત્યારબાદ તેણે હાર્વર્ડમાં એડમીશન લીધું. ત્યાં પણ તે પોતાની કાળા શક્તિથી મશહુર થઇ ગયા. કોલેજના દિવસોમાં facebooks નામની એક બૂક હતી જેમાં કોલેજના બધા વિદ્યાર્થીઓના ફોટા અને ડીટેઇલ મુકેલી હતી. એ જોઇને તેને વિચાર આવ્યો અને તેણે ‘Facemash’ નામની વેબસાઈટ બનાવી.

► આ વેબસાઈટમાં છોકરીઓના ફોટા મુકવામાં આવતાં હતા અને તેણે વેબસાઈટમાં કોલેજની છોકરીઓના ફોટા મુકવા માટે હાર્વર્ડ યુનિવર્સીટીની વેબસાઈટ પણ હેક કરી હતી. ખુબ જ secure ગણાતી વેબસાઈટ તેને હેક કરી અને ફોટા પોતાની સાઈટમાં મુક્યા હતા.

આ વિષયમાં બીજા લેખ વાંચવા માટે નીચે ક્લિક કરો..

ફક્ત એક નિર્ણયથી બદલાઈ ગયું આ ભાઈનું નસીબ : કુલ સંપત્તિ છે 70000 કરોડ

મહારાષ્ટ્રની આ ચરણ કન્યા બકરી બચાવવા વાઘ સામે પડી : વિગત વાંચી તમે પણ ચોંકી જશો

23 વર્ષની ઉમરમાં બન્યો ભારતનો સૌથી યુવાન સ્ટાર્ટઅપ મેન : રીતેશ અગ્રવાલની સફળતાની કહાની વાંચો..

અમેરિકાથી PhD કરીને આવેલા શાર્વિલ પટેલ છે 53000 કરોડની કંપની કેડિલા હેલ્થકેરના MD

આફ્રિકાનો સિંહ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી ગાય બનીને ફરે છે વાંચો સુભાષ પટેલની કહાની

આ એક એવું ગામ છે જ્યાં છેલ્લા 30 વર્ષથી ફટાકડા નથી ફૂટ્યા.. જાણો આવી બીજી વાતો 

આ સરપંચે કળીયુગમાં પણ રામરાજ્ય સ્થાપ્યું : આ ગામમાં દારૂ પીનાર કે જુગાર રમનારને 30000 દંડ વસુલવાનો નિયમ કર્યો.

Facebook ની શરૂઆત

facemash માર્કની કોલેજમાં ઘણી પોપુલર થઇ હતી. પરંતુ તેની સામે અમુક છોકરીઓએ તેનો વિરોધ પણ કર્યો હતો. આ વેબસાઈટને મળેલા પ્રતિભાવોને આધારે માર્ક ઝુકરબર્ગ અને તેના મિત્રોએ ભેગા મળીને એક Social networking site બનાવવાનો વિચાર કર્યો અને તેને ઓફિસીયલ રૂપ મળ્યું ‘The Facebook’ થી. આ વેબસાઈટ માર્ક અને તેના મિત્રો હોસ્ટેલમાંથી ચલાવતા હતા.

આટલી બધી લોકપ્રિયતા છતાં આ વેબસાઈટ ફક્ત કોલેજના વિદ્યાર્થીઓ માટે જ હતી. માર્કને એક દિવસ વિચાર આવ્યો કે હું આ વેબસાઈટ આખી દુનિયાના લોકો માટે કરું તો? બસ આ એક જ વિચાર તેને આગળ લઇ આવ્યો અને તેને વિશ્વ વિખ્યાત કોલેજ હાર્વર્ડ છોડીને ટીમ બનાવીને 2005માં The Facebook માંથી ખાલી Facebook નામ રાખી દીધું. વર્ષ 2007 સુધીમાં તો તેમાં લાખો બિઝનેસપેજ અને પ્રોફાઈલ બની ચુકી હતી.

અંગત જીવન

19 મે 2012 એ Mark Zuckerberg અને Priscilla Chan ના લગ્ન થયા અને તેમને બે દીકરીઓ પણ છે.

2015 સુધીમાં ફેસબુક પાસે 2 બિલીયનથી પણ વધારે માસિક એક્ટીવ યુસર હતા. અને july 2015 સુધીમાં 272 બિલીયન ડોલરનું માર્કેટ કેપ હતું. ફેસબુક શેરના અંદાજીત ૪૨૩ મિલિયન શેર સાથે માલિક માર્ક ઝુકરબર્ગ ઇતિહાસમાં સૌથી નાની ઉમરમાં બિલીઓનેર બની ગયા અને આજે તો દુનિયાના સૌથી યુવાન અબજોપતિ છે.

2011 સુધીમાં ફેસબુક સૌથી મોટી વેબસાઈટ બની ચુકી હતી. માર્ક ઝુકરબર્ગએ જયારે ફેસબુક બનાવી ત્યારે તેની ઉંમર 19 વર્ષની હતી.

