શા માટે મોલ ની અંદર વસ્તુ ની કિંમત ૯૯ કે ૧૯૯ રાખવામા આવે છે? શું છે તેની પાછળ નું કારણ.

0
335

મિત્રો તમે જ્યારે ખરીદી કરવા માટે મોલની અંદર જાઓ છો ત્યારે દરેક વસ્તુના ભાવ કંઈક આ રીતે હોય છે. 199/-, 299/- , 99/-, 49/-, 999/-. દરેક જગ્યાએ આ રીતે પ્રાઈઝ સેટ કરવામાં આવતી હોય છે. ઘણા લોકોના મનમાં સવાલ થતો હોય છે કે શા માટે દુકાનદાર કે પછી મોલ વાળા ના બદલે આ રીતે આંકડાઓ રાખતા હોય છે. ધારો કે કોઈ વસ્તુની કિંમત 200 રૂપિયા હોય તો તે લોકો તેની કિંમત 199 રૂપિયા સેટ કરતા હોય છે. શા માટે આ લોકો એક રૂપિયો ઓછો સેટ કરે છે ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે ટોટલ કિંમત ની અંદર એક રૂપિયો ઓછો સેટ કરવાના કારણે સેલર ને ખૂબ ફાયદો થાઈ છે. તેની પાછળનું કારણ સાયકોલોજીકલ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે.એટલે કે સાઇઝ જોઇને વ્યક્તિને ઓછી કિંમત લાગતા વસ્તુ ખરીદવા માટે આકર્ષણ કરે છે. ધારો કે કોઈ વ્યક્તિ માર્કેટમાંથી ટીશર્ટ ખરીદવા ઇચ્છતો હોય તો ટીશર્ટ ની અંદર ટેગ ૪૯૯ નું લગાવ્યું હોય છે. આપણી નજર ડાયરેક શરૂઆતના આંકડા ૪ ઉપર જતી હોય છે. અને પાછળના 99 આંકડાને આપણે ઈગનોર કરતા હોઈએ છીએ. તેથી ઓછી કિંમત લાગતા આપણને મનમાં વસ્તુ ખરીદવાનું મન થાય છે. આ સિસ્ટમનો ઉપયોગ લોકોને આકર્ષિત કરવા માટે થાય છે.
આ ઉપરાંત રૂપિયો ઓછો સેટ કરવાથી તેલ અને બીજો ઘણો બધો ફાયદો થતો હોય છે. તેનું કારણ એ છે કે ધારો કે કોઈ વસ્તુની કિંમત 899 રૂપિયા હોય તો આપણે સેલર અને 900 રૂપિયા આપતા હોઈએ છીએ. વધેલો એક રૂપિયો આપણે પાછું લેતા નથી જેનો ફાયદો સેલર ને થતો હોય છે. દિવસની અંદર સેલર પાસે લગભગ ૧૦૦ થી ૨૦૦ ગ્રાહકો આવે છે. જો દરેક વ્યક્તિ આ પ્રમાણે એક રૂપિયો પાછો નહીં લે તો તેને મહિને લગભગ પાંચ હજાર જેટલો ફાયદો થશે. તેથી સેલર હંમેશા રાઉન્ડ ફિગર ના બદલે અટપટા આંકડા સેટ કરતો હોય છે.
ધારો કે ભારતની અંદર કોઈ કંપની ના ૨૦૦ રિટેલ શોપ છે. અને જો દરેક રિટેલ શોપ ઉપર દરરોજના સો ગ્રાહક ગણવામાં આવે તો ૩૬૫ દિવસ ની સરેરાશ પ્રમાણે વર્ષ દરમિયાન 73 લાખ રૂપિયા લોકો એક એક રૂપિયો જાણીને છોડી દે અને તે કોઈ પણ એકાઉન્ટ રેકોર્ડ તરીકે જમા નથી થતા. અને ખાસ વાત તો એ છે કે આ રૂપિયા ને બ્લેક મની કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે તેને એન્ટ્રી કોઈ બિલ માં થતી નથી. જેનાથી અંતે તો સેલેર ને જ ફાયદો થાય છે.
તમે જોયું હશે કે આ પ્રકારનું ટેકિંગ ઓફ લાઈન શોપિંગમાં જ જોવા મળે છે. તેનું કારણ એ છે કે ઓનલાઇન શોપિંગ કરતી વખતે આપણે બિલનું પેમેન્ટ ઇન્ટરનેટ બેન્કિંગ કે પછી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ થી કરતા હોઈએ છીએ. આ પ્રકારના પેમેન્ટ માં જેટલી પ્રાઇઝ હોય એટલા જ રૂપિયા ચૂકવવામાં આવે છે. તેથી કોઈ બ્લેક મની ક્રિએટ થતી નથી. તો બિલ ની અંદર ૧૯૯ રૂપિયા હશે તો તમારા એકાઉન્ટમાંથી માત્ર ૧૯૯ રૂપિયા જ કપાશે. જ્યારે ઓફ લાઇન પેમેન્ટ માં તમે તેને ૨૦૦ રૂપિયા આપો છો.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.
Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here