મેનેજમેન્ટ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખો સફળતાના આ ૧૦ મંત્ર

0
2430
શ્રીકૃષ્ણ ભગવાન krishna bhagwan

શ્રીકૃષ્ણ ભગવાને કહેલી વાતો આજે પણ એટલી જ મહત્વની છે જેટલી અર્જુનને તે સમયે કહી હતી. આજે આપણે જાણીશું ભગવાન શ્રીકૃષ્ણએ આપેલું જ્ઞાન આજના હરીફાઈના જમાના પણ કેવું કામ લાગે છે.

► 1. કૃષ્ણ ભગવાન દરેક વિષયમાં અવ્વલ હતા. તેમનું સૌથી મોટું આકર્ષણ હતું કે તેઓ કોઈ દિવસ કોઈ બંધનમાં નહોતા રહ્યા. એટલે સુધી કે પોતાની ભૂમિકા પણ બદલી શકતા હતા અને અર્જુનના સારથી પણ બન્યા હતા. આપણે પણ નાનામાં નાના માણસ બનીને રહેવું જોઈએ. કોઈ દિવસ અભિમાન ન રાખવું જોઈએ.

► 2. ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોનો સાથ દરેક મુશ્કેલીમાં આપ્યો હતો અને સાબિત કરી બતાવ્યું કે મિત્ર હોય તો તેમના જેવા જે કોઈ પણ પરિસ્થિતિમાં સાથ આપી શકે. દોસ્તીમાં શરત નામની કોઈ ચીજ નથી હોતી. એટલે આપણે પણ જીવનમાં એવા મિત્રો બનાવવા જોઈએ જે આપણી દરેક મુશ્કેલીઓમાં સાથ આપી શકે.

કર્મનો સિદ્ધાંત karma sidhhant in gujarati

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પ્રબોધિત કર્મના સિદ્ધાંત વિષે જાણો.

► 3. મહાભારતના સૌથી મોટા યોદ્ધા અર્જુન ન કેવળ પોતાના ગુરુ પાસેથી શીખ્યા પરંતુ પોતાના અનુભવો અને મુશ્કેલીઓમાંથી પણ શીખ્યા. આ વાત દરેક વિદ્યાર્થીઓએ શીખવા જેવી છે. વિદ્યાર્થીઓએ શિક્ષક સિવાય પણ બીજા લોકો પાસેથી અને અનુભવોમાંથી શીખવું જોઈએ.

► 4. જો પાંડવો પાસે ભગવાન શ્રીકૃષ્ણની માસ્ટર સ્ટ્રેટેજી ન હોત તો તેઓ કદાચ જ શીખી શકત. એટલા માટે કોઈ પણ પ્રતિયોગી પરીક્ષા અથવા ધંધામાં અથવા કોઈ પણ કામમાં, સંબંધમાં, વ્યવહારમાં સ્ટ્રેટેજી હોવી જરૂરી છે.

► 5. Don’t worry, Be happy. આ વાત શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહી છે, “શા માટે નાહકની ચિંતા કરે છે? કારણ વગર ચિંતા ન કરવી.”

► 6. કૃષ્ણ ભગવાનની કોઈ પણ વાર્તા અથવા કહાની વાંચીશું તો એક વાત આંખે ઉડીને વળગે એવી છે કે માણસે દુરંદેશી બનવું જોઈએ. સાથે સાથે પરિસ્થિતિનું અવલોકન કરતા પણ શીખવું જોઈએ.

► 7. કૃષ્ણ ભગવાન આપણને 7 મો મંત્ર એ શીખવાડે છે કે મુસીબતના સમયે અથવા સફળતા ન મળે તો હિંમત ન હારવી જોઈએ.

કર્મનો સિદ્ધાંત karma sidhhant in gujarati

જીવનમાં સુખી થવા માટે અપનાવો પ્રમુખસ્વામીના આ 10 વાક્યો.

► 8. મેનેજમેન્ટના સૌથી મોટા ગુરુ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે અનુશાશનમાં જીવો. ખોટી ચિંતા કરવા કરતા તથા ભવિષ્ય કરતા વર્તમાન વિષે ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું.

► 9. ભગવાન કૃષ્ણએ પોતાના મિત્ર સુદામાની ગરીબી જોઇને સુદામાના ઘરે પહોંચવા પહેલા જ તેની ઝુંપડીની જગ્યાએ મહેલ બનાવી દીધો. એટલે કહેવાય છે કે દોસ્તી કરવી તો કૃષ્ણ અને સુદામા જેવી.

► 10. સીધા રસ્તાથી બધું મળવું અશક્ય છે. ઘણાને ઘણી વાર મહેનત છતાં પણ નથી મળતું. ખાસ કરીને જયારે તમારા વિરોધીઓનું પલ્લું ભારે હોય. આવા સંજોગોમાં કુટનીતિ અપનાવી જોઈએ. કૃષ્ણ ભગવાનને કુટનીતિના બાદશાહ માનવામાં આવે છે.કર્મનો સિદ્ધાંત karma sidhhant in gujarati

મિત્રો આ લેખ GujjuMoj ટીમે ઘણા ઉત્સાહથી મહેનત કરીને બનાવ્યો છે. આશા છે કે આપને આ લેખ ગમ્યો હશે. અગાઉ પણ ભગવાન શ્રીકૃષ્ણ એ કહેલ ‘કર્મના સિદ્ધાંત’ વિષે અમે લેખ પ્રકાશિત કર્યો હતો જે આપ સૌને ઘણો ગમ્યો હતો. આપના પ્રતિસાદ પણ સારા હતા. અમને આપ કોમેન્ટ કરીને જણાવી શકો છો કે આ લેખ કેવો લાગ્યો. આપ હવે કયા વિષય પર લેખ વાંચવા માગો છો તે પણ સાથે સાથે જણાવશો. અધ્યાત્મ વિશેના બીજા લેખ વાંચવા અત્યારે જ અમારી વેબસાઈટની મુલાકાત લો. www.GujjuMoj.com

જો તમે કોઈ લેખ લખતા હોય તો અમને જણાવો અમારા મેઈલ પર : bornpedia@gmail.com અમે પ્રકાશિત કરીશું તમારા નામ સાથે..

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here