ફેસબુકને પોપુલર થવા માટે બીજા માણસોની જેમ માર્ક ઝુકરબર્ગને પણ આટલી મુશ્કેલીઓ પડી હતી.

► નાની ઉમરને કારણે કંપનીઓના VCs અને મોટા મોટા અધિકારીઓ તેની પર વિશ્વાસ કરી શકતા નહોતા. મજાકમાં લોકો તેને ‘Toddler CEO’ કહેતા હતા.

► માર્ક ઝુકરબર્ગ પર આરોપ લાગ્યો કે તેણે ફેસબુકનો આઈડિયા Harvardconnectins.com માંથી ચોરી કર્યો હતો.

► નાની ઉમર અને ઓછા અનુભવને કારણે કોઈ પણ નિર્ણય લેવો તેના માટે અઘરો બની જતો. તેથી કોઈ પણ નિર્ણય લેતા પહેલા તે પોતાની જાતને પ્રશ્ન પૂછતા હતા ‘Does it help us grow?’ શું આ નિર્ણય અમને આગળ વધવામાં મદદ કરશે?

► જયારે ફેસબુકની ચાહના વધતી ગઈ અને પોપુલર થતાંની સાથે જ તેને ખરીદવા માર્કેટમાં ઘણી મોટી કંપનીઓ આવી ગઈ. એકવાર તો માર્કેટમાં એવી અફવા પણ ફેલાઈ હતી કે યાહુ ફેસબુકને ખરીદી રહી છે. આ બધાની વચ્ચે માર્કે પોતાની જાતને સાંભળી અને શાંતિથી નિર્ણયો લીધા.

રિસ્ક લેવાની હિંમત

► માર્ક ઝુકરબર્ગ પાસે રિસ્ક લેવાની હિંમત હતી એટલા માટે જ તેણે અત્યાર સુધીમાં 60 જેટલી નાની-મોટી કંપનીઓ ખરીદી લીધી છે. જેમાં whatsapp અને instagram નો સમાવેશ થાય છે. અત્યારે એટલે કે ૨૦૧૮માં માર્ક ઝુકરબર્ગની કુલ સંપત્તિ $70 bn (1 બિલીયન ડોલર એટલે કે 6500 કરોડ) છે અને દુનિયાના સૌથી ધનિકોમાનો એક છે.

ફેસબુક કંપની અને માર્ક ઝુકરબર્ગ પર વિવાદ :

► થોડા સમય પહેલા જ ફેસબુક પર તેના Userના ડેટા ‘Cambridge Analytic’ નામની કંપની દ્વારા બહાર પાડવાનો આરોપ લાગ્યો હતો. કહેવાય છે કે અમેરિકાની ચૂંટણીમાં આ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે માર્ક ઝુકરબર્ગ એ આ બાબતે માફી પણ માગી છે.

સૌથી સારી વાત તો એ છે કે માર્ક ઝુકરબર્ગે Giving Pledge પર સહી કરી છે તેનો મતલબ એ છે કે તે પોતે મરતા પહેલા પોતાની net worth ના ઓછામાં ઓછા 50% સંપત્તિ દાનમાં આપી દેશે. વર્ષ 2010માં તેણે ન્યુ જર્સીમાં Newark School System બચાવવા માટે 100 મિલિયન ડોલરનું દાન કર્યું હતું.

► ખરેખર આટલી નાની ઉમરમાં જ્વલંત સલાફ્તા મેળવનાર માર્ક ઝુકરબર્ગ આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે. આશા કરું છું કે આપ સૌને પણ આ લેખમાંથી માર્ક ઝુકરબર્ગના જીવનમાંથી કંઇક શીખવા મળ્યું હશે.

મિત્રો માર્ક ઝુકરબર્ગના જીવન આધારિત આ લેખ ઘણું સંશોધન કરીને બનાવ્યો છે. આશા છે કે આ પ્રેરણાદાયી આર્ટીકલ આપ સૌને ગમ્યો હશે. દરેક લેખ બાદ આપે કરેલી કોમેન્ટ અમે ખાસ ધ્યાનથી વાંચતા હોઈએ છીએ. આપે આપેલા અમુલ્ય સૂચનો પણ ખાસ ધ્યાન માં રાખતા હોઈએ છીએ. જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્ર-મંડળમાં શેર કરી અમારો ઉત્સાહ વધારી શકો છો. ભવિષ્યમાં આવી બીજી post મેળવવા અત્યારે જ લાઈક કરો અમારું પેઈજ JBTL Media. સ્વાસ્થ્ય સંબંધિત લેખ મેળવવા Born Pedia પેઈજ લાઈક કરો. જો તમે કોઈ લેખ લખતા હોય તો અમને મેઈલ કરો bornpedia@gmail.com પર.

આ લેખ વાંચવા બદલ આભાર.

► નોંધ : આ લેખની કોઇપણ વિગતો કોપી કરવી નહિ.

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here