આ મહાશિવરાત્રિએ મનોકામના અનુસાર ભગવાન શંકરનો કરો અભિષેક. પૂર્ણ થશે ઈચ્છા

0
632

ભગવાન શિવ શંકર ખૂબ જ દયાળુ છે. કહેવાય છે કે ભગવાન શંકર એના ઉપર મહેરબાન થઈ જાય છે તે વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. ભગવાન શંકર મહાદેવ છે કે જે સૌથી વધુ ઝડપથી પ્રસન્ન થાય છે. અને આથી જ તેને ભોળાનાથ કહેવામા આવે છે. દરેક દેવી દેવતાઓના મુકાબલે ભગવાન શંકરની સાધના ખૂબ જ સરળ અને સુઘડ છે. અને આથી જ મોટાભાગના લોકો હંમેશાં એ માટે ભગવાન શંકરને રાજી કરી તેના દ્વારા પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે આ મહાશિવરાત્રીના દિવસે વિશેષ પૂજા કરવાથી દરેક મનોકામનાઓ થઇ શકે છે પૂર્ણ.

કહેવાય છે કે સૃષ્ટિના કણ-કણમાં ભગવાન મહાદેવનો વાસ છે. અને તે હંમેશાં ને માટે પોતાના ભક્તોનું કલ્યાણ થાય તેવી મનોકામનાઓ કરતા હોય છે. ભગવાન શંકર એવા દેવતા છે કે જે માત્ર એક કળશો પાણીની અંદર પ્રસન્ન થઈ જાય છે. અને પોતાના ભક્તજનોની દરેક સમસ્યાઓ દૂર કરી દે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એ વસ્તુઓ કે જે નો અભિષેક કરવાના કારણે તમને તે વસ્તુ નું વિશેષ ફળ મળી શકે છે.

 

એવા વ્યક્તિઓ કે જેના વિવાહ ની અંદર અનેક પ્રકારની બાધાઓ અથવા તો સમસ્યાઓ આવતી હોય તેવા વ્યક્તિઓએ આ શિવરાત્રીના દિવસે મહાદેવને શેરડીના રસથી અભિષેક કરશે તો તેના કારણે તેના ખૂબ ઝડપથી થશે.

શિવરાત્રીના દિવસે જો ખૂબ જ ભક્તિની સાથે ભગવાન શંકરને લિંગ ઉપર મધનો અભિષેક કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિના પાપ દૂર થઈ જશે. સાથે સાથે તેના ઉપર કોઈપણ પ્રકારનો કરજો હશે તો તે પણ દૂર થઈ જશે. અને તે કાયમી માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ જીવન જીવી શકશે.

શિવરાત્રીના દિવસે જ ભગવાન શંકરનો દહી વડે અભિષેક કરવામાં આવે તો તેના કારણે તમારા જીવન સાથે જોડાયેલી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે. સાથે સાથે તમને વાહનનું સુખ પણ મળી શકે.

જો ભગવાન શંકરને તમે ખૂબ ઝડપથી પ્રસન્ન કરવા ઈચ્છતા હોય અને તમારું મનપસંદ વરદાન મેળવવા ઈચ્છતા હોય તો શિવરાત્રીના દિવસે ભગવાન શંકર ઉપર કાચા દૂધનો અભિષેક કરવામાં આવે તો તેના કારણે તમને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. અને સાથે સાથે તમે કાયમી માટે સ્વસ્થ જીવન જીવી શકો છો.

કોઈપણ વ્યક્તિને જીવન સાથે જોડાયેલા દરેક દુઃખોને દૂર કરવા માટે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર ની લીંગ ઉપર કોઈ પણ પવિત્ર નદીનું જળ ચઢાવી, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં આવે તો તેના કારણે તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર ઉપર જો શુદ્ધ ગાયના ઘી થી અભિષેક કરવામાં આવે તો તેના કારણે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહે છે. અને તમારા ઘરની અંદર કાયમી માટે ધનમાં વૃદ્ધિ થાય છે. સાથે સાથે તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

જો કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારના ગ્રહ દોષની સમસ્યા હોય અથવા તો પોતાના શત્રુ થી પરેશાન હોય અથવા તો તેના ઉપર કોઈપણ વ્યક્તિ નો ભય બનેલો હોય તેવા વ્યક્તિઓ જો મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર ઉપર સરસવના તેલથી અભિષેક કરે તો તેના કારણે તેને દરેક શત્રુથી છુટકારો મળે છે.

ભગવાન શંકરની વિશેષ કૃપા મેળવવા માટે મહાશિવરાત્રીના દિવસે જો તેના ઉપર ચંદનથી અભિષેક કરવામાં આવે તો તેના કારણે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે સાથે તમારામાં અને સન્માનમાં વધારો થાય છે.

અવનવી પોસ્ટ અને દુનિયા વિષે માહિતી મેળવવા માટે આજે જ JBTL Media પેજ લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો.

 

Facebook Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here